ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 12 જુલાઈ, 2021

આજે ભજન સમ્રાટ નારાયણનંદ સરસ્વતી ( નારાયણ સ્વામી) ની જન્મ જયંતિ

આજે ભજન સમ્રાટ નારાયણનંદ સરસ્વતી ( નારાયણ સ્વામી) ની જન્મ જયંતિ 

ટૂંક માં પરિચય :- શક્તિદાન લાંગાવદરા  
પિતાનું નામ :- મહિદાન લાંગાવદરા 
માતાનું નામ :- જીવુબાબેન
જન્મ :- અષાઢ સુદ - ૨ વિક્રમ સંવત - ૧૯૯૪ 
બ્રહ્મલીન :- તા :- 16-09-2000

વધુ માહિતી માટે અહીંયા  :- ક્લિક કરો


જન્મ જ્યંતી એ કોટિ કોટિ વંદન  🌸🌸🌸

ગુરુવાર, 8 જુલાઈ, 2021

આઈ શ્રી સોનલમા એજ્યુકેશન ઍન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ - રાજકોટ દ્વારા પ્રકાશિત ત્રિ-માસિક સામયિક, "ચારણ સંસ્કૃતિ"

જાન્યુ.-માર્ચ ૨૦૨૧ અંક નંબર : ૪૧ 


ક્રિષ્ના P.G. હોસ્ટેલ ગાંધીનગર

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ માંથી સરકારી સ્થાપક પરીક્ષાઓની તૈયારી કરવા માટે આવતા બહાર ગામથી વિદ્યાર્થીઓ ભાઈઓ માટે રહેવા,જમવામાં, માટે ઉત્તમ સગવડ તેમજ ગાંધીનગર માં હોસ્ટેલ લાઈન નું ખુબજ મોટું ગ્રૂપ ધરતા 
     
તેમજ છેલ્લા 6 વર્ષ નું હોસ્ટેલ લાઈન નું બહોળો અનુભવ ધરાતા હોસ્ટેલ સંચાલક શ્રી માલદેભાઈ ગઢવી,તે વિદ્યાર્થીઓ ને પોતાના ફેમિલી મેમ્બરની જેમ જ રાખે , ઘર થી દુર પોતાનું જ ઘર છે તેમ જ રાખે, ઘર જેવું જ જમાડે.
      
એવા ભાઈ શ્રી માલદેભાઈ ગઢવી પોતાનું સામ્રાજ્ય વધારી રહયા છે તે ગાંધીનગર માં " ક્રિષ્ના P.G. હોસ્ટેલ " નામની નવી હોસ્ટેલ ચાલુ કરી રહ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન 💐
    
બહાર ગામ થી આવતા તમામ વિદ્યાર્થીઓ ભાઈઓ એ  " ક્રિષ્ના P.G. હોસ્ટેલ ."ની અવશ્ય મુલાકાત લેવા વિનંતી.
 
👉એડમિશન માટે કોન્ટેક નંબર
         9898934129

એડ્રેસ: પ્લોટ નં. 818/1, સંત રોહિદાશ મંદિરની બાજુમાં ,સેકટર-6/C ,ગાંધીનગર

બુધવાર, 7 જુલાઈ, 2021

કચ્છ ગઢવી સામાજિક ઉત્કર્ષ ટ્રસ્ટને સમૂહલગ્ન સહિતની સદપ્રવૃતિઓ માટે કાયમી આજીવન ફાળા પેટે રૂ. 151000/- ની રકમ


ગુજરાત ચારણ સમાજના અગ્રણી ઉધોગપતિ, જાણીતા શ્રેષ્ઠી અને સવાયા કચ્છી એવા શ્રી ગોવિંદભાઇ બારહટ, મેનેજીંગ ડાયરેક્ટર - ઇકોપેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ - (ભુજ-અંકલેશ્વર) મૂળ ગામ : વિર વદરકાએ તેમની વ્હાલસોયી પૌત્રી સ્વરા હનુભા (હાર્દિક) બારહટના છઠ્ઠા જન્મદિવસ નિમિત્તે કચ્છ ગઢવી સામાજિક ઉત્કર્ષ ટ્રસ્ટને સમૂહલગ્ન સહિતની સદપ્રવૃતિઓ માટે કાયમી આજીવન ફાળા પેટે રૂ. 151000/- ની રકમ ટ્રસ્ટના આજીવન અધ્યક્ષ શ્રી જબ્બરદાનજી નારાણજી રત્નુ સહિત અન્ય ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં અર્પણ કરી છે.

કચ્છ સમાજ એમની દરિયાદિલી ઉપરાંત તેમના દ્વારા નિરંતરપણે પ્રાપ્ત થયેલ સહજ, શાલીન અને સાલસ વ્યવહાર બદલ તેમનો આજીવન ઋણી રહેશે*

જન્મ દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઑ બેટા સ્વરા





આપની પૌત્રી સ્વરાના છઠ્ઠા જન્મ દિવસ નિમિત્તે હ્રદયપૂવઁકના અભિનંદન. માતાજી દીકરી સ્વરાને ખૂબ સારી તંદુરસ્તી અને દીર્ઘ આયુષ્ય આપે તથા આપના કુટુંબના સંસ્કાર વારસાને ખૂબ દીપાવે અને આપના પરિવારનું નામ રોશન કરે તેવી મા જગદંબા ને પ્રાર્થના.

બુધવાર, 30 જૂન, 2021

આઈશ્રી સોનલમાં સ્થાપિત શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ છાત્રાલય, જુનાગઢ

આજથી 51 વર્ષ પહેલા પ.પૂ. આઈશ્રી સોનબાઇ મા (મઢડા)એ ચારણ સમાજના વિધાર્થીઓ  માટે જૂનાગઢ ખાતે ચારણ બોર્ડિંગની સ્થાપના કરવામાં આવેલ.

આઈશ્રી સોનલ ચારણ સભા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, શ્રી કાનજીભાઈ નાગૈયા ચારણ છાત્રાલય, જુનાગઢ

સ્થાપના :- તા. 30-06-1970

આજરોજ 51 વર્ષ પૂર્ણ થયેલ છે.
  આ 51 વર્ષના સુવર્ણકાળ દરમ્યાન આજસુધી અનેક વિધાર્થીઓ સુવર્ણ યાદો આ છાત્રાલય સાથે જોડાયેલ છે. 

આઈશ્રી સોનબાઇ માંની કૃપા કાયમ દરેક વિધાર્થીઓ તથા ચારણ સમાજ પર બની રહે એ જ પ્રાર્થના🙏🏻🙏🏻


      *વંદે સોનલ માતરમ્*

મંગળવાર, 29 જૂન, 2021

ચારણ સમાજનું ગૌરવ

ગુજરાત જાહેર સેવા આયોગ-ગાંધીનગર દ્વારા  આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-૩)ની સીધી ભરતીમાં પ્રતિક્ષાયાદી (Waiting List)માં રહેલ ગઢવી સમાજના ચાર યુવાનો પસંદગી યાદીમાં સ્થાન પામેલ છે.

(૧) ભાવિનભાઈ કારાભાઈ કાંધાણી (ગઢવી)  જામજોધપુર
(૨) આશિષદાન કિશોરદાન ગઢવી 
(૩) કપિલકુમાર ભરતભાઈ મીશણ (ગાંધીનગર)
(4) રાજદીપ ભાવસિંહજી ખડીયા  (કવાડીયા, હળવદ,મોરબી.)

પસંદગી થયેલ ને ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
ભાવિનભાઈ કારાભાઈ કાંધાણી (ગઢવી



રાજદીપ ભાવસિંહજી ખડીયા 
 કવાડીયા, હળવદ,મોરબી.


કપિલકુમાર ભરતભાઈ મીશણ (ગાંધીનગર)