ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 16 મે, 2018

હેજી તમે સોનલ ઉપાસો દેવી ચારણી,

હેજી તમે સોનલ ઉપાસો દેવી ચારણી,
(ઢાળ:જાગો ને જાગો ને જદુરાય જી)

        ||   પ્રભાતિ ||

હેજી તમે સોનલ ઉપાસો દેવી ચારણી,ભવ દુઃખ હરણી ભવાની(૨)
અનહદ તપ બળ ઓપતુ ને,નિરમળ મુખ નિરમાની,
               હેજી તમે સોનલ ઉપાસો દેવી....૧

હેજી એવા અગણિત ભક્ત ને ઉધારીયા,જગતે વાતું ઇ જાણી(૨)
કઠીન સમય કલિકાળ માઁ, સકતી રૂપે કે`વાણી,
                     હેજી તમે સોનલ ઉપાસો દેવી....૨

હેજી એવી કલપતરૂ ની મા તું છાંયડી, વરહે અમરત વાણી,(૨)
પય ર્ઘત મીઠા માં તું પિરહે ને,આઠે  પો`ર ઉજાણી,
                       હેજી તમે સોનલ ઉપાસો દેવી....૩

હેજી એવા જોગ રે મથ્યાતા કઈ જોને જાણવા, જગતે વાતું ઇ જાણી(૨)
લોક રે ઉધારણ ધારી લોબડી, સમરધી ચરણે સમાણી,
                 હેજી તમે સોનલ ઉપાસો દેવી.....૪

હેજી એવી ભજીએ જગદમ્બા તુને અમે ભાવથી,કરજો સાચી રે કમાણી(૨)
તૃષ્ણા થકી રે "બલદેવ"તારશે, જનની સેવક જાણી,
                    હેજી તમે સોનલ ઉપાસો દેવી....૫

રચિયતા :ચારણ કવિ શ્રી બલદેવભાઈ હરદાનભાઈ નરેલા -રાજ્ય કવિ ભાવનગર

" બલદેવ કાવ્ય"
સંપાદક શ્રી હર્ષદદાન બલદેવભાઈ નરેલા
ચારણ કવિ પ્રવીણભા હરુભા મધુડા

નોંધઃ અમે બલદેવભાઈ નરેલા રચિત કાવ્યો નો અમે "બલદેવ કાવ્ય " ના નામથી સંપાદન કરી રહ્યા છીયે કોઈ પાસે બલદેવભાઈ નરેલા ના કાવ્યો હોય તો અમને( વોટ્સએપ પર ૯૫૧૦૯ ૯૫૧૦૯) મોકલવા વીન્નતી

ટાઈપ સઁકલન

ચારણ પ્રવીણભા મધુડા
૨૦૫ વી વી કોમ્પલેક્ષ
બીજા માળે ભુતખાના ચોક રાજકોટ ૩૬૦૦૦૨
મોબાઈલ ૯૭૨૩૯ ૩૮૦૫૬
મોબાઈલ વોટ્સએપ ૯૫૧૦૯ ૯૫૧૦૯

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...