સમાજની વાસ્તવિક જરૂરિયાત પ્રમાણે પ્રગતિશીલ કાર્યો થવા અને સમય ,શક્તિ અને નાણાનો સમયોચિત ઉપયોગ થવો એ જ સામાજિક પ્રગતિની સાચી નિશાની .."સોનલ વિસામો" એ આનું ઉત્તમ ઉદાહરણ છે ..શ્રી દિલીપભાઈ શિલ્ગા,આઇશ્રી સોનલ ચારણ પરિવાર ટ્રસ્ટ અને આ કાર્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ સહયોગ આપનાર સામાજ ના દરેક લોકોને અભિનંદન .
નવો આઈ શ્રી સોનલ ચારણ વિસામો🚩”
💐સિવીલ હોસ્પિટલ,અમદાવાદ ખાતે સારવાર માટે આપણા ચારણ-ગઢવી સમાજના ભાઈઓ/બહેનો તેમજ એમના સગાવ્હાલા માટે રહેવાની નિશુલ્ક સગવડ..💐👍🏼
આજના સૌથી આનંદના સમાચાર એ છે કે આપણે આઈ શ્રી સોનલ ચારણ વિસામાનું ભાડાનું મકાન આજે ખાલી કરી અને માઁ સોનલ કૃપાથી પોતાના વિસામામાં કાયમી વસવાટ શરૂ કરેલ છે..આપણે ભાડાનું મકાન છેલ્લા ત્રણ વર્ષથી ઉપયોગ કરતા હતા..દરમહિને ૧૬,૫૦૦/-₹ ભાડુ ચુકવતા હતા જે આજથી કાયમ માટે બંધ થઈ ગયેલ છે..આ માટે ઉપરનો ફ્લોર આપણે તાત્કાલીક કંપલિટ કરાવડાવ્યો હતો..બે ત્રણ દિવસ સિવીલમાં રજા જેવો માહોલ હતો..ગઈ કાલે બધા પેસંટ રજા લઈ ગામડે ગયા હતા જેને ધ્યાનમાં લઈ કોઈને અગવડ ના પડે એટલે આપણે આજે બધો સામાન બદલાવ્યો છે..ઉપરના બંને માળ સાફ કરી ધોઈને રહેણાક શરૂ કરેલ છે..આજે જ આઠ થી દસ પેસંટ વિસામા પર આવેલ છે..નવા વિસામા પર નવી શરૂઆત પણ થઈ ગઈ છે..
ગ્રાઉન્ડ ફ્લોર પર થોડુ કલર ફિનીસીંગનું અને ઇલેકટ્રીકનું કામ ચાલુ છે..જે બે દિવસમાં લગભગ પુરૂ થઈ જશે..
..વંદે સોનલ માતરમ..Via Dilip Silga
पोस्टबाई :- चरज नेटवर्क
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો