ચારણ કન્યા છાત્રાલય માટે એક કલાકમાં ૧.૩૫ કરોડનું દાન
મોટી ખાખર ખાતે સ્વ. શ્રી ખેતશીભાઈ કરશનભાઈ ગીલવા પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે શ્રી વિજયભાઈ ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને અખિલ કચ્છ ચારણ સભાની બેઠક મળી હતી. જેમાં કન્યા કેળવણીનો વ્યાપ વધારવા અને ભુજ ખાતે સાવિત્રીબેન પુષ્પદાનભાઈ શંભુદાનભાઈ ગઢવી પરિવાર દ્રારા કન્યા છાત્રાલય નિર્માણ માટે દાનમાં મળેલી ભુમિમાં કન્યા છાત્રાલયના નિર્માણ માટે દાનની અપીલ કરવામાં આવેલ. અપીલના અનુસંધાને એક કલાકમાં જ કચ્છ ચારણ સમાજના દાતાશ્રીઓ દ્રારા રૂપિયા એક કરોડ અને પાંત્રીસ લાખનું માતબર દાન નોંધાવવામાં આવ્યુ હતુ.
આ કાર્ય માટે અખિલ કચ્છ ચારણ સભાની સમગ્ર ટીમ સાથે શ્રી દેવરાજભાઈ વાલજીભાઈ ગઢવી (એડવોકેટ) ની જહેમત અને મહેનત ને વંદન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો