ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

ગુરુવાર, 27 ઑક્ટોબર, 2022

રાજકોટની આ મહિલા તેમના અધૂરા સપનાને પૂરું કરવા માટે ગર્ભવતી હોવા છતાં પણ 22 કિલોમીટરની દોડ પુરી કરીને DYSP બન્યા.

રાજકોટની આ મહિલા તેમના અધૂરા સપનાને પૂરું કરવા માટે ગર્ભવતી હોવા છતાં પણ 22 કિલોમીટરની દોડ પુરી કરીને DYSP બન્યા.

આપણે ઘણી મહિલાઓને જોતા હોઈએ છીએ જે તેમના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરતા હોય છે અને સફળતા મેળવીને તેમના પરિવારનું નામ દેશમાં રોશન કરતા હોય છે, હાલમાં દરેક ક્ષેત્રમાં દીકરીઓ આગળ જ જોવા મળતી હોય છે, આજે આપણે એક તેવા જ મહિલા DYSP વિષે વાત કરીશું. આ મહિલા દયસ્પ કેવડિયા ખાતે હાલમાં તેમની ફરજ બજાવી રહ્યા હતા.


આ મહિલા DYSP નું નામ ઋતુ રાબા હતું, ઋતુ રાબાએ તેનો અભ્યાસ પૂરો કર્યો ત્યારબાદ નોકરીની શોધખોળ કરવાની શરૂ કરી તો ઋતુ રાબાને તે સમયે નોકરી મળી ન હતી, ત્યારબાદ ઋતુ રાબાએ તેમના જીવનમાં આગળ વધવાનું નક્કી કર્યું અને સરકારી નોકરી મેળવવા માટે સખત મહેનત કરવાની શરૂ કરી, ત્યારબાદ ઋતુ રાબાએ એક પછી એક એમ ચાર સરકારી નોકરીઓ મેળવી હતી.

તે પછી ઋતુ રાબાએ વર્ષ 2018 માં DYSP ની પરીક્ષા પાસ કરીને તેનું અધૂરું સપનું પૂરું કર્યું હતું, ઋતુ રાબાએ સુરેન્દ્રનગરના બોરાણાના રહેવાસી હતા, ઋતુ રાબાએ બારમા ધોરણનો અભ્યાસ રાજકોટ શહેરમાંથી પૂરો કર્યો હતો, તે પછી ઋતુ રાબાએ ખાનગી નોકરી માટે એક ઇન્ટરવ્યુ આપ્યું પણ તે સમયે ઋતુ રાબાની પસંદગી ના થઇ

ત્યારબાદ ઋતુ રાબાએ તેમના પિતાના અધૂરા સપનાને પૂરું કરવા માટે ઘરે રહીને સરકારી નોકરીની તૈયારી કરવાની શરૂ કરી, ઋતુ રાબાએ ત્રણ વર્ષ સુધી સખત તૈયારી સાથે સ્પીપાની પરીક્ષા પાસ કરીને સારું પરિણામ મેળવ્યું હતું, ત્યારબાદ ઋતુ રાબાને પહેલી નોકરી ચીફ ઓફિસરની મળી હતી. તે પછી પણ ઋતુ રાબાએ તૈયારી કરવાની શરૂ રાખી અને DYSP બનીને તેમનું અધૂરું સપનું પૂરું કર્યું હતું.


જે સમયે ઋતુ રાબાએ પહેલી વાર DYSP નો યુનિફોર્મ પહેર્યો તે સમયે ઋતુ રાબા તેમની ખુશીના આસું રોકી શક્યા ન હતા, ઋતુ રાબા જે સમયે પ્રેગ્નેટ હતા તે સમયે તે તેમની ટ્રેનિંગમાં જોડાયા હતા, ઋતુ રાબા પ્રેગ્નેટ હતા તો પણ ટ્રેનિંગ સમયે 22 કિલોમીટરની દોડ પુરી કરી હતી, આથી ઋતુ રાબા બધા લોકોને કહેતી હતી કે મહેનત કરશો તો ચોક્કસ પરિણામ મળશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો