ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 12 ફેબ્રુઆરી, 2021

ચારણ સમાજનું ગૌરવ...

ગઢવી સમાજનું ગૌરવ...

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર (વર્ગ - ૨) સીધી ભરતીમાં ગઢવી સમાજના બે યુવાનોની પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ...

(૧) સવરાજ દેવરાજભાઈ ગીલવા.
(૨) મયુર દેવાંગભાઈ ગઢવી.

ઝરપરા અને રાયણમાંથી સૌ પ્રથમ P.I.બનવા બદલ બંને ભાઈઓને 
ખુબ ખુબ અભિનંદન....


સોમવાર, 1 ફેબ્રુઆરી, 2021

જૂનાગઢ ખાતે આઈશ્રી સોનલમાં ચારણ કન્યા છાત્રાલય ખાતે પદ્મશ્રી દાદબાપુ નો સન્માન કાર્યક્રમ યોજાયો.




તા 31..1.2021 જૂનાગઢ ખાતે આઈશ્રી સોનલમાં ચારણ કન્યા છાત્રાલય ખાતે પદ્મશ્રી દાદબાપુ નો સન્માન કાર્યક્રમ યોજાયો.
મેરુભા મેઘાણંદ કેળવણી મંડળ જૂનાગઢ ના ટ્રસ્ટીઓ શ્રી ગોવિંદભાઈ લીલા.શ્રી પી.ડી ગઢવીસાહેબ તથા અન્ય ટ્રસ્ટી ઓ તથા આમંત્રિત મહેમાનો દ્વારા પદ્મશ્રી દાદબાપુ નું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે સ્વ કવી શ્રી હિંગોળદાન નરેલા ના પુસ્તક "હાજર છે હિંગોળ"નું વિમોચન શ્રી દાદબાપુ ના હસ્તે રાખવામાં આવ્યું હતું.
પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી.રાજકોટ થી શ્રી અંબાદાન રોહડિયા શ્રી નિતુભાઈ જીબા.
મઢડા થી શ્રી ગીરીશઆપા...ઈશ્વરભાઈ લીલા...નિલેશભાઈ લાંગાવદરા ...જૂનાગઢ DYSP શ્રી રતનું સાહેબ..રાજકોટ થી શ્રી જે.બી.જાડેજાસાહેબ ..જૂનાગઢ મીનરાજ વિદ્યા સંકુલ ના શ્રી યોગીભાઈ પઢીયાર હાજર રહ્યા હતા.
કાર્યક્રમ નું ખૂબ જ સુંદર સંચાલન શ્રી દિનેશભાઇ માવલ (જામનગર) દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી દાદબાપુ ના સુપુત્ર શ્રી જીતુદાદ ગઢવી
દ્વારા દાદબાપુ ના સન્માન બદલ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

માહિતી મોકલવા બદલ નિલેશભાઈ ગઢવી (જેતપુર) નો ખૂબ જ આભાર.

સોમવાર, 25 જાન્યુઆરી, 2021

કવિશ્રી દાદબાપુ ને ખૂબ ખૂબ અભિનંદન


જેમના કલમે કંડારાયેલી કવિતાઓ ગ્રંથસ્થ કરતાંય કંઠસ્થ વધુ બની , પ્રકૃતિ તત્વો ની ઉપાસના થી માંડી કાળજા ના કટકા સુધી ની ભાવસભર રચનાઓ ના ઘડવૈયા એવા ગુજરાત , કાઠિયાવાડ ની ધરતી ની કાવ્યમય કંકાવટી એવા આપના સૌના મૂર્ધન્ય કવિશ્રી દાદબાપુ ને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર થી નવાજીને માં શારદા ની કૃપા પાત્ર ધરતી અને એના સમજુ કવ્યરસિકો અબીલ ના અમીછાંટણા કર્યા છે.કવિ શ્રી દાદબાપુ ને ખુબ ખુબ અભિનંદન સાથે વંદન . ,

રવિવાર, 24 જાન્યુઆરી, 2021

જયરાજ ગઢવી ને જન્મ દિવસની શુભેચ્છાઓ


જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ માં સોનલ તમને નિરોગી દિર્ધાયુ પ્રદાન કરે તેમજ આપ કાયમ ખુશ રહો અને ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ...


મંગળવાર, 12 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી


વિદ્યાની સુગંધ  અપવિત્રને પવિત્ર બનાવે છે . આપણા જે જે યુવાનો ભણેલા છે , તેમનામાં જ્ઞાતિ પ્રેમ દેખાય છે . સદભાવના જણાય છે .

ભણતર  કાંઈ નાના બાળકોએ જ ભણવાનું છે એમ નથી , મોટાઓએ પણ સાચા ભણતરના પાઠ શીખવાના છે . 
મોટું કેમ થવાય ?  મોટું કોણ કહેવાય ? ડાહ્યું  ' કોણ ? 
પ્રથમ ડાહ્યા . એ કે જે રળીને ખાય .
 બીજા કોઈની આશા ન રાખે . ભુજબળની અને ભગવાનની એની જ આશા રાખે . એનાથી વધારે ડાહ્યો છે . જે પોતાના રોટલાથી મહેનત માંથી એનું દીકરીયું  વિધવાઉને મદદ કરે 
ત્રીજો  ડાહ્યો એ  છે કે જે જ્ઞાતિની સેવા કરે છે 
એનાથી વધારે ડાહ્યો છે કે , જે પરગણાની સૌની સેવા કરે અને 
પંચમાં ડાહ્યો એ કે જે દેશ આખાની સેવામાં જીવન અર્પણ કરે.

