ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 31 માર્ચ, 2018

कवि श्री दादनी रचना

।। જય શ્રિરામ।।*

        *।। છંદ।।*

ઊઠિયો કમર પીત કસ કસીય ,
લખમણ નિશિચર સામે ધસીય .
બોલિયો મુખથી જય જય રામ ,
આજ તો આમ નહીં કાં આમ .

હાલ્યો જ્યાં દંત દબાવી હોઠ ,
ખળભળ્યા લંક કાંગરા કોટ .
લીંધુ જ્યાં ધનુષ બાણ લખણેશ ,
રિપુમુખ ઢળી ગઈ ત્યાં મેશ .

થરથરી હ્રદે સુલોચના નાર ,
કરગરી કરીને હાહાકાર .
શ્યામ આ નહીં કંઈ કામ સહેલ ,
પિયુ છે ખરાખરીનો ખેલ .

મૂકી હઠ સ્વામી ઘર ભણી વળો ,
નકામું પુલશ્ય કુળ કાં દળો ?
દ્વાદશ વરસ આકરા જોગ ,
કિયો નહીં નારી નીંદરા ભોગ .

ઇન્દ્ર સમ નહીં, આ રામ અનુજ,
મોરસમ માનો કહિયું મુજ.
શરીર પર વેશ તપસ્વી જાણ ,
કરો મા નાહક તાણાવાણ .

ભ્રકુટી તનક પ્રથ્વી ભયભીત ,
ચળી જાય ત્રણે લોકનાં ચીત .
ડગમગે નાથ દશે દિકપાળ ,
સમંદર સહિત જાય પાતાળ .

લખણ બળ કરી બાત લખ બાર ,
નાઈ શિર પડી પદાંબુજ નાર .
સુણી નહીં નફટ કાન ઘનનાદ ,
કિયો ઈણે લખણ સામવો વાદ .

પેરીને કડી બગતરાં પોશ ,
અંગ પર ધરી આકરો રોશ .
કાળમુખ કરી ગયો હઠ કંથ ,
પરવર્યો પ્રલેકાળને પંથ .

કરીને લખણ સાથ પડકાર ,
શૂળ કર લઈ ધસ્યો તતકાળ .
લખણ જબ કિયો ધનુષટંકાર ,
ધ્રુવ ચળ ગ્યો નભ ધુંવાં ધાર .

કરી હઠ ઊઠ્યો અરી રો કાળ ,
ભુવન ચૌદહ કરી દઈ ભાળ .
દશે દિગ્ગજ દબાવ્યા દાંત ,
પૃથ્વીના તોય બંધ છૂટ જાત .

રવિના અસ્વ હાથ નવ રિયા ,
ગતાબોળ થઈ આથમી ગયા .
ખડેડી મેરુ મૂળથી ખસ્યો ,
ધડો ના રહ્યો સમંદર ધસ્યો .

ભૂલી ગ્યો શેષ રાખવું ભાન .
અબળાનાં સ્રવી ગયાં ઓધાન .
તપસ્વી ગયા આજ તપ છોડ ,
જુવે લખણેશ રાર કર જોડ .

નાહરો આજ હાથ ના રિયો ,
ભવાં સંગ મૂકી ભાગી ગિયો .
સરિતા વહેણનાં સવળાંય ,
આડાં અવળાં ગ્યાં ફંટાય .

વાનરા ચડ્યા ડાળની ટોચ ,
સુકાયાં ગળાં ને પડિયા શોષ .
હનુ સુગ્રીવ હિય હરખાય ,
ભડેવા લગ્યો રામ રો ભાય .

મેનકા ઉવર્શી મલકાય ,
ઝાંઝર છૂટી પગનાં જાય .
કહેતી સંવારીને કેશ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

ગણા મુખ કરત આવે ગેલ ,
હરિગુણ ગાન પડતાં મેલ .
કહે ઈમ શારદા ને શેષ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

કરે ગાંધર્વ કિન્નર ગાન ,
તંતુરી મૂકી દઈને તાન.
બોલ્યા માનવા મુખ બેશ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

ચાંરણા સિદ્ધ મુખથી ચવે ,
કરી લલકાર ને યું લવે :
બાહદુરા ધન્ય થારો બેશ ,
જિયો લખણેશ !  જય લખણેશ !

નારદ વીણાનો કરી નાદ ,
સહુને કરતા આવે સાદ .
ખસી ગ્યો કમ્મરેથી ખેશ ,
જિયો લખણેશ !  જય લખણેશ !

ભીલડી સંગ ભોળે નાથ ,
રમંતા ભૂતડાંની સાથ .
મૂકી તાંડવ કહત માહેશ ,
જિયો લખણેશ !  જીયો લખણેશ !

લંક ગઢ તણા પાય હસમસ્યા ,
ખળભળ્યા કોટ કાંગરા ખસ્યા .
દશાનન સુણી લખણરી હાક ,
પડી ગઈ વીસે કાનમાં ધાક .

દબાવ્યો આજ છાંતીયે હાથ ,
નકી છે મેઘનાદની ઘાત .
કાળબળ રહે ન ઝાલ્યા કોય ,
હવે તો હોણી હોય સો હોય .

યહાં લછમન પર કૂદ્યો ધાય ,
રણ મધે મેઘનાદ નીશીરાય .
લછમને કિયો બાન સંધાન ,
કઠેઠી પણછ ખેંચિયો કાંન .

કીયો !  જય જયતી રામ રઘુવીર ,
તાકીને  તુરત મારિયો તીર .
છુપ્પો જયમ શિવ પિનાક ત્રિશુલ્લ ,
ધરણી પર કિયો ચાટતો ધૂલ .

રણ મધે કિયો મરત મુખ રામ ,
ઈમ ઘનનાદ ગયો સુર ધામ .
દુંદુભિ બજાયો સુરરાજ ,
જય જય લખમણજી મહારાજ .

        *।।છપ્પય।।*

જયતી જયતી લખણેશ ,
રઘુવર કાર્ય સુધારણ ,
જયતી જયતી લખણેશ ,
ભૂમિ સર ભાર ઉતારણ .
જયતી જયતી લખણેશ ,
સુર મુનિવર કે સહાયક .
જયતી જયતી લખણેશ ,
તું રઘુકુળ ભુવ નાયક .
સુખધામ શેષ દશરથ સતણ
મટી પીર મુનિ વૃંદકી ,
કર જોડ ´દાદ` કીરતિ કહત ,
જય હો સુમિત્રાનંદકી .

*કવિશ્રી-: દાદ બાપુ (દાદુ દાન ગઢવી)✍*

*ટાઇપિંગ -: ધર્મેશ ગાબાણી*

*સૌજન્ય~:હરજુગ ભા ગઢવી*
૭૬ ૯ ૮૮ ૨૪ ૬ ૨૧
૭૦ ૪ ૬૫ ૬૧ ૮ ૬૧

શુક્રવાર, 30 માર્ચ, 2018

સ્પર્ધાત્મક પરિક્ષાની માટે પારેવાળા માર્ગદર્શન સેમિનાર

જય સોનબાઈ માં

સ્પર્ધાત્મક* *પરીક્ષાની* *તૈયારી* *કરતા* *ચારણ(ગઢવી)* *સમાજનાં* *ઉમેદવાર* *ભાઈઓ*- *બહેનો* *માટે* *પારેવાળામાં* *માર્ગદર્શન* *સેમિનાર*  #

*સેમિનારનું સ્થળ અને સમય:-*
*ગામ:-મુ.પારેવાળા તા.જસદણ જી.રાજકોટ* *તા. 01/04/2018 વાર:-રવિવાર સાંજે 4 થી 6 કલાક દરમિયાન*

*માર્ગદર્શન* *આપનાર* *વક્તાશ્રીઓ:-*
*(1) શૈલેષભાઇ* *લાંબા* *(ગઢવી)*
*(2) રુતુબેન* *રાબા* *(ગઢવી)* *(Dy.S.P.)*
*અને* *અન્ય* *અધિકારીઓ*

*માર્ગદર્શન સેમિનાર તેમજ સન્માન સમારોહ*

*સમગ્ર ચારણ સમાજનું ગૌરવ એવાં તાજેતરમાં સીધી ભરતીથી  Dy.S.p. બનેલા બહેન શ્રી રુતુબેન અમરસિંહભા રાબાનું આ તકે સમસ્ત પારેવાળા ચારણ સમાજ વતી સન્માન કરવામાં આવશે.*

*આગામી* *સમયમાં* *રાજય સરકાર* *અને* *કેન્દ્ર સરકાર દ્વારા* *આવનાર* *GPSC, PSI-ASI*, *પોલીસ કોન્સ્ટેબલ*, *તલાટી મંત્રી*, *બિન સચિવાલય ક્લાર્ક*, *રેલવે*, *SSC* *જેવી સ્પર્ધાત્મક  પરીક્ષાઓમાં સફળ થવા માટે અત્યંત ઉપયોગી માર્ગદર્શન* *આપવામાં આવશે.*

*વધુમાં વધું ચારણ સમાજનાં ભાઈઓ તથા બહેનો આ માર્ગદર્શન સેમીનારનો લાભ લે અને સરકારી નોકરીમાં પાસ થાઇને સમાજનું ગૌરવ વધારે તેવો અમારો શુદ્ધ અને સેવાકીય હેતુ છે.*

*નિમંત્રક:- સમસ્ત પારેવાળા ચારણ સમાજ*

*સેમિનાર તદ્દન નિ:શુલ્ક છે. તેમાં જોડાવા માટે  9277758777 પર કોલ કરી  આપનું નામ નોંધાવવું અનિવાર્ય  છે* *જેથી કરીને અમોને આયોજન કરવામાં સરળતા રહે...*

*વધારે માહિતી માટે :-* 90332 81181

*ખાસ નોંધ:-કાર્યક્રમ પૂર્ણ થયા પછી જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે.*

          *વંદે સોનલ માતરમ્*

આઈશ્રી સોનલ કેરિયર ડેવલપમેન્ટ એકેડમી રાજકોટ


આઈ શ્રી સોનલમાં સ્ટડી સેન્ટર -રાજકોટ

    (આઈ શ્રી કંકુકેશરમાં દ્વારા પ્રેરીત)

*આપ સૌ ને જણાવવાનું કે સ્પર્ધાત્મક પરિક્ષાના સમયમાં ચારણ (ગઢવી) સમાજમાં સરકારી સેવાઓમાં નિમણુક થવા ઈચ્છતા આપણા સમાજના ઉમેદવારો આઈશ્રી સોનલમાંના આશિર્વાદ અને વડીલોના સહકાર દ્વારા કામગીરી હાથ ધરેલ હોય આ સ્પર્ધાત્મક પરિક્ષા આવનાર ભવિષ્યના સમયમાં આ વર્ગ ઉમેદવારોને ઉપયોગી બની રહે તે માટે નિચે મુજબની કામગીરી અને સેવાઓ હાથ ધરાશે.*


1. સૌરાષ્ટ્રની અનુભવી ટીચીંગ ટીમ જેમા માત્ર સ્પર્ધાત્મક પરિક્ષાના જ ક્ષત્રે કાર્યરત હોય તથા રાજકોટની નામાંકીત સંસ્થાઓમાં સેવા આપી રહ્યા હોય


2. સ્પર્ધાત્મક પરિક્ષામા જરુરી વિષય ઈતિહાસ , ભુગોલ ,ગણીત , વર્ક, સામાન્ય વિગ્નાન, બંધારણ અને કાયદાના નિષ્ણાંતો જેવા કે શ્રી મનિષભાઈ ગઢવી , શ્રી ભૌતિક ઠક્કર (સ્પીપા ફેક્લટી અને મેથ્સ ગુરુ)તથા શ્રી જગતભાઈ ગઢવી જેવી અનુભવી ફેકલ્ટીઓ સેવા આપશે 


3. આવનાર સ્પર્ધાત્મક પરિક્ષાઓ જેવી કે પી.એસ.આઈ. પોલીસ કોન્સટેબલ , તલાટી , હાઈકોર્ટ ક્લાર્ક અને રેલ્વે જેવી સ્પર્ધાત્મક પરિક્ષાઓ માં થવા માટે શોર્ટ કટ રીતોનું ગ્નાન આપવામાં આવશે.


4.  સમયાંતરે પરિક્ષાઓનું આયોજન હાથ ધરાશે .


5  સ્પર્ધાત્મક પરિક્ષા માટે જરુરીયાત મુજબનું સચોટ અને ખરુ સાહિત્ય પણ આપવામાં આવશે.


6.  નક્કી થયેલ ફેકલ્ટી સિવાય અન્ય કોઈ મહેમાન કે અન્ય દ્વારા ક્યારેય પણ વિદ્યાર્થીઓના સમય બગાડવામાં નહિ આવે.


7.  આ સ્પર્ધાત્મક તાલીમ વર્ગો સેવાકીય હેતુ થી અેટલે કે ટોકન દરે ફ્રી થી શરુ કરવાના હોય તો દરેક ઉમેદવાર સહકાર અને સેવાના માધ્યમથી જોડાઈ તે ઈચ્છનીય છે.


8.  આ સ્પર્ધાત્મક વર્ગ ફક્ત સેવાકીય હેતુ માટે જ કરવાનો થતો હોય સમાજના અગ્રણીઓ તથા ભામાશાઓ રસ દાખવે તે ઈચ્છનીય હોય તો સહકાર આપવા વિનંતી છે.


*નોંધ :- નિચે જણાવેલ મોબાઈલ નંબર પર વોટ્સએપ અથવા ફોન કરી રજીસ્ટેશન કરાવવું ફરજીયાત છે.*


*સંપર્ક :-*


*આઈશ્રી સોનલ કેરિયર ડેવલપમેન્ટ એકેડમી રાજકોટ*


*વધારે માહિતી માટે સંપર્ક*

*એસ.એન.ગઢવી- 9974023007*

*જયવીર ગઢવી - 9724320818*


*ચારણત્વ બ્લોગ પર જોવા માટે*


*વંદે સોનલ માતરમ્*

નિમાડ અને ખાનદેશ ની ધરતી પર સ્થિત આઈ શ્રી ખોડલ ભવન ચારણ છાત્રાવાસ" નું શુભારંભ આનંદીબેન પટેલ કરશે


गढवी युवक मंडळ ट्रस्ट - गांधीधाम द्वारा चारण समाजनुं गौरव अेवा जांबाझ पोलीस ईन्सपेक्टर श्री जयराजसिंह अेम. गढवी नुं विशिष्ठ सन्मान करवामां आव्युं



ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ - ગાંધીધામ દ્વારા સોનલધામ ખાતે સમગ્ર ચારણ સમાજ નું ગૌરવ અને જાંબાઝ પોલીસ સબઈન્સ્પેક્ટર શ્રી જયરાજસિંહ એમ ગઢવી  ગાંધીધામ એ ડિવિઝનમાં પી. એસ. આઈ નું   તા - 28-3-2018 ના સાજે 6 વાગે ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ ગાંધીધામ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું......તેમજ અન્ય ચારણ સમાજ ના સંગઠનો દ્વારા શ્રી જયરાજસિંહ ગઢવી નું સન્માન કરવામાં આવ્યુ હતું... 


જેમા ઉપસ્થિત સામાજિક મહાનુભાવો નું ગઢવી યુવક મંડળ ના પ્રમુખ શ્રી રાજેશભા આલગા દ્વારા આવકાર આપવામા આવ્યો..


ઉપસ્થિત મહાનુભાવો શ્રી દેવીદાનભા ગંગદાસભા દેવસુર(વરિષ્ઠ ઉપાધ્યક્ષ અખિલ હિન્દ ચારણ મહાસભા) , હસુભા ખાનજીભાઈ અયાચી, રમેશભા મુલકરણભા સાદૈયા, જીગરભા વાલજીભા દેવસુર (પ્રમુખ સમુહલગન સમીતી ગાંધીધામ) , સુરેશદાન ગઢવી (એડવોકેટ) વરજાંગભાઈ ગઢવી (એડવોકેટ) પ્રદીપભાઈ ગઢવી (ભજનીક) શીવરાજ ગઢવી (પ્રમુખ આદીપૂર ગઢવી સમાજ) વેલાભા વિજલ, હરીભા દેવસુર,દીલીપભાઈ આલગા તુલશીભા આલગા, કલાભા દેવસુર, મુરજીભાઈ ગઢવી, મયુરદાન ગઢવી, રાજભા ગઢવી, ધનરાજભા ગઢવી, ભરતભા વિજલ, જીગરદાન ગઢવી તેમજ નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.. આવેલ મહેમાન નો નું ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ ના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું...


સમગ્ર કાયૅકમ નુ સંચાલન ગઢવી યુવક મંડળ ટ્રસ્ટ ના મહામંત્રી વિપુલ એલ ગઢવી (એડવોકેટ) દ્વારા કરવામાં આવ્યું હતું.. આ કાયૅકમ ને સફળ બનાવવા માટે નરસંગભા દેવસુર, રાઘવભા ભાંચળીયા, મનુભા મધુડા, કિશોરભા દેવસુર, રાજેશભા લાંબા તેમજ યુવક મંડળ ના સભ્યો દ્વારા જહેમત ઉઠાવી  હતી....

