ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 8 એપ્રિલ, 2018

ચારણ સમાજ માટે એેક પ્રેરણા દાયક પ્રયાસ




ચારણ સમાજ માટે  એેક પ્રેરણા દાયક પ્રયાસ
એક નવી રાહ......એક એવી પહેલ...
ચારણ સમાજ ગૌરવ લઈ શકે તેવો એક ઐતિહાસિક પ્રસંગ અને સમાજ ને નવી દિશા આપનારો એક એવા વિચાર નો ઉદય તા:21/3/2017 ના રોજ ભાવનગર જિલ્લા ના મંગેળા ગામે બળદેવ ભાઈ રાજદેભાઈ લીલા ના આંગણે થયેલ...
થોડા વર્ષો પહેલા બળદેવ ભાઈ ના સુપુત્ર નરેશ ભાઈ  ના વિવાહ (લગ્ન) લીલાખા નિવાસી   સામંત ભાઈ સુરુ ના દીકરા મૂળુ ભાઈ સુરુ ના દીકરી ભાવના બેન સાથે થયેલ, પણ બળદેવ ભાઈ ના સુપુત્ર નરેશ ભાઈ નું અકસ્માતે અવસાન થયેલ,ત્યાર પછી બળદેવ ભાઈ ઉપર આવી પડેલ દુઃખ નો કોઈ પાર નહતો,પરંતુ બળદેવ ભાઈ લીલા એ છાતી પર પથ્થર મૂકી પોતાની વેદનાઓ ને દબાવી ને એક એવો સંકલ્પ કરેલ જે આખા સમાજ ને નવી દિશા આપે છે,એ સંકલ્પ એ હતો કે પોતાના પુત્રવધુ ને દીકરી બનાવી ને તેમનું સગપણ ગોઠવી પોતાના જ આંગણે થી સહર્ષ વિદાય આપવી, આ વિચાર નો અમલ કરી ને પોતાના પુત્રવધુ નું સગપણ બાબરીયાત ના વતની અને હાલ રંઘોળા નિવાસી સ્વ: રાવત ભાઈ રામ ભાઈ ભેવલીયા (બાટી) ના સુપુત્ર અનીલ ભાઈ સાથે કરી ને તા: 21/3/2017 ને મંગળવાર ના શુભ દિને પોતાના પુત્રવધુ ને સહર્ષ વિદાય આપી,
મિત્રો બળદેવ ભાઈ લીલા એટલે હરિરસ ના પરમ ઉપાસક એમણે હરિરસ ને જીવન માં ઉતારી આ નિર્ણય લીધો એટલે હરિરસ વાંચવાનું સાર્થક કરી બતાવ્યું,મિત્રો આ સમયે મંગેળા મુકામે એક સાસુ ને માં બનતા જોયા છે બળદેવ ભાઈ ના આ નિર્ણય માં તેમના ધર્મપત્ની માકુબા બેન પણ એક જોગમાયા કહેવાય તેમણે પોતાની પુત્રવધુ ને સાસુ મટી ને માં બની ને દીકરી ને આપે તેમ સહર્ષ  વિદાય આપી અને બળદેવ ભાઈ ના નાના સુપુત્ર અમરીશ ભાઈ પણ આ પ્રસંગે મહેમાનો ની સરભરા માં અડીખમ ઉભા હતા,
બળદેવ ભાઈ ના આ નિર્ણય માં આ પ્રસંગે તેમના ભાણેજ વિજુ ભાઈ અજુ ભાઈ ભેવલીયા(મંગેળા)અને દેવકુ ભાઈ કુંચાલા(મોભીયાણાં)સાથે ઉભા રહી ને મહેમાનો ની અગતાસ્વાગતા માં ઉભા રહેલ,
આ શુભ પ્રસંગે સમાજ ના અગ્રણીઓ હાજર રહેલ જેમાં ભાવનગર જિલ્લાના ચારણ સમાજ ના અગ્રણી અને ભાવનગર ચારણ બોર્ડિંગ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ લંગાવદરા,ભાવનગર ચારણ સમાજ ના અગ્રણી શ્રી બહાદુર ભાઈ  રાજેયા,આપાભાઈ ગઢવી(સમઢીયાળા),મહિદાન ભાઈ(કચ્છ),રામભાઈ ગઢવી (સોનલ શકિત મંડળ આદિપુર),એન.કે.લીલા સાહેબ,હરીદાનભાઈ સુરુ ભરતદાન ગઢવી સાહિત્યકાર(રંઘોળા),હરેશદાન સુરુ સાહિત્યકાર,કનુભાઈ પાલીયા સાહિત્યકાર તેમજ અનેક કવિ - કલાકારો અને મહાનુભાવો એ બળદેવ ભાઈ ના આ નિર્ણય ને વધાવી એમને અભિનઁદન આપેલ,તેમજ તાલુકા ના ઇતર સમાજ ના અગ્રણીઓ પણ આ શુભપ્રસંગે હાજર રહ્યા હતા,
મિત્રો અંત માં એટલુંજ કહેવાનું કે સમાજ ને *એક નવી રાહ અને દિશા બતાવનાર બળદેવ ભાઈ લીલા ને ખુબ ખુબ ધન્યવાદ અને અભિનંદન અને ચારણ સમાજ તેમના આ નિર્ણય ને સહર્ષ વધાવે છે અને તેમના પ્રત્યે ગૌરવ અનુભવે છે...
બળદેવ ભાઈ લીલા નો
સંપર્ક: 9909407067
લેખ: સુરેશ રાવતભાઈ ભેવલીયા-બાટી...(રંઘોળા)....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો