ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 18 સપ્ટેમ્બર, 2021

સ્વર્ગિય શ્રી બી.કે ગઢવી (ભૈરવદાન જી ) સાહેબ ની ૧૬ મી પુણ્યતિથિ


આજે તા.૧૮-૯-૨૦૨૧ એટલે સ્વર્ગિય શ્રી બી.કે ગઢવી (ભૈરવદાન જી ) સાહેબ ની ૧૬ મી પુણ્યતિથિ છે.

તેમના વિશે ટૂંકમાં માહિતી મુકવાનો પ્રયત્ન કરેલ છે.

 પૂરુ નામ :-  ભૈરવદાનજી ખેતદાનજી ગઢવી  
જન્મ :- ૧૬-૪-૧૯૩૭ 
સ્વર્ગવાસ  :-  ૧૮-૯-૨૦૦૫
જન્મ સ્થળ - પેશુવા ,રાજસ્થાન

તેઓ  ગુજરાતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા હતા જેમણે સાતમી, આઠમી અને અગિયારમી લોક સભા ચૂંટણીઓ જીતીને ૧૯૮૦ થી ૧૯૮૯ અને ૧૯૯૬ થી ૧૯૯૭માં બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ૧૯૮૬ થી ૧૯૮૯ દરમિયાન ભારત સરકારમાં રાજ્ય કક્ષાના નાણાં મંત્રી રહ્યા હતા.

ચારણ સમાજ ના અણમોલ રત્ન , સમાજસેવક , જ્ઞાતિ પ્રેમી , કર્મયોગી મુઠ્ઠી ઊંચેરા ચારણ પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન સ્વ.શ્રી બી.કે. ગઢવી સાહેબની ૧૫ મી પુણ્યતિથિ નિમિત્તે શત શત વંદન


           *વંદે સોનલ માતરમ્*

બુધવાર, 25 ઑગસ્ટ, 2021

દિવ્યભાસ્કર ગ્રુપ દ્વારા 2021 ના વર્ષ દરમ્યાન ભાવનગર પોલીસ અધિકારી /કર્મચારીઓને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ "પોલીસ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવેલ


તા.૨૪/૦૮/૨૦૨૧ ના રોજ દિવ્યભાસ્કર ગ્રુપ દ્વારા 2021 ના વર્ષ દરમ્યાન ભાવનગર પોલીસ અધિકારી /કર્મચારીઓને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ "પોલીસ એવોર્ડ" થી  સન્માનિત કરવામાં આવેલ 


જે.આર.ભાચકન  પી.આઇ.  " સી"  ડિવિઝન ભાવનગર ને  "સી" ડિવિઝન બેસ્ટ પોલીસ સ્ટેશન એવોર્ડ  2021 થી સન્માનિત કરેલ 

ડી.કે.ગઢવી હેડ કોન્સ્ટેબલ ગારિયાધાર પોલીસ સ્ટેશન નાઓને ચાઇલ્ડ સેફ્ટી એવોર્ડ 2021  થી સન્માનિત કરેલ

શુક્રવાર, 20 ઑગસ્ટ, 2021

ચારણ સમાજનું ગૌરવ



ચારણ સમાજનું ગૌરવ 

*Most Generous. Mrs. Raigad  પૂર્વીબેન ગઢવી.*
મૂળ કચ્છના અને હાલ નવી મુંબઈ સ્થિત આપણા સમાજનું ગૌરવ  પુર્વીબેન ગઢવી.

*ઈચ્છા શક્તિ મક્કમ હોય તો ધારેતે સિધ્ધિઓ મેળવી શકે તેનું ઉદાહરણ પૂરું પાડતી ચારણ દીકરી એટલે પૂર્વીબેન ગઢવી.*

ચારણ સમાજની અનેક બેનો.દિકરીઓ પૂર્વીબેને હાસિલ સિદ્ધિ ઓ થી પ્રેરણા મેળવશે તેવી આશા સાથે પૂર્વીબેન ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ 
💐💐💐

માતાજી ખૂબ પ્રગતિ કરાવે તેવી મંગલ કામના


મંગળવાર, 10 ઑગસ્ટ, 2021

ચારણ મહાત્મા ઇસરદાસજી ની જન્મ જયંતિ




મહાત્મા ઇસરદાસ 
શ્રાવણ સુદ બીજ એટલે ચારણ માહાત્મ્ય ઇસરદાસજી નુ પ્રાગટય દિવસ કોટી કોટી વંદન ચારણ મહાત્મા ઇસરદાસજી ને....

જન્મ વિક્રમ સંવત ૧૫૧૫ શ્રાવણ સુદ બીજ

મહાત્મા ઇસરદાસજીનો જન્મ મારવાડના ભાદ્રેશ ગામમાં વિક્રમ સંવત ૧૫૧૫ માં શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે થયો. તેમના પિતા સુરાજી અને તેમના માતૃશ્રી સરળ સ્વભાવના અને પ્રભુ પરાયણ વૃત્તિ ધરાવતા હતા. તેઓ સાદુ અને સંસ્કારી જીવન જીવનારા હતા. સુરાજીના ભાઇ આશાજી લક્ષ્મણજી તરફ અનન્ય શ્રધ્ધા અને ભક્તિ ધરાવતા હતા. સાંસારિક તકલીફોમાં પણ સુરાજી સમતા રાખી શાંત ચિત્તે પ્રભુ સ્મરણ કરતા હતા. 

એક એવો પ્રસંગ કહેવાય છે કે ખેતરમાં કામ કરતામજૂરો માટે સુરાજીએ બનાવેલી રસોઇ સુરાજીના પિતરાઇઓની ખટપટને કારણે મજૂરો કામ પર ન આવતા બગડે તેમ હતી. તેજ સમયે મહંત જ્વાલાગીરીજીની જમાત જે જોગાનુજોગ ગામમાં હતી તેમને ભાવપૂર્વક નિમંત્રણ આપીને સુરાજીએ ભોજન કરાવ્યું. સંત જ્વાલાગીરીજીને આ ઘટનાની વિશેષ જાણકારી મળતા તેમના દયાળું સ્વભાવને કારણે સુરાજીના પિતરાઇ ભાઇ ગુમાનદાનજીને સમજાવવા પ્રયાસ કર્યો.ગુમાનદાનજીએ તેમની તામસી પ્રકૃતિને કારણે સંતની વાત કાને ધરી નહિ અને તેમને ખૂબજ અપમાન જનક શબ્દો કહ્યા. તેમણે ઇસરદાસજી અપુત્ર હોવાથી તેમની તમામ મિલ્કત પોતાને જ મળવાનો હુંકાર પણ કર્યો. એમ કહેવાય છે કે સંત જ્વાલાગીરીજીએ આ સમયે સુરાજીને ત્યાં પુત્ર તરીકે જન્મ લેવાનું નક્કી કર્યું અને તે પ્રમાણે વરદાન સુરાજીને આપી ત્યાંથી પ્રયાણ કર્યું.

સુરાજીએ પુત્ર જન્મને ઇશ્વરના આર્શીવાદ તથા સંતનો અનુગ્રહ સમજી તેના નામકરણ સંસ્કાર કર્યા. ઇસરદાસજીના જન્મ પછી તેમના પિતાજીની ઉન્નતિ થવા લાગી. ઇસરદાસજીને કાવ્ય અભ્યાસ કરાવવામાં તેમના કાકા આશાજીનો ઘણો મોટો ફાળો હતો. આશાજી પણ લક્ષ્મણજીના પરમ ઉપાસક હતા અને સાહિત્યમાં તેમની ઊંડી સૂઝ હતી. ઇસરદાસજીના લગ્ન દેવલબાઇ સાથે થયેલા. જેઓ ખૂબજ સંસ્કારી સ્વભાવના હતા. ઇસરદાસજીનો તેમના કાકા આશાજી સાથેનો ગીરનારનો પ્રવાસ એક ઔલોકિક ચમત્કારરૂપ બન્યો હોય એમ કહેવાય છે. લક્ષ્મણજીએ તેમને ગીરનારના દર્શન આપીને ભક્તિ અને જ્ઞાનના ઉચ્ચતમ શીખરોનું દર્શન કરાવ્યું અને આ માર્ગે તેમની સતત ઉન્નતિ થાય તેવા આર્શીવાદ આપ્યા. 

તેમના જીવનની બીજી એક વાત કે જેના કારણે તેમના જીવનને એક નવો વળાંક મળ્યો તે પણ પ્રચલિત છે. જામરાવલની કચેરીની ઇસરદાસજીની મુલાકાત વખતે તેમના કાવ્ય વૈભવથી મહારાજા સહિત સૌ દરબારીઓ પ્રસન્ન થયા.પરંતુ એક વિચક્ષણ અને વિદ્વાન ભૂદેવે તેમને સંસારીઓની સંગત છોડી ઇશ્વરનો ગુણાનુરાગ કરવા માટે કલમ ઉપાડવા પ્રેરિત કર્યા. શ્રી પિતાંબર ભટ્ટ નામના આ પવિત્ર તથા સંસ્કારી ભુદેવના અમૂલ્ય  ઉપકારનું ઋણ સ્વીકારીને ભક્તકવિએ તેમને ગુરૂપદે સ્થાપેલ છે. પરમતત્વની ઉપાસનાના માર્ગે હવે તેઓ પોતાની કવન શક્તિ વાળે છે. 

