ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 21 માર્ચ, 2021

સમર્થ લોક વાર્તાકાર બચુભાઈ ગઢવી (વઢવાણ) ની જન્મ જયંતિ


આજે ફાગણ સુદ સાતમ એટલે સમર્થ લોક વાર્તાકાર બચુભાઈ ગઢવી (વઢવાણ) ની જન્મ જયંતિ

બચુભાઈ નું ટુંકમાં પરીચય

નામ : - જીવાભાઈ રોહડીયા ( ઉર્ફે બચુભાઈ ) 
પિતાનું નામ : - ભાવસંગભાઈ રોહડીયા
 માતાનું નામ : - જીવુબા 
જન્મ : - તા . ૨૧-૦૩-૧૯૩૨ 
જન્મ સ્થળ : - દેદાદરા 
અવસાન : - તા.૧૧-૦૭-૧૯૯૫

કવિરાજ સ્પષ્ટવક્તા ચારણ હતા.
મહારાણા પ્રતાપના યુદ્ધનું વર્ણન કરતા હોય અને એ ઘમસાણ યુદ્ધ વચ્ચે અશ્વ ચેતકને શાહજાદા સલીમનાં હાથીના કુંભાથળ પ ૨ ડાબ મૂકવાનું કહેતા જે હાકલ મારતા એ વખતે હલ્દીઘાટીનું યુદ્ધ જાણે આપણી નજર સમક્ષ જ થતું હોય એવું આબેહુબ તાદશ્ય શબ્દચિત્ર શ્રોતાઓનાં માનસ પટ ૫૨ અંકિત થઈ જતું . આ લેખકને એમની અખ્ખલિત વાણી સાંભળવાનો વધુમાં વધુ લાભ મળેલ છે અને એમની સાથેનો સ્નેહનાતો શબ્દથી વર્ણવી શકાય તેમ નથી એટલી અનોઅન્ય આત્મીયતા રહેતી .



પ્રાગટયનું પહેલું કિરણ આપમેળે પ્રગટે એમ તેમનામાં પ્રજ્ઞાા પ્રગટી ગઇ હતી. ધરતી ફાડીને અણધાર્યો વાંસનો અંકુર ફૂટે તેમ વિદ્વત્તા વિસ્તરી ગઇ હતી. 
ઇતિહાસની વાત માંડે ત્યારે આર્યાવર્તનો ઇતિહાસ નાનો થઇ જાય.

નાથ સંપ્રદાયનો નાદ જેના રૂંવે રૂંવે નર્તન કરે. પડખે બેઠેલો ભાગ્યવાન હોય તો આઠેય કોઠે ટાઢક ઢળે એવો જની ભીતરમાં અભરે ભર્યો ભંડાર હતો.

જેને ઓળખવા માટે અંતરની આંખ જોઇએ. પામવાને માટે ગરૂડરાજની પાંખ જોઇએ. પચાવવા માટે પાત્રતા જોઇએ. સાચા અર્થમાં સમર્થ સાહિત્યકાર.

મોં માથે કાળી ભમ્મર દાઢી મૂછના કાતરા, વગડાના વાહારે ફરકતા હોય, ગળામાં રૂદ્રાક્ષની માળા, ઉઘાડી છાતી પર વાઘ-નહોર ઝુલતા હોય, ખંભે પડેલી કામળી ત્રાંબાવરણી કાયાના કારણે કળામય રૂપ ધારણ કરતી હોય, હાથના કાંડામાં ગેંડાનું કડું રમતું હોય, એક હાથમાં મુંજડા બળદોની રાશ હોય, બીજી ભૂજા હળને ભીંસ દેતી હોય, ઉપર ઝળુંબેલું આસમાન અંતરમાં આનંદના ઓઘ ઉછાળતું જરાક ઝુકીને જેની વિદ્વત્તાનાં વારણાં લેતું હોય. વઢવાણની સીમમાં આવું રૂપ બંધાયેલું દેખાયેલું ત્યારે એ એંધાણીએ એમ જાણેલું કે હળનો હાંકનારો બીજો કોઇ નહીં પણ બચુભાઇ ગઢવી છે.

ગણત્રી વગરના ગુણિયલ ગઢવીની જીભને ટેરવેથી સાહિત્યના તમામ પ્રકારો ત્રબકતા હતા. જેની બાનીમાં બુલંદી હતી. જેની નજરમાં બ્રહ્માંડને નિરખવાની નિજાનંદી હતી. બચુભાઇના પ્રતાપી પૂર્વજોનું મૂળવતન રાજસ્થાનની મરૂભૂમિ મારવાડ, મારૂ ચારણ ભાવસિંહ રોહડિયા અને માતા જીતુબાનું સંતાન.

ભગવાન મહાવીરનાં પુનિત પગલે પાવન થયેલી ભોમકા પર વસેલા વઢવાણને વતન બનાવેલ પિતા ભાવસિંહજી રોહડિયાની બાની રાજા રમવાડામાં રમતી હતી. માતા જીવુબાબહેનનો આત્મા આદ્યશક્તિ ઇશ્વરીમાં એકાકાર થયેલો. બચુભાઇને બિરદાવતા દુહા રચાણા.

(દુહા)

શબ્દુનો સાહેબ ધણી ધીંગો માડુ ધજ

જીવ્યો કરેણી કાજ રંગ તુને રોહડિયા

શિવા, રણ, વરદ્યમાની તો વિગતુંને વણનાર

એનો નવરંગ ચિતાર રંગ પૂરી ગ્યો રોહડિયો.

માતા જીજીબાઇએ જેમ શિવાજીને હીરની દોરીએ હીંચોળતાં હીંચોળતાં રામલખમણની વાત હાલરડાં ગાતાં ગાતાં પિવરાવીને વિશ્વ વિખ્યાતિના ખિતાબ ધારણ કરાવ્યા હતા એમ બચુભાઇની જોગમાયાના અવતારના અંશ સમાન માતાએ ખેતરમાં વાવણી વાવતાં કે કાપણી કાપતાં કાપતાં સાહિત્યના અમીકૂંપા પાયા.

બચુભાઇમાં શબ્દચાતુર્યની ચેતના સળવળી ત્યારે રાજદરબારો નહોતા. જો હોત તો લાખ પસાવના ઘણી બનત અને હવેલીઓમાં રહીને હિંડોળે હીંચકતા હોત. હળ હંકીને ધીંગા ધોરીને લાડ લડાવતાં તેમણે ધરતીને ખેડી ધાનના અને જ્ઞાાનના ઢગલા કર્યાં.

એની પાસે વિષયોનો પાર નહોતો. અણકથી કથાઓનો અણમૂલો અને અણખૂટ ખજાનો હતો. એની વાણીનાં વારિ સરિતાનાં ઘોડાપૂરની જેમ લોઢે ચઢતાં. સાગરનો ઘુઘવાટ સહજ હતો. ગહન જ્ઞાાન પણ ગજબનું હતું. ગૂઢ તત્વોને તારવી જાણનાર તત્વજ્ઞાાનીના આસન પર આરૂઢ થઇ શકવાનું સામર્થ્ય ધરાવનાર ચારણ ધીંગી ધરાનો ધીંગો જણ હતો. જેની ઊંચાઇ આભને આંબતી હતી.

હજારો જનમેદનીને જીતી જનાર કંઠ તો જનેતાની ધાવણની ધારાએ ધારાએ પોષાયો હતો. પણ એની સાધના સિધ્ધિનાં શિખરોને શોભાવતી હતી.

બચુભાઇ ગઢવી કોઇના આશ્ચિત નહોતા. તે કોઇ ફરમાસુ ગાયક કે વાર્તાકાર નહોતા. લોકહૈયામાં એનું દબદબાભર્યું આસન પડતું. કારણ કે તેઓ સાહિય્ના સાચા સંસ્કાર રોપનાર નરબંકો હતા. અંતરતમ ભાવોને પકડવાની સૂઝબૂઝ કીર્તિકળશને ઝળહળાવે એ સહજ ગણાય. આવા દેવીપુત્ર બચુભાઇ ગઢવી આપણી વચ્ચેથી વિદાય લઇ ગયાં.

ધરતી નો ધબકાર -- દોલત ભટ્ટ

બુધવાર, 17 માર્ચ, 2021

આજે ફાગણ સુદ ૪ એટલે પદ્મશ્રી ભક્તકવિ દુલાભાયા કાગ (ભગતબાપુ) ની ૪૪ મી પુણ્ય તિથિ


આજે ફાગણ સુદ ૪ એટલે પદ્મશ્રી  ભક્તકવિ દુલાભાયા કાગ (ભગતબાપુ) ની ૪૪ મી પુણ્ય તિથિ 

તે નિમિતે આજે (ભગત બાપુ) નો સંક્ષિપ્ત પરિચય


 ------------------------------------

 *નામ: -* દુલા ભાયા કાગ
 *પિતાનુનામ નામ: -* ભાયાભાઈ કાગ
 *જન્મ તારીખ: -* 25-11-1902
 *જન્મ સ્થળ: -* સોડવદરી
 *અભ્યાસ  : -* પાંચ ધોરણ
 *કવિતા: -* કાગવાની ભાગ 1 મી 8

 ઈ.સ.1962 ભારત સરકાર દ્વારા ના રોઝ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો.
 *અવશાન: -* ફાગણ - સુદ -૪ અને તા.  22-02-1977

દુલા ભાયા કાગ ગુજરાતી કવિ , ગીતકાર , લેખક હતા . તેમનો જન્મ સૌરાષ્ટ્રના સોડવદરી ગામે થયો હતો . • જ્ઞાન , ભક્તિ અને નીતિ - આચરણ જેવા વિષયોને ચારણી છંદ , ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે . 
તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના આઠ ભાગ માટે જાણીતા છે , જે ભજનો , રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે . તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે . • *૨૫ નવેમ્બર ૨૦૦૪ ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી*

 તેમની પુણ્યતિથિ  નિમિત્તે આવિ મહાન વિભૂતિ કોટિ કોટિ કોટિ વંદન

કાગબાપુ ની પુણ્યતિથિ પર ગુજરાત ગૌરવ સમાન કવિને નમન 
લોક કવિઓ તો ગુજરાત ના પ્રાણ સમાન છે.
એમાંય દુલા કાગ એટલે જન સાધારણની શાશ્વત મનીષાનુ અસાધારણ પ્રતિનિધિત્વ.
ગુજરાતી સાહિત્યના આ શિરોમણી કવિઓ તો આજે આપણી વચ્ચે નથી પણ એમનો ચારણી છાટવાળો શબ્દદેહ, ભજન, પ્રાર્થના, દુહા,જેવા જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે.
*કાગ* એટલે સર્વેમા નોખા તરી આવે એવા સાહિત્યકાર , ચારણ કુળમાં જન્મેલા દુલા ભાયા કાગ ગુજરાતી ભાષાના આગવા રચનાકારોમા શીર્ષસ્થ. છે.
તેમની રચનાઓ લોકબોલીમા, તળપદી શૈલીમાં ખૂબ ગહન, વિચાર પ્રેરક અને ચિંતનપ્રદ બૌદ્ધ આપી જાય છે



.      कविश्री काग ऐवोर्ड -2021

विश्व वंदनीयश्री मोरारिबापु प्रेरित कविश्री कागबापु लोकसाहित्य‌‌ अेवोर्ड‌ अर्पण विधि , विश्व वंदनीयश्री मोरारीबापुना वरद् हस्ते निचे मुजब आपवामां आवशे .

*(1) स्व श्री गीगाभाई बारोट (डोळीया)* 
*(2) स्व श्री मनुभाई गढवी  (मुंबई)*
*(3) श्री बळवंतभाई जानी (राजकोट)*
*(4) श्री योगेळभाई गढवी (बोक्षा)*
*(5) श्रीमती काशीबेन गोहील (भावनगर)*
*(6) श्री नाहरसिंह जसोल  (तेमावास,राजस्थान)*

ता. 17-3-2021 रात्रीना  कागधाम मजादर खाते पू. मोरारीबापुना वरद् हस्ते कविश्री काग ऐवोर्ड आपवामां आवशे. 

*कागने फळीये कागनी वातुं :-*
ता 17-3-2021 बपोरना 3 थी सांजना 6
पद्मश्री भीखुदानभाई गढवी
श्री शाहबुदीनभाई राठोड

*कार्यक्रम संकलन :-* 
श्री बळवंतभाई जानी 

पद्मश्री कवि कागबापु ट्रस्ट द्वारा सहु काग प्रेमीने पधारवा निमंत्रण पाठवेल छे‌

कवि काग ऐवोर्ड-2021 मेळववा बदल खूब खूब अभीनंदन
💐💐💐💐


                🙏 वंदे सोनल मातरम्  🙏

બુધવાર, 10 માર્ચ, 2021

કંકેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમઢિયાળા (ગઢવીના)


કંકેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમઢિયાળા (ગઢવીના)

જણાવવું કે આઇશ્રી સોનલમાં ની અસીમ કૃપાથી તથા આઇશ્રી કંકુ કેશર માની પ્રેરણા થી સમઢિયાળા (ગઢવીના)  ગામ સમસ્ત નવ નિર્મિત કંકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના શુભ અવસર આયોજન.

શોભાયાત્રા :-
 તારીખ :- ૧૦ - ૩ - ૨૦૨૧ સવારે ૮ કલાકે.

યજ્ઞ :- ૧૧ - ૩ -૨૦૨૧ સવારે ૮  કલાકે

પ્રાણ પ્રતિષ્ઠા :- તા ૧૧ - ૩ - ૨૦૨૧ ૧૨:૩૦ કલાકે 


વિક્રમબા ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન





અખિલ ભારતીય ચારણ - ગઢવી  મહિલા મહાસભા ના રાજકોટ મંત્રી વિક્રમબા ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

રાજકોટ ડિવિઝનના કોમર્શિયલ ડિપાર્ટમેન્ટના અધિકારી સિનિયર ડિવિઝન કોમર્શિયલ મેનેજર તથા આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર દ્વારા રાજકોટમાં રેલવે ટીકીટ બુકિંગ ઓફિસ માંથી એક માત્ર મહિલા નુ એવા વિક્રમબા ગઢવી નું આજે સન્માન કરવામાં આવ્યું. 
2020 થી 2021 દરમિયાન એક વર્ષમાં કોરોના કાળ માં વિક્રમબા ની રેલવેમાં ઉમદા સેવા આપવા બદલ અધિકારીઓ દ્વારા આજે ત્રીજો એવોર્ડ એનાયત કરાયો.
ખૂબ ખૂબ અભિનંદન 💐🌸
ઉતરોતર પ્રગતિ કરો તેવી શુભકામના 


જામનગર ગઢવી સમાજનું ગૌરવ

જામનગર ગઢવી સમાજનું ગૌરવ.

ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા ISO કન્સલટ તરીકે નામના મેળવતા નિલમબેન ગઢવી.
જેઓ ૨૦૦૩ થી ૨૦૨૧  સુધી સતત આ એવોર્ડ મેળવતા રહ્યા છે.
નીલમબેન મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે..



અવનવી માહિતી


ભારત સરકારે બનાવેલ વિચરતી અને વિમુક્ત જાતિ નક્કી કરવા માટેના બનાવાયેલ શ્રી રેન્કે કમિશન સમક્ષ વર્ષ 2008માં અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ સહિત સમાજના વિવિધ ટ્રસ્ટ દ્વારા ચારણ ગઢવી સમાજ ને વિચરતી જાતિ માં ગણવા રજૂઆત ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. આપણી આ રજૂઆત પ્રાથમિક દ્રષ્ટિએ ગ્રાહ્ય રાખવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા શ્રી રેન કે કમિશનને મોકલવામાં આવેલ વિચરતી અને વિમુક્ત જાતિ ની યાદીઓ ઉપર કમિશને વિચારણા કરી ભારત સરકારને રજુ કરેલ તેમના ડ્રાફ્ટ રિપોર્ટ માં ક્રમ 8 ઉપર ચારણ જ્ઞાતિનો ઉલ્લેખ કરાયો છે. આમ ચારણ સમાજને વિચરતી જાતિ નો લાભ આપવા નું કમિશન અને તેના ડ્રાફ્ટમાં સ્વીકાર્યું છે. જે આપણા સમાજ માટે આનંદની વાત છે. કમિશનના રિપોર્ટ ની નકલ આ સાથે મુકેલ છે . જે સમાજને જાણ માટે.
લી.નરહર દાન અજીતસિંહ ગઢવી સેક્રેટરી અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ ગાંધીનગર.

મંગળવાર, 9 માર્ચ, 2021

આજે પૂજ્ય મેરુભાબાપુ મેઘાણંદજી ગઢવી નો જન્મ દિવસ.


આજે  પૂજ્ય મેરુભાબાપુ મેઘાણંદજી ગઢવી  નો જન્મ દિવસ.

મેરુભાબાપુ  મેઘાણંદજી ગઢવી નું ટૂંક માં પરિચય

નામ: મેરુભા મેઘાણંદજી ગઢવી  ભારત દેશના ગુજરાત રાજ્યમાં પોરબંદરના છત્રાવા ખાતે વસવાટ કરતા એક લોકસાહિત્ય કલાકાર હતા. સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કારનું સિંચન કરનાર મેરુભાનો જન્મ ૧૯૦૬ માં (સવંત ૧૯૬૨, ફાગણ સુદ ૧૪ના દિવસે) થયો હતો. 
પિતા મેઘાણંદજી ગઢવીની વાર્તાકથની મુગ્ધભાવે માણતા મેરૂભા બાળપણથી જ લોકસાહિત્યના રંગે રંગાઈ ગયા હતા. કવિ દુલા ભાયા કાગ, ઝવેરચંદ મેઘાણી અને મેરૂભા એકબીજા સાથે મળી કાર્યક્રમો આપતા.

મેરુભા ગઢવી
જન્મ 9/3/1906
મૃત્યુ  1/4/1977
તેમણે પોતાની મીઠી હલકથી કાગવાણીના ગીતો અને ભજનો રજૂ કરીને અનેકવાર શ્રોતાઓને ડોલાવ્યા છે. તેમના કંઠમાં કંપન, વેધકતા તેમ જ દર્દ હતાં. એમના કંઠની ભવ્ય બુલંદી શ્રોતાઓને સ્વરલોકની યાત્રાએ ઉપાડી કોઈ નવા જ મુકામ પર લઈ જતી. માતા સરસ્વતીની ઉપાસના સાથે એમણે ગુજરાતમાં ભ્રમણ કરતા રહી ગાંધીયુગના સાહિત્ય સંસ્કારની ચેતનાનો દીવાને પ્રજ્વલિત રાખ્યો હતો. તેઓ માત્ર લોકસાહિત્યના આરાધક અને ગાયક જ ન રહેતાં, દીર્ધદ્દષ્ટા અને સમાજ સુધારક તરીકે પણ યોગદાન આપ્યાં હતા. હરિજનો અને નબળા વર્ગોને માટે તેમણે વસાહત બંધાવી હતી આ ઉપરાંત કન્યા કેળવણી ના પ્રણેતા હતા આજે પણ જૂનાગઢ માં એમના ટ્રસ્ટ ની કન્યા છત્રલાય ચાલે છે. દ્વારકામઠના જગદ્ગુરુ શંકરાચાર્યજીએ તેમને ‘કવિરત્ન’ તરીકેનો ઈલ્કાબ એનાયત કરી તેમની સાહિત્યકલાની કદર કરી છે. ઉત્તરાવસ્થામાં તેઓ ભક્તિના રંગે રંગાતાં તમામ પ્રવૃતિઓમાંથી નિવૃતિ લીધી હતી.

જૂનાગઢમા  મેરૂભા મેધાણંદજી ગઢવી ના નામનો  મા રોડ છે..આ રોડ ઉપરથી નીકળતા આજે પણ ગૌરવ અનુભવાઈ છે...
૧ એપ્રિલ ૧૯૭૭ ના રોજ એમનું અવસાન થયું હતું.

જાણકારી આપવા બદલ નીલમબેન ગઢવી નો ખૂબ જ આભાર.

Featured Post

આજે ભાદરવા વદ -૯ એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની ૪૫૦ મી જન્મ જયંતી

આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની ૪૫૦ મી જન્મ જયંતી છે. ભારતમાં સનાતન વૈદિક ધર્મન...