દાતા પરિવાર દ્વારા આઈ શ્રી સોનલમા ના મંદિરનું નવનિર્માણ થશે
લખપત તાલુકાના સોનલપુર (પાન્ધ્રો) ગામે આઈ શ્રી સોનલમા ના મંદિરના નવનિર્માણના આયોજન અંગે ચર્ચા કરવા માટે લખપત તાલુકા ચારણ સમાજની બેઠક મળી હતી. સ્વ. હેતાંબાઈ મોબતદાન મિસણ પરિવાર હસ્તે ઉધોગપતિ દાતા શ્રી અર્જુનદાનભાઈ મોબતદાનજી મિસણ દ્વારા આઈ શ્રી સોનલમા નું ભવ્ય મંદિર નિર્માણ કરી સમાજને અર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેને ઉપસ્થિત સમાજે હર્ષભેર વધાવી લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાક શરણાર્થી ચારણ પરિવારો લખપત તાલુકામાં સ્થિતિ થતાં લગભગ ત્રીસેક વર્ષ પહેલાં આઈ શ્રી સોનલમા ના મંદિરનું નિર્માણ ચારણ સમાજ દ્વારા કરવામાં આવેલ છે, જે મંદિર જીર્ણ થઈ જતાં નવા મંદિરના નિર્માણની આવશ્યકતા હોઈ દાતા દ્વારા કરવામાં આવેલ જાહેરાતને સમગ્ર ચારણ સમાજે વધાવી લીધી હતી તથા અર્જુનદાનભાઈને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે એંજિનિયર શ્રી પ્રતાપદાન દેથા,ગુજરાત પ્રદેશ ચારણ સમાજના ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ચંદ્રદાનજી ખડીયા, ઈશરદાન સિંહઢાયચ, યુવા
અગ્રણી અને કવિ જયેશદાન ઝીબા , કૈલાશદાન, રાસીંગદાન, હેમંતદાન શંકરદાન દેથા, કેશરદાન મિસણ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.....
પોસ્ટ :- જયેશદાનભાઈ ગઢવી ( કવિ જય) ની ફેસબુક વોલ પર થી
આઈ સોનલ માં સુખી રાખે અર્જુનદાનભાઈ મિશણ
જવાબ આપોકાઢી નાખો