*મસાણે જોયા મેકરણ*
(સમરવા શ્રી રઘુવીર)
||સોરઠા||
માંયા ધરતિ મિલકત, થીર ન કોઈની થઈ,
આખર દગો દઈ ગઈ, તોય મમતા છુટે ન ‘મેકરણ’ (1)
મુછો મરડતા કઈ મહિપતિ, ગજબ હતા ગંભીર,
સબળ એના શરીર, મશાણે જોયાં ‘મેકરણ’ (2)
માયા બધી મલકની, કેવી નંદે ભેળી કરી,
સુમ લોભીયાનાં શરીર, મશાણે જોયાં ‘મેકરણ’ (3)
માનધાતા મહિપતને, વસુધા પોતે વરી,
એનાં સુંદર લઈ શરીર, મશાણે જોયાં ‘મેકરણ’ (4)
જગત આખાને જીતિ લઈ, સીકંદરે એક ચકવે કરી,
એ શહેનશાહનાં શરીર, મહિમાં ભંડાર્યા ‘મેકરણ’(5)
ગીતા ગાય જ્ઞાન દીધું, કૃષ્ણ કેવી કરી,
એ શામળીયાનાં શરીર, મહદઘ સમાણાં ‘મેકરણ’(6)
મરદ વદતા મહિપરે, ફેરો નાવે ભગતાં ફરી,
દલ ધરમ દયાધરી, મહા સંસાર સુધરે ‘મેકરણ’(7)
દાન હાથે લેતા દતા, કાં ભોગવે પેટભરી,
હદ થ્યે કરે નાશ હરી, માયા સઘળી ‘મેકરણ’(8)
દેવું અન્ન ધન દાન, ભેદુ ભગતી કરી,
તો ફેરો નાવે ફરી, મહા સંસારે ‘મેકરણ’ (9)
આખી અયોઘ્યાં તણી, હરિએ વીપત હરી,
એ સમરવા શ્રી રઘુવીર, મહા સંસારે ‘મેકરણ’ (10)
કર્તા :-
સ્વ. મેકરણભાઈ ગગુભાઈ લીલા.
• ગામ: સનાળી.
• ટાઈપ: રાજેન્દ્ર પ્રતાપદાન લીલા.
• જુનાગઢ. 96012 82082.
જીયો. કવિરાજ
જવાબ આપોકાઢી નાખો