ગુજરાત ચારણ સમાજના અગ્રણી ઉધોગપતિ, જાણીતા શ્રેષ્ઠી અને સવાયા કચ્છી એવા શ્રી ગોવિંદભાઇ બારહટ, મેનેજીંગ ડાયરેક્ટર - ઇકોપેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ - (ભુજ-અંકલેશ્વર) મૂળ ગામ : વિર વદરકાએ તેમની વ્હાલસોયી પૌત્રી સ્વરા હનુભા (હાર્દિક) બારહટના છઠ્ઠા જન્મદિવસ નિમિત્તે કચ્છ ગઢવી સામાજિક ઉત્કર્ષ ટ્રસ્ટને સમૂહલગ્ન સહિતની સદપ્રવૃતિઓ માટે કાયમી આજીવન ફાળા પેટે રૂ. 151000/- ની રકમ ટ્રસ્ટના આજીવન અધ્યક્ષ શ્રી જબ્બરદાનજી નારાણજી રત્નુ સહિત અન્ય ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં અર્પણ કરી છે.
કચ્છ સમાજ એમની દરિયાદિલી ઉપરાંત તેમના દ્વારા નિરંતરપણે પ્રાપ્ત થયેલ સહજ, શાલીન અને સાલસ વ્યવહાર બદલ તેમનો આજીવન ઋણી રહેશે*
જન્મ દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઑ બેટા સ્વરા
આપની પૌત્રી સ્વરાના છઠ્ઠા જન્મ દિવસ નિમિત્તે હ્રદયપૂવઁકના અભિનંદન. માતાજી દીકરી સ્વરાને ખૂબ સારી તંદુરસ્તી અને દીર્ઘ આયુષ્ય આપે તથા આપના કુટુંબના સંસ્કાર વારસાને ખૂબ દીપાવે અને આપના પરિવારનું નામ રોશન કરે તેવી મા જગદંબા ને પ્રાર્થના.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો