ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 28 મે, 2018

ચારણ - ગઢવી સમાજનાં ધોરણ 10 માં અને 12 સાઈન્સ માં અભ્યાસ કરતાં અને સારા માર્કસ સાથે ઉતિર્ણ થયેલ વિદ્યાર્થી ની માહિતી*





































*મોટા ભાડિયા ચારણ સમાજનું ગૌરવ*

(1) ભીમશી અરજણ ગઢવી (ભલા) -  74.16%

(2) વિરબાઈ વાછીયાભાઈ ગઢવી (વિધાણી) - 73.66 %

(3) રાધાબેન નારણભાઈ ગઢવી (મુધૂંડા) - 71.62 % 

ખૂબ ખૂબ અભિનંદન
💐💐💐💐


શુભેચ્છક :- મોટા ભાડિયા યુવા ગૃપ


Badal Khima Rudach Got 95.45 PR With 81% Percentage And Secured 1st Rank In His School : Little Star English Medium School, Jam-Khambhalia.








*10નુ પરિણામ*

*રૂડાચ પરિવાર ના તેજસ્વી તારલાઓ*

*બાદલ ખીમા રૂડાચ  96 PR 81 %*
*ઈસ્વર રાયા રૂડાચ 94 PR*
*સુધીર થારીયા રૂડાચ 85 PR*
*રાજેશ માંડણભાઈ રૂડાચ 82 PR*
*સાગર હરસુર રૂડાચ 82  PR*
*સોભલબેન કીસોર રૂડાચ 81 PR*
*ભાર્ગવ ભારા રૂડાચ 80 PR 65%*
પ્રતિક વિજય રૂડાચ
ધાના અજુૅન રૂડાચ પાસ 
દેવલ હરજુક રૂડાચ 77 PR
દીપક હભુ રૂડાચ પાસ
પ્રવિણ સુરા રૂડાચ
ભાવેશ કારૂ રૂડાચ
જાયબેન પાલાભાઈ રૂડાચ
જગદીશ વેજાણંદ રૂડાચ

આયુર પરેશભાઈ રૂડાચ
પેથા અજા રૂડાચ 63 PR 


Suraj Su shubhasdan (sarli) percetile 96.36  & percentage 84 
Abhinadan


Anjli Sagardan Boxa Percentile Rank  99.72%
At:Khakhara Dist :Morabi




ધો 12 સામાન્ય પ્રવાહ નુ
પરિણામ મા રૂડાચ પરિવાર ના તેજસ્વી તારલાઓ
રૂડાચ હીરલ વેજાણંદ 97.38 PR
રૂડાચ ભાવના રાજપાર 96.06 PR
રૂડાચ સાજા દુલા 93 PR
રૂડાચ શ્યામ રાજા 89.82 PR
રૂડાચ મીરા માણસુર 80 PR
રૂડાચ રૂપલ વરજાગ 71 PR
રૂડાચ પ્રકાશ રઘુભાઈ 68%

શનિવાર, 26 મે, 2018

મહેઙુ સુજસ -પચ્ચીસી -દુહા

મહેઙુ સુજસ -પચ્ચીસી -દુહા

તાજેતરમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા યુનિવર્સલ મહેઙુ અેલાયન્સના પ્રયાસથી ત્રણ મધ્યકાલિન ચારણ કવિઅો લાંગીદાસ મહેઙુ,વ્રજમાલજી મહેઙુ તથા કાનદાસજી મહેઙુ ના દ્વિ શતાબ્દી -ત્રી શતાબ્દી મહોત્સવની ઉજવણીઅનુક્રમેહળવદધ્રાંગધ્રાઠાકોરસાહેબ,જામનગરઠાકોરસાહેબ ,રાજકોટ ઠાકોર સાહેબ તથા ગાયકવાઙ સરકાર તથા સાણંદ ઠાકોર સાહેબનીઉપસ્થિતિમાં   કરવામાં આવી તે પાવન પ્રસંગને અનુરુપ મહેઙુ કુળની કવિ પ્રતિભાઅો તથા દૈવત્વને બે શબ્દોથી નવાજવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું .

મહેઙુ સુજસ -પચ્ચીસી -દુહા

રંગ કચારી રાજરી,અવઙભઙ નર અટ્ટ,
જાઙો ચારણ જગ્ગવટ્ટ,વઙ વધારણ વટ્ટ ..1
જ્યાં નામે વઙ જગરા,સામંતા રુ સુભટ્ટ,
નામે નહ નરસિંહરા, જાઙો ચારણ જટ્ટ.  ...2
ગોરા હાકમ ગરજતાં,રાખણ નિર્ગણ રટ્ટ,
દરિયાપીર દાખે દયા,કહાનદાસ વઙ કઠ્ઠ, ....3
નાંગળ લોહ નોંધિયા ,  કોટઙિયા મહ કઢ્ઢ,
વિનવતાહી વાંભયા,  દરયાપીર તત દ્રઢ્ઢ ,....4
ભિઙ પઙે માં ભારથી , અઙાભિઙ કવિ અઠ્ઠ,
કાનદાસ કિરત કહી, રીજ દરિયાપીર. રટ્ટ......5
રચી કવિતા રંગથી,  મહિમા મહિ મહઠ્ઠ,
ગોદઙ મહેઙુ ગર્વસુ,    દુહા તિનસો સઠ્ઠ, ...,....6
લાગીદાસ નર લાધિયો,હરિભાવ કર હથ્થ,
સતસ્મરણ કર સરજ્યો,ગહન રામરસ ગ્રંથ્થ....7
પરાક્રમ સૂર પુત્રના  , રચ્યા કાવ્ય રમમાણ,
અોખાહરણ કહ્યો અતિ,લાગીદાસ રસ લાણ,....8
અેકાદસી વ્રત ઊક્તિ  ,રાજ સગણ જસ રંગ,
લાંગીદાસ અેતા લખ્યા,અતિ ગહન  ઊમંગ......9
સંગ્રામે કર સોંપિયો , ફરણ હય  ફુલમાળ,
બીર્દ  લાંગીદાસ બરણ,જાઙેજા જસમાળ,.....10
જસવંત મહેઙુ  જબર ,વ્રત અજાચી વિર,
વાઘેર જામે વેઙિયા,  સોંપ્યો નિજ શરીર ,.......11
રણભેરી બાજી રહ્યા, ઘાવ નગારે ઘોર,
જસો મહેઙુ તવ જપ્યો,તહાં પવાઙો તોર,........12
પુતર માંઙણ રો પ્રબળ,  ગહન કવિ ગંભિર,
રચી અભેસિંહ રજરી, હસ્તિ છઙી  કટિહિર,, ......13
જાણી વ્રૃતિ રાજ જસ,પાઠ પઠણ હર પંથ,
લાગીદાસે તત લખ્યો,હરિ સ્મરણ હર હથ્થ ........14
છંદ નિશાણી છપયો,બાબી જેઠવા બથ્થ,
લાગીદાસ જુધે લખ્યો, ગણ બાબીરો ગ્રથ્થ.........15
રામવાણી રસણાં રચી, રામદાન કવ રાણ,
છંદા દુહા થી છજ્યા, રસ કવિત રસલ્હાણ,.......16
રતનાકર જેસો રચ્યો  ,ભક્તવત્સલ ગ્રંથ ભાણ,
મુક્ત કવિ યું મહકતો  ,  પારસ સિધ્ધ પ્રમાણ  .....17
સત્ય વાત નિતિ સભર,  કરે ભક્તિ કલ્યાણ,
મુક્ત કહ્યો નિજ મુખથી,દેવ કવિ દહેવાણ ........18
ઙુગરસિંહ વટ ઙિણસી, થળા જાગિરે થઙ્ઙ,
છતરશાલ ઝાલા છવ્યો,દેગામ થાપ્યો દ્રઢ્ઢ ,........19
મહેઙુ કવિજન મોજથી, રટ્યા ગ્રંથ નવ રંગ,
જગદંબા તું જેતબાઈ  , ગઢવી  આંગણ ગંગ.......20
સામરખા ગામે સબળ ,કાનદાસ જસ  કુળ,
મુરાદ સમ ચેલો મળ્યો, મહેઙુ  ચારણ  મુળ........21
રુપ ધરી રણચંઙિકા ,  બેઠી ગાઙે બાઈ ,
ચોવીસી દઈ ચંઙિકા , જેતી લાખા જાઈ,............22
આ ધરતિની ઉપરે  , કૈક રતન કવરાજ ,
કાનદાસ આ કળયુગે ,લેખી ભક્તિ લાજ,..,.......23
રાજ દરબારે રખિયુ, રુઙી ચારણ રીત,
લાંગીદાસ વ્રજમાલ લે,કહાન મહેઙુ ક્રિત..........24
સુજસ મહેઙુ સાંભર્યો,રાજ સમારંભ રંગ,
કવિ "દાન " કિર્તિ કહી,સત્ય કવિતા સંગ,........25

