આજે વાત આદિપુર કન્યા છાત્રાલય ની કરવી છે
સામાન્ય રીતે દાતા દાન આપી દે પછી એમની પાસેથી બીજી કોઈ અપેક્ષા ન રખાય... પણ એક સ્વપ્ન દ્રષ્ટા સજ્જનદાતા પોતાનું સપનુ શ્રેષ્ઠ રીતે સાકાર
થાય એટલા માટે કેટલી નિષ્ઠા થી પ્રયત્ન શીલ હોય છે એના પ્રત્યક્ષ દાખલાની વાત કરવી છે.
છાત્રાલય માં આમતો ગૃહમાતા ની નિમણુક કરવામાં આવી હતી અને તેમણે મર્યાદિત સંખ્યામાં દિકરીઓ હસે ત્યાં સુધી રસોઇ બનાવી આપવાની જવાબદારી સ્વીકારી હતી પણ તે બેન શ્રી યોગ્ય ન જણાતા તેમને છુટા કરવામાં આવ્યા
હવે દિકરીઓ ના ભોજન ની નવો રસોયા ન આવે ત્યાં સુધી શું વ્યવસ્થા કરવી એવી સમસ્યા ઊભી થઈ
પણ જબરદાનભાઇ ( Jabardan Naranji Gadhvi ) કયાં જવાબદારી માંથી પાછા પડે એવા છે તેમણે રોજ ભોજન પોતાના ઘેર તૈયાર કરી દિકરીઓ ને જમાડતા રહ્યા પછી રસોયા ની નિમણુક કરવામાં આવી પણ કોઇ કારણ વસાત રસોયો આવી શકયો નંહી પણ હાર માને એ બીજા
સીતેર વરસ ના આ જુવાને પોતાની શારીરિક તકલીફો ને ભુલી (જેમને પાણી આપવા માટે પણ ઘેર નોકર છે)
સાહેબ રસોડા માં પંહોચી ગયા ।" અપના હાથ જગન્નાથ "...પિતા તરીકે ની ફરજો તો તેઓ અદકેરી રીતે નિભાવતા જ હતા પણ આજે મા ની ભૂમિકા પણ બખૂબી નિભાવી
આવા ઉદાહરણો કદાચ કયાંય જોવા નહીં મળે
જબરદાનભાઇ ને આ અંગે પૂછ્યું તો કહે " કન્યા છાત્રાલય મારું સ્વપન હતું એ સાકાર થતાં મારા જીવનમાં નવી ચેતના નો સંચાર થયો છે આ છાત્રાલય મારા માટે મંદિર છે ને તેમાં રહી અભ્યાસ કરતી દિકરીઓ મારે માટે જગદંબા છે એમને ભુખી થોડી રખાય"
પોતે લીધેલી જવાબદારી પ્રત્યે આટલી નિષ્ઠા વંદન છે આપને જબરદાનભાઇ આપની નમ્રતા નિષ્ઠા સરળતા અને પરોપકારી સ્વભાવ ને બિરદાવવા શબ્દો ઓછા પડે છે
ભગવતી આપને સ્વસ્થ તંદુરસ્ત દીર્ઘાયુ આપે અને આપના હાથે જ્ઞાતિ હિત અને માનવ સેવાના વધુ શુભ કાર્યો સદા થતા રહે એવી મંગલકામના
A thought with conviction becomes a dream.
A dream with a plan becomes a vision.
A vision with dedication becomes reality.
સૌજન્ય :- શ્રી મહિદાન ભાઇ ડી.ગઢવી
Proud of you sir💐💐💐
જવાબ આપોકાઢી નાખો