वढीयारना शिक्षक, साहित्यकार भगवतदान गढवी "चरज नेटवर्क" बेस्ट प्रतिनिधि अेवोर्डथी सन्मानित थया

ગુરુવાર, 29 માર્ચ, 2018

चरज नेटवर्क

ચારણોની  મૂળ ગ્રામ્ય સંસ્કૃતી અને ખેતી આધારિત આર્થિક વ્યવસ્થા. કોઠાસૂઝ ખૂબ પણ અક્ષર જ્ઞાન પ્રમાણમાં ઓછુ ઍટલે જેતે સમયે શહેરીકરણ પણ પ્રમાણમા ઓછુ.  આવી પરિસ્થિતિમાં ઉદ્યોગ વ્યાપાર વિષે વિચારવુ લગભગ અશક્ય.  આવી વિશિષ્ટ પરિસ્થિતિમાં અમુક ચારણોએ ઉચ્ચ અભ્યાસ કરીને  નોકરી અને વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી તો અમુક ચારણો કે જે વધારે અભ્યાસ ન કરી શકયા  પણ  પોતાની આગવી આવડત, અવિરત સંઘર્ષ અને કોઠાસૂઝથી ઉદ્યોગ જગતમાં એક અનેરી નામના મેળવી.


આવા જ એક ચારણ ઉદ્યોગપતિ જેમનું નામ છે સમરથદાન ગઢવી, જેમણે પોતાની ધગશ અને મેહનતથી હાઈડ્રોલીક ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડી કલોલ જેવા નાના ગામમાંથી  પોતાની કંપની દુર્ગા ટ્રેક્ટરસનું નામ વિશ્વના અનેક દેશોમાં ગુંજતું કરી દીધું .


ત્યારબાદ પાનચંદ નામની વ્યક્તિ જે એન્જિન  રિપેરીંગનું  કામ બહુ સારું જાણતા  તેમની સાથે મળીને  કલોલમાં  ભાડાની જગ્યા પર રિપેરીંગ નો ધંધો ચાલુ કર્યો. ત્યારે તેમણે ખ્યાલ પણ ન હતો કે આ નાનો ધંધો ભવિષ્યમાં દુર્ગા ટ્રેક્ટરસના નામે વિશ્વવ્યાપી બનવાનો છે. 


તે સમયે કલોલ માં આવેલી ONGC કંપનીના આધુનિક મશીન જ્યારે ખરાબ થતા અને કોઈ જગ્યાએ રીપેર ના થતું ત્યારે અંતે એ મશીન સમરથદાનજી  પાસે આવતું  અને તેઓ પોતાની ટેકનીકલ આવડતથી મશીન રિપેર કરી દેતા. આવા અનુભવો થી તે  હાઇડ્રોલિક વિષે શીખ્યા અને તેમાથી હાઇડ્રોલિક સંચાલિત અનેક મશીન બનાવ્યા અને વિશ્વભરમા નામના મેળવી.  આ દરમ્યાન તેમણે પાણી ના બૉર બનાવવાના મશીન, ટ્રૅક્ટર પર હાઇડ્રોલિક લોડર  જેવા અનેક મશીન બનાવાની કુશળતા મેળવી. 


પોતાના મશીન ની કવોલીટી વિષે જણાવતા તેમણે કહ્યું કે "મશીન ના પાર્ટ્સ અને એની કવોલીટીમાં હું ક્યારેય સમાધાન નથી કરતો ,મારે જ આ મશીન વાપરવાનું છે એમ માની ને જ હું દરેક મશીન ઉત્તમ ગુણવત્તાવાળુ જ બનાવું છું .જેથી મશીન અંગે કોઈ ગ્રાહકની  લાંબા સમય સુધી કોઈ ફરિયાદ આવતી જ નથી .


નવી પેઢીના યુવાનોને પોતાના અનુભવ પરથી સમરથદાનજી  જણાવે છે કે "બે પૈસા કમાવવા હોઈ તો બાપનું ગામ છોડો...સંપતી બનાવવી હોઈ તો દેશ છોડો". 3M - મસાલો, મોટરસાઇકલ અને મોબાઇલથી દૂર રહો. સમયનો સદુપયોગ કરો.ટેકનોલોજી તરફ ઍક કદમ માંડશો તો તેમાથી તમને ઉજ્જવળ ભવિષ્યના બે રસ્તા મળશે. અમે સામાન્ય રિપેરીંગમાથી હાઇડ્રોલિકમા આવ્યા તો અનેક હાઇડ્રોલિક ટેક્નાલજી આધારિત મશીન બનાવી  પ્રગતી કરી.  અંતે તો તમારો સમયનો સદુપયોગ અને સંઘર્ષ જ તમારા જીવનને  આકાર આપે છે...સફળતા અપાવે છે.- ચરજ નેટવર્ક મેગેઝીન”શક્તિ વિશેષાંક” જાન્યુઆરી ૨૦૧૮

Featured Post

શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ

શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !!        જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...