ઇસરદાસજીનાજીવન સાથે ઘણી બધી લોકોકિતઓ જોડાયેલી છે. આ બધી કીવદંતીઓને જોઇએ તો એ વાત સ્પષ્ટ થાય છે કે તેમની વ્યક્તિગત પ્રતિભા તથા પ્રખર કાવ્ય શક્તિને તે કાળમાં ઘણો બધો આદર અને અહોભાવ મળ્યા હતા. 

ક્ષત્રિયો વચ્ચેના બીનજરૂરી સંઘર્ષો ટાળવાના તેમના પ્રયાસો પણ નોંધપાત્ર છે. ઇસરદાસજીના બીજા લગ્ન રાજબાઇ સાથે થયા. જેઓ તેમના પ્રથમ ધર્મપત્નિનો બીજો અવતાર હોવાનું કહેવાય છે. ઇસરદાસજીના વંશજો ઇસરાણી-બારહટ્ટ તરીકે ઓળખાય છે.

હરિરસ પુસ્તક ડાઊનલોડ કરવા માટે અહીંયા :- ક્લિક કરો
છોટા હરિરસ પુસ્તક ડાઊનલોડ કરવા અહીંયા :- ક્લિક કરો
ગુણ નિંદા પુસ્તક ડાઊનલોડ કરવા માટે અહીંયા :- ક્લિક કરો

રવિવાર, 8 ઑગસ્ટ, 2021

વિષય : ગીર સોમનાથ જિલ્લા ના ગીર ગઢડા તાલુકાના ના જસાધાર પાસે સરકડિયા સોનબાઇ માં ના મંદિરે વન વિભાગ દ્વારા રસ્તો ચાલુ કરવા બાબત .

વિષય : ગીર સોમનાથ જિલ્લા ના ગીર ગઢડા તાલુકાના ના જસાધાર પાસે સરકડિયા સોનબાઇ માં ના મંદિરે વન વિભાગ દ્વારા રસ્તો ચાલુ કરવા બાબત .

ગઢવી સમાજ કન્યા છાત્રાલય - આદિપુર , ( કચ્છ )


ગઢવી સમાજ કન્યા છાત્રાલય - આદિપુર , ( કચ્છ )

આથી *ગુજરાતના ગઢવી સમાજ જોગ નિવેદન* કે ઉપરોક્ત કન્યા છાત્રાલયમાં ધોરણ 9 ( નવ ) કે તેથી ઉપરના કોઇ પણ ધોરણ કે કોલેજમાં અભ્યાસ કરતી ગઢવી સમાજની કોઇ પણ દીકરીને એડમીશન મેળવવા માટેનું ફોર્મ ભરવાનું શરૂ કરી દેવામાં આવેલ છે .
આ છાત્રાલયમાં દાખલ થનાર કોઇ પણ દીકરી પાસેથી છાત્રાલયમાં રહેવા જમવા કે અન્ય તમામ સુવિધાઓ પેટે કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી , તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે
. માટે આપની દીકરીઓને આ છાત્રાલયમાં દાખલ કરવા બાબત યોગ્ય અરજી કરવાની કાર્યવાહી કરવા વિનંતી .

*નોંધ : -*
આદિપુર શહેર મધ્યે નીચે મુજબની શિક્ષણ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે
1. ધોરણ 9 થી 12 સુધી ગુજરાતી , હિન્દી , અંગ્રેજી માધ્યમની શાળાઓ .
2. આઇ.ટી.આઇ.
3.  આર્ટ્સ , કોમર્સ અને સાયન્સ પ્રવાહની કોલેજો .
4.  બી.એડ. કોલેજ
5.  એલ.એલ.બી. કોલેજ
6.  બી.બી. એ . , બી . સી.એ. , એમ.બી.એ. કોલેજ
7.  નર્સિંગ કોલેજ .
વ્યવસ્થાપક ગઢવી સમાજ કન્યા છાત્રાલય આદિપુર - કચ્છ

*સંપર્ક :-*
1. જબરદાન એન.ગઢવી-
       9879507015
2.ઘનશ્યામ વી.ગઢવી 
     9825802577
3. સાત્વિકદાન એમ.ગઢવી-
      9726799444
4.વસંતદાન આઇ.ગઢવી-
      9586006699

શુક્રવાર, 6 ઑગસ્ટ, 2021

ચારણ સમાજનું ગૌરવ

ચારણ સમાજનું ગૌરવ 
જણાવતા ખૂબ જ આનંદ થાય કે 
આજ રોજ ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપ સાહેબ ઠાકોરના વરદ હસ્તે મારા ભત્રીજા દિલીપભાઈ સરઠીયાનું  ખંભાળિયા ખંભાળિયા ખાતે  સન્માન કરવામાં આવ્યું તેમજ  તેમને ભુજ કચ્છના સેકશન ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવી.

🙏🏻આઈ તોજા આશીર્વાદ 🙏🏻

Featured Post

શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ

શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !!        જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...