ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શુક્રવાર, 9 એપ્રિલ, 2021

રાજભા ગઢવી રચિત :- ગઝલ

મુસાફિર હું મુસાફિર છું

 II ગઝલ || 

મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે , 
મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે ... ટેક 

ગવનના છાંયડા નીચે , હજારો ગાંવ હાલીને ( ૨ ) , આવે આફત સાથીને ,તો એની ઘાત લેવી છે .
 મુસાફિર હું મુસાફિર છું ... ૧

 આકાશે ચાંદ તારાને , નીચે ધરતી અમારી છે ( ૨ ) , 
સમંદર તો હૈયામાં છે , એવી ઘુઘવાટ લેવી છે .
 મુસાફિર હું મુસાફિર છું ... ૨

 હુંયે તમારા જેવો છું , મારી તાસીર જુદી છે ( ૨ ) , 
મળે જો હેતુ સાચા , તો હવે ચોપાટ લેવી છે .
 મુસાફિર હું મુસાફિર છું ... ૩

બધી દુનિયા તમારી છે , અમારે કાંઇનાં જોઇએ ( ૨ ) ,
 તમારા બાગની એકજ , કળી સંગાથ લેવી છે . 
મુસાફિર હું મુસાફિર છું ... ૪

 તમારી હેડકી આવે , તોઇએ આ “ રાજ ' રાજી છે ( ૨ ) ,
 આખું આયુષ્ય આપીને , એક મુલાકાત લેવી છે .
 મુસાફિર હું મુસાફિર છું..૫ 

રચના : રાજભા ગઢવી લીલાપાણી નેશ - ગીર

ગુરુવાર, 8 એપ્રિલ, 2021

ડો.સંજયભાઈ ગઢવી ને જન્મ દિવસની શુભેચ્છાઓ


*ભાવનગર ગઢવી ગઢવી સમાજનું ગૌરવ.*
*ડો. સંજયભાઈ (દેથા) ગઢવી.*

ભાવનગર સર તખ્તસિંહ જી (સિવિલ) હોસ્પિટલ માં ઈમરજન્સી વોર્ડ માં ફરજ બજાવતા ડો.શ્રી સંજયભાઈ ગઢવી ને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ માં સોનલ તમને નિરોગી દિર્ધાયુ પ્રદાન કરે તેમજ આપ કાયમ ખુશ રહો અને ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ...

તેઓ મેડિકલ ક્ષેતે M.B.B.S ( મેડિકલ પ્રેક્ટિસનર) તરીકે સર હોસ્પીટલમાં ફરજ બજાવી રહ્યા છે.
હાલ કોરોના કાળમા પોતાની અને પોતાના પરિવાર ની ચિંતા કર્યા વિના દિવસ રાત પોતાની ફરજ બજાવી રહ્યા ત્યારે આજના વિશેષ દિવસે તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે માતાજી તેમને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના.

તેઓ સામાજીક ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.
હાલ તેઓ અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા (યુવા) ના ભાવનગર જિલ્લા ના આરોગ્ય સલાહકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ડો.સંજયભાઈ ને જન્મ દિવસની ફરી ફરી શુભેચ્છાઓ 💐

મંગળવાર, 6 એપ્રિલ, 2021

હિતદાન ગઢવી (સિંહઢાયચ) રચિત રચના

સીધા રસ્તે અવળો ચાલે,મનભરી મોજું મ્હાલે
ઠોકર ખાઈ સીધા તાલે,માણસ છીએ બધું હાલે

સુઝે ના દીશા નિકાલે,ઉપાધીઓ અઢળક ફાલે
ભીતર ઘણું વીંધાય ભાલે,માણસ છીએ બધું હાલે

ખલક અદભુત રચ્યો ખાલે,તો પાછા ઊંધા ચાલે
કંઈક તમાચા પડે ગાલે,માણસ છીએ બધું હાલે

ટાઢક મા સળગતું જાલે,ખોટા કેશ ઉગાડે ટાલે
બુંદય ના રેહવાદે ઠાલે,માણસ છીએ બધું હાલે

સુખ સિમાએ સરભર ચાલે,સળી કરતા રે તાલે
હોય ના હોય હિત હાલે,માણસ છીએ બધું હાલે


હિતદાન ગઢવી (સિંહઢાયચ)
રામોદડી (હાલ જામનગર)
9023323724

મંગળવાર, 30 માર્ચ, 2021

ગઢવી સમાજનું ગૌરવ

ગઢવી  સમાજનું ગૌરવ

G.P.S.C.
(ગુજરાત જાહેર સેવા આયોગ - અમદાવાદ)
દ્વારા આયોજિત

ગુજરાત સરકારના
નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ખાતે મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ - ૨ ની આખરી યાદીમાં ગઢવી સમાજના ત્રણ યુવાનો પસંદગી પામ્યા છે.

1. જય પ્રવીણભાઈ ગઢવી,

2. અનિલદાન હિંમતદાન ગઢવી,

3. દિલીપ વાલાભાઈ સઠિયા(ગઢવી).

ખૂબ ખૂબ અભિનંદન.અને શુભેચ્છાઓ 
ઉતરોતર પ્રગતિ કરો પરિવાર સાથે સમાજનું નામ રોશન કરો તેવી શુભકામનાઓ... 

અનિલદાન હિમતદાન રોહડિયા (ગઢવી) કટારિયા, કચ્છ

દિલિપ વાાલાભાઈ સઠિયા (ગઢવી)

સોમવાર, 29 માર્ચ, 2021

ગઢવી સમાજનું ગૌરવ :- કુ.દર્શના ગઢવી

આઈ સોનલ આશિષ પુસ્તક વિમોચન


ફોટો ક્લિક બાઈ :- મયૂરભાઈ એન. ગઢવી 







ગઈ કાલે રંગો નો પર્વ "હોલી" ફાગણ સુદ પૂનમ ના સપરમાં દિવસે ભાડા વાડી વિસ્તારમાં બિરાજમાન.... પૂજ્ય આઈ શ્રી સોનલ માં સાથે મઢડા સંમેલન વખતે છએક મહિના સેવા (શ્રમયજ્ઞ) દ્વારા આઈ માં ના પ્રિતિ પાત્ર થનાર તથા આજ પણ આઈ માં ના આદેશ અનુસાર જીવન વ્યતિત કરનાર.. વૃદ્ધાવસ્થા માં પણ પોતાનું કાર્ય સ્વ હસ્તે કરનાર *પૂજ્ય શિવરાજ ભગત* 
ભગત વિષે સંક્ષિપ્તમાં અમારી મતી અનુસાર માત્ર ને માત્ર ભાવ પ્રગટ કરી *"આઈ સોનલ આશિષ પુસ્તક "* પૂજ્ય શિવરાજ ભગત ના કરકમલો દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે... 
આ પ્રસંગે માંડવી ગઢવી યુવક મંડળ ના ભાઈઓ શ્રી ધનરાજ પુનશીભાઈ...દેવરાજ હરિભાઈ..ભચુભાઈ લધાભાઈ...સામરા રણમલભાઈ... ધનરાજ કરમણભાઈ... જીવરાજ હરિભાઈ...રતન ધનરાજભાઈ.... શિક્ષક શ્રી વિશ્રામ ભાઈ કારિયા... એડવોકેટ શ્રી નારણભાઈ કાનજીભાઈ... તથા રાજેશ માણેકભાઈ... તથા આજુબાજુના ગામો ,ભાડા.. નાના-મોટા લાયજા...પાંચોટિયા.. નાના-મોટા કરોડીયા..કાઠડા..રાયણ વગેરે ગામોથી પૂજ્ય શિવરાજ ભગત ના સેવકો પધાર્યા હતા... ફોટોગ્રાફી ની માનદ સેવા મયુર નારણભાઈ વારિયા દ્વારા તથા સંપૂર્ણ વ્યવસ્થા ભાઈ શ્રી કાનજીભાઈ વાછીયાભાઈ એ સંભાળી હતી....

પુસ્તિકા સંકલન-સંપાદન તથા છપાવનાર..
 શ્રી મહિદાન ડી.ગઢવી...
શ્રીનારણભાઈ ની.ગઢવી તથા
 શ્રી દિપકભાઈ પી..ગઢવી આદિપુર

પોસ્ટ :- મહિદાનભાઈ ગઢવી 


"આઈ સોનલ આશિષ પુસ્તક" ડાઊનલોડ કરવા માટે 
અહીંયા ક્લિક કરો

રવિવાર, 28 માર્ચ, 2021

રામભાઈ નરેશભાઈ ગઢવી ને જન્મ દિવસની શુભેચ્છાઓ 💐💐💐


સેવા પરમો ધર્મ ને માનનાર , ચારણો ચાહક એવા મારા પરમ મિત્ર ભાઈશ્રી રામભાઈ ગઢવી (પાલીતાણા) ને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છાઓ માં સોનલ તમને નિરોગી દિર્ધાયુ પ્રદાન કરે તેમજ આપ કાયમ ખુશ રહો અને ખૂબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ...

રામભાઈ ગઢવી એટલે કોણ ? 
આવો જાણીએ.

રામભાઈ નરેશભાઈ ગઢવી પાલીતાણા જેઓ વ્યવસાયે ખેડૂત હોવાની સાથે સાથે પાલીતાણા તાલુકા ના તમામ મોબાઈલ કંપની ના ટેલિફોન ટાવરો માં સિક્યુરિટી નો કોન્ટ્રાક્ટ ધરાવે છે 
૩૦ ભેંસો સાથે તબેલો ધરાવે છે 
જ્યાં ગરીબ પરિવાર  ને દૂધ પૈસા હોય તો ઠીક ન હોય તોય ઠીક એ ધોરણે આપવાનો માણસો ને એમનો આદેશ છે પાલીતાણા માં સ્વ ખર્ચે સોનલ ધામ મંદિર બનાવેલ છે 
જ્યાં અવાર નવાર ધાર્મિક પ્રોગ્રામો પોતાના ખર્ચે યોજ્યા કરે છે સોનલબીજ પણ પાલીતાણા માં વર્ષો થી ધામધૂમ થી તેમના દ્વારા યોજવા માં આવે છે
સાથે સાથે સામાજીક કાર્યકર તરીકે પણ તેઓ સક્રિય છે.
તેઓ અખિલ ભારતીય ચારણ - ગઢવી મહાસભા (યુવા) ના ભાવનગર જીલ્લા વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.

શ્રી રામભાઈ ગઢવી ને ફરી ફરી જન્મ દિવસની શુભેચ્છાઓ 💐💐💐

Featured Post

શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજીત 31 મો સમુહ લગ્ન મહોત્સવ

શ્રી 1! શ્રી ગણેશાય નમઃ આઈશ્રી સોનલ માં નમઃ !! ચારણ સમાજ જોગ સંદેશ !!        જય માતાજી શ્રી ચારણ (ગઢવી)સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ ...