ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 5 જાન્યુઆરી, 2021

આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી


આઈશ્રી સોનલમાં ની અમૃતવાણી 

મારું સન્માન કરવાનું કારણ શું ?
નાનાંને મોટા કામ સોંપે છે.
માં કે બાપ પોતાના બાળકોને કામ સોંપે છે.બાળકો કામ કરી નાખે છે.
માં બાપ પોતાના બાળકો માટે આખી જિંદગી કામ કરે છે.એમના સન્માન કરવાના મેળા મેં ક્યાંય ભાળ્યા નથી.
*હું કુદરત આદેશાનુસાર મારું  કર્તવ્ય બજાવી રહી છું.*
*જ્યાં કર્તવ્યની વાત આવી ત્યાં સન્માન ની વાત ક્યાં ટકે ?સન્માનએ બદલાની અપેક્ષા છે બદલાને  અંતે કર્તવ્યની કશી કિંમત નથી.માનવ કર્તવ્ય કરવા સર્જાયો છે*
 *મારા કર્તવ્ય કાર્યમા આ વિક્ષેપ રૂપ છે.કર્તવ્ય બજાવ્યા પછીના બદલાની લાલચ હાનિકારક છે.આનાથી પવિત્રતા  પાાંગળી બનશે.*

જૂનગાઢ તુલાવિધિ નો પ્રસ્તાવ મુકનાર ચારણ સમાજના અગ્રણીઓને આઈમા નો પ્રત્યુતર

સંદર્ભ :- આઈ સોનલ ઈશ્વરી પુસ્તક માં થી.
ગુજરાત રાજય સરકારના ગૃહ વિભાગમાં Dy.S.P તરીકે ફરજ બજાવતાં જે.બી. ગઢવી દ્વારા જુનાગઢ જિલ્લાના કેશોદ વિભાગીય કચેરીના મેદાનમાં ૩૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરી પર્યાવરણની સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે . ઉપરાંત દરરોજ રખડતી ગાયને લીલો ઘાસચારો નાખવામાં આવે છે . જે.બી. ગઢવીને અભિનંદન .

સોમવાર, 28 ડિસેમ્બર, 2020

ચારણ તિથિ કેલેન્ડર વર્ષ - ૨૦૨૧

ચારણ તિથિ કેલેન્ડર વર્ષ - ૨૦૨૧

વિશેષતાઓ :-

1.હિંદૂ પંચાંગ , તેમજ ચારણોના પ્રસંગો,ચારણ માતાજીઓ, સંતો, કવિઓ, સમાજ માટે જીવન અર્પણ કરનાર સમાજ ભક્તોની તિથિઓનો સમાવેશ.
2. દરેક પાને ગુજરાતમાં આવેલ ચારણોના વિદ્યાધામોની તથા ભવનોની વિસ્તૃત માહિતી.
3. ચારણ સમાજના ગામોમાં તથા સમાજ સ્તરે ઉજવાતા પ્રસંગોનું નિરુપણ .

*આ વર્ષનું ચારણતિથી કેલેન્ડર પ્રસિદ્ધ થઈ શુક્યું છે.જેના વેચાણ માટેની વ્યવસ્થાઓ જ્યા સોનલબીજ ઉજવાય છે. તેવા સ્થલો એ રાખવામાં આવેલ છે.*

*કેલેન્ડરમાંથી થતી આવક સમાજના શૈક્ષેણીક ઉતકર્ષ માટે વાપરવામાં આવે છે.*

*દુર વસ્તા ચારણો માટે કેલેન્ડર મેલવવા માટે નિચેના નંબર પર સંપર્ક કરવો.*

વાલજીભાઈ ગઢવી , માંડવી,કચ્છ :- 990-972-2410

*આવો આપણે સૌ આપણા ઘર,ઓફિસ, કે દુકાનમાં ચારણ તિથિ કેલેન્ડરને સ્થાન આપીએ*

*ચારણતિથિ કેલેન્ડર ની કિંમત રુ. ૫૦/- રાખવામાં આવેલ છે.*

  *ગઢવી મિત્ર મંડલ - માંડવી દ્વારા પ્રસ્તુત ચારણતિથિ કેલેન્ડરને મલેલ  અપાર સામાજિક પ્રસિદ્ધી બદલ અને  ચારણતિથિ કેલેન્ડર રુપી સામાજિક કાર્ય કરવા બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન*



                     *વંદે સોનલ માતરમ્*

શનિવાર, 12 ડિસેમ્બર, 2020

વતન ની માટી

વતન ની માટી

ચૂમી લઉ આજ નેહ થી,જેના કણ કણ મા ઉપકાર
હુંફાળી ને હેત નો નઈ પાર,એમાં શીતળતા ઘણી ઘાટી
વ્હાલી એવી મારા વતન ની માટી

બાળપણ મા બહોળો થઈ,રમતો ઘુમતો ફળિયે
ચડતો છાપરે ને નળીયે,ભણતો જ્યાં લઈ પાટી
વ્હાલી એવી મારા વતન ની માટી

 કુવા કાંઠે પનિહારી,ભરતી જ્યાં નરવા નીર
જેમ લાગે રુડું ગીર,શમણાં એ પીવા હવે વાટી વાટી
વ્હાલી એવી મારા વતન ની માટી

સગપણ શહેર માં ના રહ્યા,વહી ગઈ ભાભલા ની વાત
બદલાઈ માનવ જાત,ક્યાં ગોતવા એ વાણીયા હાટી
વ્હાલી એવી મારા વતન ની માટી

નથી રહ્યું એ ગામડું,નથી ઘરની ના માથે નળીયા
હિત આવ્યા ઝળઝળિયાં,નેણલા રહ્યા હવે ફાટી
વ્હાલી એવી મારા વતન ની માટી

હિતદાન ભગવતસિંહ ગઢવી (સિંહઢાયચ)
રામોદડી (હાલ જામનગર)
9023323724

Dr H.K Bhan

મંગળવાર, 24 નવેમ્બર, 2020

ચારણ સમાજનું ગૌરવ

અનવેસિકા નેટવર્ક ઓફ ઇન્ડિયા હેઠળ યોજાતી સ્પર્ધા જેમાં વિદ્યાર્થીની વિજ્ઞાનિક પ્રયોગ કરવાની આવડત ચકાસવામાં આવે છે આ સ્પર્ધામાં આપણા કાઠડા ગામ ની દીકરી ગઢવી ઇન્દિરાબેન હરીશભાઈ મંધુડા  સમગ્ર ગુજરાત માં પ્રથમ સ્થાન મેળવી ને ગઢવી સમાજ નું ગૌરવ વધાર્યું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

રવિવાર, 22 નવેમ્બર, 2020

મેરાણભાઈ નાગરુભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

મેરાણભાઈ નાગરુભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 





તાજેતર મા અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા (યુવા) ની વરણી થયેલ તેમાં આપ શ્રી ની  *અમરેલી  જીલ્લા મંત્રી*  તરીકે વરણી થવા બદલ ખુબ ખૂબ અભિનંદન  અને શુભેચ્છાઓ 💐💐💐

માં સોનલ આપને ઉતરોતર પ્રગતિ કરાવે આપ ખૂબ આગળ વધો તેવી માંતાજી ને પ્રાર્થના

          *વંદે સોનલ માતરમ્*

Featured Post

આજે ભાદરવા વદ -૯ એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની ૪૫૦ મી જન્મ જયંતી

આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની ૪૫૦ મી જન્મ જયંતી છે. ભારતમાં સનાતન વૈદિક ધર્મન...