(જન્મદિવસ)
આઈમાનો જીવન પરિચય :-
નામ :- કંકુ કેશરમા
પિતાનું નામ :- લાધાબાપુ લાંબા
માતાનું નામ :- ચાંપલમા
જન્મ :- ચૈત્ર સુદ ૧૦ સવંત ૨૦૧૩
જન્મ સ્થળ :- ભાણસોલ (ગઢવાડા) રાજસ્થાન.
આઈમાનું મૂળ નામ - આઈશ્રી કંકુમા
પરંતુ આઈશ્રી સોનલમાં (મઢડા) વાળાએ કણેરી ખાતે આઈમાને આઈશ્રી કંકુકેશરમા તરીકે ઓળખાય તેવું કહી પોતાના આશીર્વાદ આપેલ હતાં.
ઇ.સ.૧૯૯૨માં મંડલા(ચિતોડગઢ) ખાતે પ્રથમ અખિલ ભારતીય ચારણ સંમેલન બોલાવેલ અને ત્યારબાદ ૨૦૦૯માં ભાણસોલ ખાતે બીજું અખિલ ભારતીય ચારણ મહાસમેલન બોલાવેલ ઉપરાંત રાજકોટ, ભાવનગર, ગોધરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અનેક જગ્યા પર સમૂહલગ્ન ના આયોજન કરી સમાજની એકતા વધે તેવા અથાગ પ્રયાસ કરેલ છે.
અનેક જુના આઈમાના થડાઓની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે.
પોતાની તપસ્યા ભૂમિ કણેરી ખાતે ભવ્યાતિભવ્ય આઈ સોનલમાના મંદિરનું નિર્માણ અને તેની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન આઈમાં દ્વારા કરવા માં આવેલ હતું.
હાલ આઈમાના જન્મ સ્થાન ભાણસોલ(રાજસ્થાન) ખાતે આઈશ્રી સોનલમા કૃપા ધામનું નિર્માણ કાર્ય ચાલુ છે.
અનેક વિસ્તારોમાં પ્રવાસ શિક્ષણની સોનલમાના સ્વપ્નને સાકાર કરી મધ્યપ્રદેશ ખાતે સોનલમાં શિક્ષણ સંકુલનું પણ નિર્માણ કરેલ છે તેમજ રાજકોટ , નિમાડ , ગોધરા અને રાજસ્થાન ખાતે વર્ષો થી સમૂહ લગ્ન નું કાર્ય કરાવી ને હજારો દીકરી ના કન્યાદાન કરેલ
*પ.પૂ.આઇશ્રી કંકુ કેશરમાંના અવતરણ દિવસની સૌ ભક્તોને લાખ લાખ શુભેચ્છાઓ 💐💐💐*
Jay mataji hemu bati na
જવાબ આપોકાઢી નાખો