ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 31 માર્ચ, 2023

આજે ચૈત્ર સુદ ૧૦ એટલે આઈશ્રી કંકુ કેશરમાનો પ્રાગટ્ય દિવસ.(જન્મદિવસ)

આજે ચૈત્ર સુદ ૧૦ એટલે આઈશ્રી કંકુ કેશરમાનો પ્રાગટ્ય દિવસ.
(જન્મદિવસ)


આઈમાનો જીવન પરિચય :-

નામ :- કંકુ કેશરમા
પિતાનું નામ :- લાધાબાપુ લાંબા
માતાનું નામ :- ચાંપલમા
જન્મ :- ચૈત્ર સુદ ૧૦ સવંત ૨૦૧૩
જન્મ સ્થળ :- ભાણસોલ (ગઢવાડા) રાજસ્થાન.

આઈમાનું મૂળ નામ - આઈશ્રી કંકુમા
પરંતુ આઈશ્રી સોનલમાં (મઢડા) વાળાએ કણેરી ખાતે આઈમાને આઈશ્રી કંકુકેશરમા તરીકે ઓળખાય તેવું કહી પોતાના આશીર્વાદ આપેલ હતાં.

ઇ.સ.૧૯૯૨માં મંડલા(ચિતોડગઢ) ખાતે પ્રથમ અખિલ ભારતીય ચારણ સંમેલન બોલાવેલ અને ત્યારબાદ ૨૦૦૯માં ભાણસોલ ખાતે બીજું અખિલ ભારતીય ચારણ મહાસમેલન બોલાવેલ ઉપરાંત રાજકોટ, ભાવનગર, ગોધરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અનેક જગ્યા પર સમૂહલગ્ન ના આયોજન કરી સમાજની એકતા વધે તેવા અથાગ પ્રયાસ કરેલ છે.

અનેક જુના આઈમાના થડાઓની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે.

પોતાની તપસ્યા ભૂમિ કણેરી ખાતે ભવ્યાતિભવ્ય આઈ સોનલમાના મંદિરનું નિર્માણ અને તેની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન આઈમાં દ્વારા કરવા માં આવેલ હતું.

હાલ આઈમાના જન્મ સ્થાન ભાણસોલ(રાજસ્થાન) ખાતે આઈશ્રી સોનલમા કૃપા ધામનું નિર્માણ કાર્ય ચાલુ છે.

અનેક વિસ્તારોમાં પ્રવાસ શિક્ષણની સોનલમાના સ્વપ્નને સાકાર કરી મધ્યપ્રદેશ ખાતે સોનલમાં શિક્ષણ સંકુલનું પણ નિર્માણ કરેલ છે તેમજ રાજકોટ , નિમાડ , ગોધરા અને રાજસ્થાન ખાતે વર્ષો થી સમૂહ લગ્ન નું કાર્ય કરાવી ને હજારો દીકરી ના કન્યાદાન કરેલ

*પ.પૂ.આઇશ્રી કંકુ કેશરમાંના અવતરણ દિવસની સૌ ભક્તોને લાખ લાખ શુભેચ્છાઓ 💐💐💐*

સોમવાર, 27 માર્ચ, 2023

ચારણ સમાજનું ગૌરવ કુ. દિવ્યા કાનજીભાઈ ગઢવી

ચારણ સમાજનું ગૌરવ કુ. દિવ્યા કાનજીભાઈ ગઢવી

કુ. દિવ્યા કાનજીભાઈ ગઢવી (ખારઘર, કચ્છ ), 
ABCGM મહારાષ્ટ્ર ના મહામંત્રી પૂર્વીબેન ગઢવી ના દીકરી ને ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકૉમ્યૂનિકેશન ની એન્જિનિયર ની ડિગ્રી મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

સમાજ ની દીકરીઓ આગળ વધી રહી છે, સમાજની પ્રગતિ નિશ્ચિત છે 

ઉતરોતર પ્રગતિ કરો અને પરિવાર સાથે સમાજનું નામ રોશન કરો તેવી શુભકામના ઓ 💐

ગુરુવાર, 23 માર્ચ, 2023

શ્રી ચારણ - ગઢવી સેવા સદન (શક્તિકુંજ) હરિદ્વાર

શ્રી ચારણ - ગઢવી સેવા સદન (શક્તિકુંજ) હરિદ્વાર

"શક્તિકુંજ" એ માં ગંગાનદી ના પાવન ચરણો હરિદ્વાર માં નિર્માણ પામેલ ચારણ - ગઢવી સમાજના રાત્રી રોકાણ અને જમવા તેમજ રહેવા માટેની ઉત્તમ સુવિધાઓ થી સજ્જ આપણી ફાઈવસ્ટાર હોટલ થી પણ વિશેષ ઐતિહાસિક ધર્મશાળા (સેવાસદન) બનેલ છે.

હરિદ્વાર સંસ્કૃતિ, પૂજા અને ભક્તિનું પવિત્ર શહેર છે જ્યાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને પ્રવાસીઓ આવતા હોય છે. દેવનગરી હરિદ્વારમાં ચારણ - ગઢવી સમાજની ધર્મશાળા, જે હરિદ્વાર-ઋષિકેશ રોડ પર હર કી પૌરીથી 7 કિમીના અંતરે આવેલી છે, જે જોધપુરી પથ્થરથી બનેલું અદ્ભુત અને ભવ્ય રહેણાંક સંકુલ છે, જે અદ્યતન સુવિધાઓથી ભરપૂર છે. 

*"શક્તિકુંજ"ની સુવિધાઓ*

 56 એસી રૂમ સાથેની એક સુસજ્જ બિલ્ડીંગ છે, દરેકમાં 10 બેડ સાથે 4 ડોરમેટરી, અત્યાધુનિક રસોડું, ૨ લિફ્ટ, સત્સંગ હોલ, કરણી માતાનું મંદિર વગેરે, 

સરનામું :- 
૩ ઉમાં વિહાર સપ્તઋષિ આશ્રમ રોડ, સપ્તઋષિ પોલીસ સ્ટેશન ની બાજુમાં ,હરિપુર કલા, હરિદ્વાર
*રૂમ બુક કરાવવા માટે :-*
ફોન, વોટ્સએપ :- +9188529 87890

રવિવાર, 19 માર્ચ, 2023

મુન્નાભાઈ ગઢવી ને આમ આદમી પાર્ટી રાજકોટ જિલા ઉપ પ્રમુખ નિમણુંક

પરમ સ્નેહી મોટાભાઈ સમાન શ્રી  મુન્નાભાઈ (અમોતીયા) ગઢવી ને આમ આદમી પાર્ટી ના રાજકોટ શહેર જીલ્લા ઉપ પ્રમુખ ની નિમણુંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ 💐💐💐

આપ રાજકીય અને સામાજીક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિના સોપાન સર કરો એવી માં સોનલ ને પ્રાર્થના

શનિવાર, 25 ફેબ્રુઆરી, 2023

ભાવનગર બોર્ડિંગ ખાતે આજે આપ પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી





ભાવનગર બોર્ડિંગ ખાતે આજે આપ પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા, કૈલાસ દાન ગઢવી, અને જગમાલ ભાઈ આહીર ખાસ પધારેલ, ઇસુદાન ભાઈએ બોર્ડિંગ ના વિદ્યાર્થીઓ સાથે એક કલાક થી વધારે સમય ગાળ્યો, સોનબાઇ માતાજી ની વાતો અને બોર્ડિંગ ના વિદ્યાર્થીઓ ને જીવનમાં મહેનત અને વિકાસ માટે અનેક વાતો કરેલ,

Badri Narayan Event Management

બદ્રિનારાયણ ઇવેન્ટ મેનેજમેન્ટ
મેઘા ગઢવી :- કોન્ટેક 9712116333





Badri Narayan Event  Management


:- Birthday Decoration  
:- Anniversary Decoration
:- Ring Ceremony Decorations
:- Baby Shower Decoration
:- Baby Welcome Decorations
:- First Night Decoration
:- Couple Surprise Decorations
:- Car Decoration
:- Haldi Ceremony Decoration
:- Mehandi Ceremony Decoration


*બધા જ પ્રકારના ડેકોરેશન કરી આપવામાં આવશે*
Megha Gadhvi M. 9712116333

Featured Post

આજે ભાદરવા વદ -૯ એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની ૪૫૦ મી જન્મ જયંતી

આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની ૪૫૦ મી જન્મ જયંતી છે. ભારતમાં સનાતન વૈદિક ધર્મન...