ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 16 નવેમ્બર, 2018

આઈશ્રી કંકુકેશરમાં , જામનગર, જામ ખંભાલીયા, જામ જોધપુર, જેવા ચારણ - ગઢવી સમાજના ગામડાઓમાં પ્રવાસ કરેલ તેમની વિગતો.


*આઈશ્રી કંકુકેશરમાં , જામનગર, જામ ખંભાલીયા, જામ જોધપુર, જેવા  ચારણ - ગઢવી સમાજના ગામડાઓમાં પ્રવાસ કરેલ તેમની વિગતો.*


તારીખ :- 14-11-2018 ના રોજ સવારે બોરાણા થી રવાના થયા ત્યારે સૌ પ્રથમ ગોંડલ જયરાજસિંહ જી જાડેજાને ત્યાં માતાજી એ પધરામણી કરેલ.


ત્યાથી બપોરના 2 વાગ્યે માતાજી જામ જોધપુર જોધાભાઈ ગઢવીને ત્યા માં પધરામણી કરેલ ત્યા માતાજીનું સામમૈયું પણ કરેલ . આઈમાં પધારેલ ત્યારે સ્થાનીક સૌ અગ્રણીઓ પણ  ઉપસ્થિત રહ્યા હતા.

ત્યાથી માતાજી સોનલમાંના મંદિરે દર્શન કરી આરતી કરેલ અને  સમાજના દરેલ લોકો આષિર્વચન આપેલ.

ત્યાથી માતાજી એ આપણા સમાજની વાડી અને ત્યારબાદ કન્યા છાત્રાલયની મુલાકાત લિધેલ.

સમાજના પ્રતિષ્ઠિત વડીલો દ્વાર આઈશ્રી સોનલમાની મોમેન્ટો અર્પણ કરીને આઈશ્રી કંકુકેશરમાંનુ સન્માન પણ કરેલ.

ત્યાં માતાજીએ સમાજ લક્ષિ પ્રવચન કરેલ.


ત્યાંથી પસી માતાજીએ બાજુના પાટરણ ગામમાં આઈશ્રી નાગબાઈમાનું જુનુ મંદિર છે ત્યા માતાજીએ થડાના દર્શન કરેલ.


ત્યાથી માતાજી નાળીયેરી નેહમાં આઈશ્રી આવડમાંના જુના સ્થાનકના દર્શન કરેલ.

દર્શન કર્યાબાદ આરતી લીધી અને નેહડાના દરેલ લોકોને માતાજીએ દર્શનનો લાભ આપેલ.


ત્યાથીં રાત્રીના નવ વાગ્યે માતાજી શિવાગામ માં પધારેલ ત્યા લાંગા પરિવાર દ્વારા ધજાનું આયોજન રાખેલ હતું. માતાજીએ રાતે સંતવાણી ડાયરાનો પણ લાભ લિધેલ . ડાયરાના કલાકારો , પદ્મશ્રી ભીખૂદાનભાઈ ગઢવી , જીતુભાઈ દાદ, અને વિજયભાઈ ગઢવી , હતા , 

ત્યા એસ.કે. લાંગા સાહેબ, વિક્રમભાઈ માડમ, ડૉ ભરતભાઈ ગઢવી , ત્થા સમાજના અન્ય આગેવાનો ઉપસ્થિત હાત.

ત્યાં માતાજીને માં સરસ્વિતીના મોમેન્ટો અને માતાજીના ભેળીયા દ્વારા સન્માન કરેલ.


ત્યાર બાદ માતાજી રાત્રીના જ સમયે દ્વારકા રાઈજરભાઈ ગઢવીને ત્યા રાત્રી રોકાણ કરી સવારના ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી

ત્યા દ્વારકામાં જામનગરના આપણા સમાજના અાગેવાનો  ને  તેમજ અન્ય લોકોને માતાજીએ શુભેચ્છા મુલાકાત લિધેલ.અને ત્યાં દ્વારકામાં જ ભોગાત ચારણ સમાજના લોકો અંદાજીત 250 જેટલા ચારણોને કે જેઓ જાત્રા કરીને પરત ફરેલ તે સૌ ને માતાજીએ  દર્શન નો લાભ અને આશિર્વચન આપેલ.


ત્યાથી માતાજી ખંભાળીયા સમાજ ના ઘણા બધા અગ્રણીના ઘરે માતાજીએ પધરામણી કરેલ જેમા રાણશીભાઈ ગઢવીના નવા કાર્ખાનાનું મુરત આઈમાં કરેલ.


ત્યાંથી માતાજી આપણા સમાજનું નાનકડુ ગામ "સીક્કા" ત્યાંના નેહડાના સૌ ચારણ બંધુઓને દર્શન આપીને માતાજી રાત્રીના સમયે રાજકોટ પરત ફરેલ , ત્યા માતાજી અે થોડો સમય મુન્નાભાઈ અમોતિયા અને કનુભાઈ ગઢવીને ત્યા થોડો સમય રોકાયા બાદ માતાજી બોરાણા તરફ રવાના થયા હતા.


માતાજીની સાથે પ્રવાસમાં આઈમાના પરમ્ સેવક શ્રી વિનુભાઈ ગઢવી અને અજીતભાઈ ગઢવી સાથે રહેલ.


સમગ્ર માહિતી આપવા બદલ મુન્નાભાઈ અમોતિયા રાજકોટ અને વિનુભાઈ ગઢવીનો ખૂબ ખૂબ આભાર.


*આઈ શ્રી કંકુકેશરમાં એ ચારણ સમાજ ને વ્યસનથી દુર રહેવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા આહવાહન કર્યું માં સોનલમાં ના અપાયેલ એકાવન આદેશ નું પાલન કરવા અને આઈમાં નો સમાજ પ્રત્યેનો લગાવ અને સમાજને આપેલ એક આગવી ઓળખ ના શિલ્પી છે*


લખવામાં ભુલ હોયતો ક્ષમાં કરજો




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...