ઙોલરદાન ભગુભાઈ રોહઙિયા
  ધુનાનાગામ તા.પઙધરી
જિ. રાજકોટ

                       
                            *વંદે સોનલ માતરમ્

મહેઙુ સુજસ -પચ્ચીસી -દહા

તાજેતરમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા યુનિવર્સલ મહેઙુ અેલાયન્સના પ્રયાસથી ત્રણ મધ્યકાલિન ચારણ કવિઅો લાંગીદાસ મહેઙુ,વ્રજમાલજી મહેઙુ તથા કાનદાસજી મહેઙુ ના દ્વિ શતાબ્દી -ત્રી શતાબ્દી મહોત્સવની ઉજવણીઅનુક્રમેહળવદધ્રાંગધ્રાઠાકોરસાહેબ,જામનગરઠાકોરસાહેબ ,રાજકોટ ઠાકોર સાહેબ તથા ગાયકવાઙ સરકાર તથા સાણંદ ઠાકોર સાહેબનીઉપસ્થિતિમાં   કરવામાં આવી તે પાવન પ્રસંગને અનુરુપ મહેઙુ કુળની કાવિ પ્રતિભાઅો તથા દૈવત્વને બે શબ્દોથી નવાજવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું .

મહેઙુ સુજસ -પચ્ચીસી -દહા

રંગ કચારી રાજરી,અવઙભઙ નર અટ્ટ,
જાઙો ચારણ જગ્ગવટ્ટ,વઙ વધારણ વટ્ટ ..1
જ્યાં નામે વઙ જગરા,સામંતા રુ સુભટ્ટ,
નામે નહ નરસિંહરા, જાઙો ચારણ જટ્ટ.  ...2
ગોરા હાકમ ગરજતાં,રાખણ નિર્ગણ રટ્ટ,
દરિયાપીર દાખે દયા,કહાનદાસ વઙ કઠ્ઠ, ....3
નાંગળ લોહ નોંધિયા ,  કોટઙિયા મહ કઢ્ઢ,
વિનવતાહી વાંભયા,  દરયાપીર તત દ્રઢ્ઢ ,....4
ભિઙ પઙે માં ભારથી , અઙાભિઙ કવિ અઠ્ઠ,
કાનદાસ કિરત કહી, રીજ દરિયાપીર. રટ્ટ......5
રચી કવિતા રંગથી,  મહિમા મહિ મહઠ્ઠ,
ગોદઙ મહેઙુ ગર્વસુ,    દુહા તિનસો સઠ્ઠ, ...,....6
લાગીદાસ નર લાધિયો,હરિભાવ કર હથ્થ,
સતસ્મરણ કર સરજ્યો,ગહન રામરસ ગ્રંથ્થ....7
પરાક્રમ સૂર પુત્રના  , રચ્યા કાવ્ય રમમાણ,
અોખાહરણ કહ્યો અતિ,લાગીદાસ રસ લાણ,....8
અેકાદસી વ્રત ઊક્તિ  ,રાજ સગણ જસ રંગ,
લાંગીદાસ અેતા લખ્યા,અતિ ગહન  ઊમંગ......9
સંગ્રામે કર સોંપિયો , ફરણ હય  ફુલમાળ,
બીર્દ  લાંગીદાસ બરણ,જાઙેજા જસમાળ,.....10
જસવંત મહેઙુ  જબર ,વ્રત અજાચી વિર,
વાઘેર જામે વેઙિયા,  સોંપ્યો નિજ શરીર ,.......11
રણભેરી બાજી રહ્યા, ઘાવ નગારે ઘોર,
જસો મહેઙુ તવ જપ્યો,તહાં પવાઙો તોર,........12
પુતર માંઙણ રો પ્રબળ,  ગહન કવિ ગંભિર,
રચી અભેસિંહ રજરી, હસ્તિ છઙી  કટિહિર,, ......13
જાણી વ્રૃતિ રાજ જસ,પાઠ પઠણ હર પંથ,
લાગીદાસે તત લખ્યો,હરિ સ્મરણ હર હથ્થ ........14
છંદ નિશાણી છપયો,બાબી જેઠવા બથ્થ,
લાગીદાસ જુધે લખ્યો, ગણ બાબીરો ગ્રથ્થ.........15
રામવાણી રસણાં રચી, રામદાન કવ રાણ,
છંદા દુહા થી છજ્યા, રસ કવિત રસલ્હાણ,.......16
રતનાકર જેસો રચ્યો  ,ભક્તવત્સલ ગ્રંથ ભાણ,
મુક્ત કવિ યું મહકતો  ,  પારસ સિધ્ધ પ્રમાણ  .....17
સત્ય વાત નિતિ સભર,  કરે ભક્તિ કલ્યાણ,
મુક્ત કહ્યો નિજ મુખથી,દેવ કવિ દહેવાણ ........18
ઙુગરસિંહ વટ ઙિણસી, થળા જાગિરે થઙ્ઙ,
છતરશાલ ઝાલા છવ્યો,દેગામ થાપ્યો દ્રઢ્ઢ ,........19
મહેઙુ કવિજન મોજથી, રટ્યા ગ્રંથ નવ રંગ,
જગદંબા તું જેતબાઈ  , ગઢવી  આંગણ ગંગ.......20
સામરખા ગામે સબળ ,કાનદાસ જસ  કુળ,
મુરાદ સમ ચેલો મળ્યો, મહેઙુ  ચારણ  મુળ........21
રુપ ધરી રણચંઙિકા ,  બેઠી ગાઙે બાઈ ,
ચોવીસી દઈ ચંઙિકા , જેતી લાખા જાઈ,............22
આ ધરતિની ઉપરે  , કૈક રતન કવરાજ ,
કાનદાસ આ કળયુગે ,લેખી ભક્તિ લાજ,..,.......23
રાજ દરબારે રખિયુ, રુઙી ચારણ રીત,
લાંગીદાસ વ્રજમાલ લે,કહાન મહેઙુ ક્રિત..........24
સુજસ મહેઙુ સાંભર્યો,રાજ સમારંભ રંગ,
કવિ "દાન " કિર્તિ કહી,સત્ય કવિતા સંગ,........25

ઙોલરદાન ભગુભાઈ રોહઙિયા
  ધુનાનાગામ તા.પઙધરી
જિ. રાજકોટ

આઈ નાગબાઈ ના દોહા

આઈ નાગબાઈ ના દોહા

ગંગાજળીયા ગઢેચા,
(તું) જૂને પાછો જા
(મારૂં) માન ને મોદળ રા' !
(નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥

ગંગાજળિયા ગઢેચા
વાતું ન ઘટે વીર !
હીણી નજરૂં હમીર
નોય માવતરૂંની માંડળિક !॥૨॥

ગંગાજળિયા ગઢેચા
(તારૂં) હૂતું પંડ પવિત્ર
વીજાનાં રગત ગયાં
મુણે વાળા માંડળિક !॥૩॥

જાશે જૂનાની પ્રોળ
[તું] દામોકંડ દેખીશ નૈ
રતન જાશે રોળ
[તે દિ'] મું સંભારશ માડળિક.॥૪॥

