ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 22 સપ્ટેમ્બર, 2021

વીર શહીદ માણશી ગઢવી પુણ્યતિથિ




કચ્છની કેસરી વીરભૂમિના કંઠી વિસ્તારના મુંદરા તાલુકાના ઝરપરા ગામનો શણગાર , ચારણ કુળ ગૌરવ , તુંબેલ કુળતિલક , સેડાયત વંશ શૌર્ય મુકુટમણિ , વીર માણશી રાષ્ટ્ર રક્ષા કાજે કાશ્મીરની ધરતી પર કચ્છનો કુંવર વીરગતિને વર્યો . કચ્છના શૂરવીર ચારણો ઝારાના યુધ્ધમાં , ભુચર મોરીના યુધ્ધમાં અને અબડાસાના વીર અબડા સાથે રહી વિદેશી આક્રમણો સામે વીરતાથી ઝઝુમ્યા હતા . જયારે જયારે દેશ પર દુશ્મનોએ મીટ માંડી છે . ત્યારે ત્યારે ચારણ યોધ્ધાઓ ક્ષત્રિયો સાથે રહી યુધ્ધના મેદાનમાં વીરરસના અમૃતપાન પાયા છે અને સાથે રહી માં ભાગ લઈ બલિદાનો આપ્યા છે . આજે ચારણોના ગામડે ગામડે હુતાત્માઓના ળીયા પૂજાય છે . કાશ્મીર સરહદે પંચ મધ્યે શહિદી વહોર વીર માણશીનો જન્મ તા.૧૪-૦૨ ૧૯૭૯ ના રાજદે સુમાર સેડાના ઘેર માતાજી સુમાંબાઈની કુખે થયો હતો , તેઓ પિતૃપક્ષે ઝરપરા ગામના સ્થાપક સેડાયતના વંશજ સેડા શાખાના હતા . જયારે માતૃપક્ષે કચ્છ ધરાના ધર્મરક્ષક શ્રી રાવળપ દાદાના નાગવંશી ગેલવા શાખાનું મોસાળ ધરાવતા હતા . તેમની જન્મભૂમિ ઝરપરા તા.મુંદરા - કચ્છ પરંતુ તેમના પિતા રાજદેભાઈ સમાઘોઘા બાજુ વાડી ખરીદી થયા હતા . તેથી તેમનું પ્રાથમિક શિક્ષણ સમાઘોઘા પ્રાથમિક શાળામાં થયું ત્યારબાદ મુંદરા મધ્યે ધોરણ -૧૧ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી ભારતીય સેનામાં જોડાયા હતા . દેખાવે સુંદર , તેજસ્વી ચહેરો ધરાવનાર ચારણ યુવાન સ્વભાવે સરળ , નિખાલસ અને પ્રેમાળ હતા . ભારોભાર સ્વદેશાભિમાન ધરાવતા હતા . માતૃભૂમિ માટે કાંઈક કરી છૂટવાની તમન્ના હતી . તેથી તેઓ સેનામાં જોડાયા


૧૨ મ્હાર યુનિટના લાયન્સ નાયક હતા . તેઓ જમ્મુ - કાશ્મીરની પંચ સરહદે તા.૨૨-૦૯-૨૦૦૪ના આતંકવાદીઓ સાથે લડતા વીરગતિ પ્રાપ્ત કરી . તા.૨૫-૦૯ ૨૦૦૪ ના ઝરપરાની પાવનભૂમિ મધ્યે તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો . સમસ્ત ઝરપરા ગામ સાથે રહી પુરા માન સન્માન સાથે અંજલિ અપાઈ , એક ચારણવીર માતૃભૂમિ કાજે મોક્ષગતિ પ્રાપ્ત કરી . આજે ઝરપરા ગામના પાદરમાં વીર શહિદ માણશીની પ્રતિમા પ્રેરણા આપતી અડીખમ રીતે ઉભી છે . બીજા કચ્છમાં અનેક સ્થળોએ એમની સ્મૃતિમાં સ્મારકોની રચના કરવામાં આવી છે . વંદન પાવા ભારતમાંના વીરપુત્રને .

 લેખકશ્રી : - આશાનંદભાઈ સુરાભાઈ ઝરપરા તા.મુંદરા - કચ્છ
 ૯૮૨૪૦૭૫૯૯૫
 સંદર્ભ : - કચ્છના ચારણ રત્નો તકમાંથી લેખકશ્રી આશાનંદભાઈ સુરાભાઈ ઝરપરા તા.મુંદરા - કચ્છ 

2 ટિપ્પણીઓ:

Featured Post

આઈ શ્રી સોનલ માં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોનલમા એજયુકેશનલ એવોર્ડ' આપવા બાબત

સોનલમા એજયુકેશનલ એવોર્ડ આઈમાના આદેશ અનુસારની ઘણી રચનાત્મક અને પરિણામ લક્ષી પ્રવૃત્તિઓ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ કર...