ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 4 ડિસેમ્બર, 2017

समस्त चारण समाज जोग संदेश

🚩 સમસ્ત ચારણ સમાજ જોગ 🚩

સમસ્ત ચારણ સમાજને ઝાઝા હેતથી જય માતાજી..
ભાઈઓ આપણા સમાજના બે સક્ષમ ઉમેદવાર શ્રી પ્રવિણભાઈ ગઢવી (પાલીતાણા) અને શ્રી ર્ડા.વિષ્ણુદાનજી ઝુલા (રાધનપુર) થી વિધાનસભાની ચુંટણી લડી રહ્યા છે.
હાલના રાજકારણ માં વધારે વસ્તી ધરાવતા  સમાજો ને  મહત્વ
અપાય છે અને નાના સમાજો ની ખુબ અવગણ ના થાય  છે આવા સમયે ઇતર સમાજો દ્વારા આપણા સમાજ ના ઉમેદવાર ને પ્રચંડ સમર્થન  મળેલ છે.

૨૦૧૭ વિધાનસભાની ચુટણીમાં બંને મોટાપક્ષોએ ચારણ સમાજને ટીકીટ આપેલ નથી.આથી આપણા બંને ઉમેદવારે ચારણ સમાજનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા અપક્ષ ઉમેદવાર તરીકે લડવા દાવાદારી નોંધાવી છે.
સમસ્ત ચારણ સમાજે આ બંને ઉમેદવારોને મોટી બહુમતીથી જીતે અને આ જાતીવાદના રાજકારણમાં આપણું અસ્તિત્વ ટકાવવા સંગઠીત થઈ કામે લાગવુ જોઈએ..સમાજના યુવાનોએ અને વડિલોએ પાલીતાણા અને રાધનપુર વિસ્તારમાં જવુ જોઈએ અને જે તે વિસ્તારમાં આપણી સક્ષમતા મુજબ ત્યાં મળીને કામે લાગી જવુ જોઈએ..
અન્ય સમાજના દાખલા લઈએ તો તેઓ પોતાના જ્ઞાતિના ઉમેદવારને જીતાડવા ગુજરાતના ખુણે ખુણેથી જે તે વિસ્તારમાં આવી જીતાડવા કામે લાગી ગયા છે..એવો જ માહોલ આપણા સમાજે પણ કરવો પડશે..બંને ઉમેદવાર પહેલા અને બીજા ફેઝમાં ચુંટણી લડી રહ્યા છે.બંને વચ્ચે આપણને સારો એવો સમય મળે એમ છે..એક જ ટીમ બેય જગ્યાએ વારાફરતી કાર્યરત થઈ શકે છે..
આપણે બંને વિસ્તારમાં જઈ ત્યાંના કાર્યકર્તાને મળી કયા વિસ્તારમાં મહેનતની જરૂર છે તે જાણી આપણુ કાર્ય શરૂ કરી શકીએ છીએ..આ વખતે બંને ઉમેદવાર જીતશે તોજ આવનાર ચુટણીમાં આપણને સામેથી ટીકીટ મળશે અને આપણું અસ્તિત્વ દેખાશે..બીજુ ચારણ સમાજની સંખ્યાની દ્રષ્ટિથી જોવાય જ નહી આપણો સમાજ ટુંકો પણ મોટા વચસ્વ વાળો સમાજ છે.જે સૌ જાણે છે..આપણે ફરીથી આપણી શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે..માટે સર્વે ચારણ ભાઈઓને પાલિતાણા અને રાધનપુર જઈ ચારણ સમાજની જીત થાય એવે માહોલ બનાવવા અપિલ છે..
જય માઁ સોનલ..

સંપર્ક માટે નંબર નીચે મુજબ છે..
(૧) 9909955555 બળવંતસિંહ બાટી (બાવળા)
(૨) 9825005224 દિલીપભાઈ શિલગા (અમદાવાદ)
(૩) ‭98250 10584‬ સમરથદાન ઝુલા (ગાંધીનગર)
(૪)9099006705 પ્રવિણદાન કેસરીયા (અમદાવાદ)
(૫) 9601297188 રામભાઈ ગઢવી (પાલીતાણા)
(૬)9727292929 મનહરભાઈ બાટી ગઢવી (પાલીતાણા)

નોંધ: જેને પોતાનું વાહન હોય તેમણે સાથે લઈને આવવુ અને બાકી માટે સમાજ તરફથી વાહનની વ્યવસ્થા કરેલ છે.અને ત્યાં રહેવાની જમવાની વ્યવસ્થા છે..પાલીતાણા જવા માટે તા.૭/૧૨/૨૦૧૭ ના રોજ ૩:૦૦ વાગે નિકળવાનું હોવાથી  આપણે બપોરે ૨:૦૦ થી ૩:૦૦ ના સમયમાં ચારણ છાત્રાલય થલતેજ ભેગા થઈશુ અને  નિકળીશું..

આ માટે એક ગુપ પણ બાનાવી રહ્યા છે..આપના ફોન નંબર મેસેજ કરવા વિનંતી..

3 ટિપ્પણીઓ:

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...