નૈ વાગે નીશાણ
નકીબ હુકળશે નહિ
હુકળશે અસરાણ
(આંહી) મામદશાનાં માંડળિક.॥૫॥

પોથાં ને પુરાણ
ભાગવતે ભાળશો નહિ
કલ્માં પઢે કુરાણ
તે દિ' મું સંભારશ માંડળિક !॥૬॥

જાશે રા'ની રીત
રા'પણું ય રે'શે નહિ
ભમતો માગીશ ભીખ,
તે દિ' મું સંભારીશ માંડળિક !॥૭॥

તારી રાણીયું રીત પખે
જાઇ બજારે બીસશે
ઓજલ આળસશે
તે દિ મું સંભાળીશ માંડળિક॥૮॥

મેલે દે મોણયા તણુ
અને ન લે જીભે નામ,
ગઢપત ગામોગામ
(તુતો)માખણ ઉઘરાવીશ માંડલીક,॥૯॥

કડકડ યો રોટો કઠણ
ખાવો હોય તોય ખવાય
(પણ)તારાથી ચણા નઇ ચવાય
મોયે લોઢાના માંડલીક॥૧૦॥

સાયર માછીયા સોત
ગરવો આખો ગળું,
આભ ને ઉદર માં લઇ
મેરગઢ ઢંઢોળું માંડલીક॥૧૧॥

જુનાગઢ પાછો જા
છાનો માનો તું
નથી મળ્યા ભૂપ
હજી મગ ને ચોખા માંડલીક॥૧૨॥

તમે છોરૂ અમે માવતર
તને વદયે બાવનવીર
નેવા તણા ઈ નીર
મોભે ન ચડે માંડલીક॥૧૩॥

મારા જેવુ નય મળે
તને સમજાવતલ હઠા
માન ને અકલ મઠા
નૈતર મું સંભારીશ માંડળીક॥૧૪॥

*નરશી મહેતા નો દોહો*
મા તું માન્ડલીક ને માર
મારા થી મારતો નથી ,
તું જુનાંણું ઉથાપ
નાગલ હરજોગણી॥૧૫॥

શુક્રવાર, 25 મે, 2018

"યુથ આઈકોન નેશનલ એવોર્ડ - 2018"

 *"યુથ આઈકોન નેશનલ એવોર્ડ - 2018"


ઉત્તરાખંડ સરકાર દ્વારા છેલ્લા દશ વર્ષથી યુથ આઈકોન એવોર્ડ વિવિધ ક્ષેત્રની વિશેષ કામગીરી તેમજ સુખ્યાતિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોને અર્પણ કરવામાં આવે છે. જેમાં આ વર્ષે આ એવોર્ડ ગુજરાતમાં *જામનગરમાં આવેલા સેવન સિઝન્સ રિસોર્ટ ખાતે* અપાશે. જેમાં આપણા ગુજરાતીઓ મનહર  ઉધાસ, કીર્તિદાન ગઢવી, નિતુભાઈ ઝીબા, યોગેશ બોક્ષા, પંકજ ભટ્ટ, જગદીશ ત્રિવેદી, મહેશ વસાણી, રશ્મી દેસાઈ, કાજલ ઓઝા વૈદ્ય, કૌશલ પટેલ વગેરેનો સમાવેશ છે. તા. 26-5-18 ને શનિવારે  જામનગરના સેવન સિઝન્સ રિસોર્ટમાં સાંજે 6 કલાકે યોજાનારા ભવ્ય સમારંભમાં આ *"યુથ આઈકોન નેશનલ એવોર્ડ - 2018"* અર્પણ થશે.

આપ સહુને આ પ્રસંગે પધારવા આમંત્રણ છે. આ એવોર્ડ સમારંભનું ઈન્વીટેશન કાર્ડ આ સાથે છે.

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...