( તા :- ૨૧-૧- ૧૯૫૭ માં કચ્છ ના માંજલ ગામમાં આપેલા પ્રવચનનો અંશ    આઈ સોનલ ઈશ્વરી માં  થી સાભાર )


સોમવાર, 11 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી

મુંબઈમાં પૂ . આઈશ્રી સોનલ  માના આશીવચન
 તા . ૨૯-૧૨-૭૩ ‘ ‘

 પૂ.આઈનો કંઠ અને આંખો મીચેલા ધ્યાનસ્થ ભાવથી એમના હૃદયતળ  માંથી આ પ્રાર્થના દોહો ગહેકી ઉઠ્યો

 શાંતિકરણ જગ ભરણ તું , ઘડણ  ઘણા ભવધાટ , 
નમો આદિ નારાયણી ! વિશ્વરૂપ વેરાટ .

 ત્યારે વાતાવરણમાં વિશુદ્ધિ સવાઈ ગઈ
 પૂ.આઈ એ બે પળ પછી આંખો ઉઘાડીને કહ્યું : “ ચારણો વિદ્યાને વરેલા હતા , તપને વરેલા હતા . એ વાત સાચી . પણ આજે એ વાત જૂની થઈ ગઈ છે , તેને તાજી કરવાની જરૂર છે . વિદ્યા બે પ્રકારની છે . વિદ્યા અને અવિદ્યા . 
જે જાણવાથી આપણું અને બીજાનું હિત થાય અને એ જ્ઞાનને પાછું ’ અમલમાં મૂકાય તે વિદ્યા . અને જે વસ્તુ જાણવાથી પોતાનું અને બીજાનું કંઇ ભલું ન થાય અને જે આચરણમાં ન ઉતરે , કેવળ તર્ક વિતર્ક અને અભિમાન ઉત્પન્ન કરે , તે વિદ્યા નહિ પણુ અવિદ્યા છે . અત્યારે જમાનાને ઝુકાવ વિદ્યા ફરતા અવિદ્યા તરફ વિશેષ છે ન ખાવાનું ખવાય છે , ન પહેરવાનું પહેરાય છે . જે આચરણ ભારત સંકુતિની વિરુદ્ધ છે તેવા આચરણ માં ગૌરવ મનાવા લાગ્યું છે . કાળા બજાર , રૂશ્વત ખોરી ચાલુ છે . ભારતવર્ષ આમાંથી બચે પોતાની સંસ્કૃતીને અપનાવે , સાચી વિદ્યાને વરે , એમ મારી જગદંબા પાસે પ્રાર્થના.

અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભા મહારાષ્ટ્ર સમિતિ તરફથી આઈમાં સોનલ ના પ્રાગટ્ય દિવસે આઈમાં ના ગુણગાન ગાવાના સત્સંગ ના કાર્યક્રમ નું આયોજન


સૌ માતૃ શક્તિઓને જયમાતાજી 🙏🙏
અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસભા મહારાષ્ટ્ર સમિતિ  તરફથી આઈમાં સોનલ ના પ્રાગટ્ય દિવસે આઈમાં ના ગુણગાન ગાવાના  સત્સંગ ના કાર્યક્રમ નું આયોજન કર્યું છે.
તા 15/01/21, સાંજે 4 વાગે.

આ વર્ષે આપડે સૌએ  સરકારી નિયમોનું પાલન કરવાનું હોઈને આ કાર્યક્રમ ઓનલાઇન રાખેલ છે.

સત્સંગ ની શરૂઆત પ્રખર ધર્મપ્રેમી, ભક્તિવાન ભજનિક કમશ્રી માતાજી (મોટા લાયજા ) આઈમાં  ની સ્તુતિ ગાઈને કરશે તથા આપણને ભજનો ની પ્રસાદી અપાશે. આ સાથે જ બહેનો તરફથી આઈ સોનલ નું જીવન ચરિત્ર, સોનલ આદેશ સાંભળવા નો લ્હાવો મળશે.
સમય ની મર્યાદા પ્રમાણે કોઈ બહેનો ને ભજન ગાવાની ઈચ્છા હોય તો તે પણ ગાઈ શકશે.
આ કાર્યક્રમ ઓનલાઇન હોઈ ઘર બેઠા માતાજીની ભક્તિ કરી શકાશે. આ માટે ની લિંક એક બે દિવસોમાં શેર કરવામાં આવશે.
તો આપ સૌ ને વિનંતી કે નવ વર્ષ ના આ પ્રથમ સામાજિક સત્સંગ કાર્યક્રમ  માં જરૂર થી ભાગ લેજો.

ABCGMM સમિતિ ની બહેનો તરફથી જયમાતાજી 🙏🙏
.

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...