ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 26 મે, 2018

મહેઙુ સુજસ -પચ્ચીસી -દુહા

મહેઙુ સુજસ -પચ્ચીસી -દુહા

તાજેતરમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા યુનિવર્સલ મહેઙુ અેલાયન્સના પ્રયાસથી ત્રણ મધ્યકાલિન ચારણ કવિઅો લાંગીદાસ મહેઙુ,વ્રજમાલજી મહેઙુ તથા કાનદાસજી મહેઙુ ના દ્વિ શતાબ્દી -ત્રી શતાબ્દી મહોત્સવની ઉજવણીઅનુક્રમેહળવદધ્રાંગધ્રાઠાકોરસાહેબ,જામનગરઠાકોરસાહેબ ,રાજકોટ ઠાકોર સાહેબ તથા ગાયકવાઙ સરકાર તથા સાણંદ ઠાકોર સાહેબનીઉપસ્થિતિમાં   કરવામાં આવી તે પાવન પ્રસંગને અનુરુપ મહેઙુ કુળની કવિ પ્રતિભાઅો તથા દૈવત્વને બે શબ્દોથી નવાજવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું .

મહેઙુ સુજસ -પચ્ચીસી -દુહા

રંગ કચારી રાજરી,અવઙભઙ નર અટ્ટ,
જાઙો ચારણ જગ્ગવટ્ટ,વઙ વધારણ વટ્ટ ..1
જ્યાં નામે વઙ જગરા,સામંતા રુ સુભટ્ટ,
નામે નહ નરસિંહરા, જાઙો ચારણ જટ્ટ.  ...2
ગોરા હાકમ ગરજતાં,રાખણ નિર્ગણ રટ્ટ,
દરિયાપીર દાખે દયા,કહાનદાસ વઙ કઠ્ઠ, ....3
નાંગળ લોહ નોંધિયા ,  કોટઙિયા મહ કઢ્ઢ,
વિનવતાહી વાંભયા,  દરયાપીર તત દ્રઢ્ઢ ,....4
ભિઙ પઙે માં ભારથી , અઙાભિઙ કવિ અઠ્ઠ,
કાનદાસ કિરત કહી, રીજ દરિયાપીર. રટ્ટ......5
રચી કવિતા રંગથી,  મહિમા મહિ મહઠ્ઠ,
ગોદઙ મહેઙુ ગર્વસુ,    દુહા તિનસો સઠ્ઠ, ...,....6
લાગીદાસ નર લાધિયો,હરિભાવ કર હથ્થ,
સતસ્મરણ કર સરજ્યો,ગહન રામરસ ગ્રંથ્થ....7
પરાક્રમ સૂર પુત્રના  , રચ્યા કાવ્ય રમમાણ,
અોખાહરણ કહ્યો અતિ,લાગીદાસ રસ લાણ,....8
અેકાદસી વ્રત ઊક્તિ  ,રાજ સગણ જસ રંગ,
લાંગીદાસ અેતા લખ્યા,અતિ ગહન  ઊમંગ......9
સંગ્રામે કર સોંપિયો , ફરણ હય  ફુલમાળ,
બીર્દ  લાંગીદાસ બરણ,જાઙેજા જસમાળ,.....10
જસવંત મહેઙુ  જબર ,વ્રત અજાચી વિર,
વાઘેર જામે વેઙિયા,  સોંપ્યો નિજ શરીર ,.......11
રણભેરી બાજી રહ્યા, ઘાવ નગારે ઘોર,
જસો મહેઙુ તવ જપ્યો,તહાં પવાઙો તોર,........12
પુતર માંઙણ રો પ્રબળ,  ગહન કવિ ગંભિર,
રચી અભેસિંહ રજરી, હસ્તિ છઙી  કટિહિર,, ......13
જાણી વ્રૃતિ રાજ જસ,પાઠ પઠણ હર પંથ,
લાગીદાસે તત લખ્યો,હરિ સ્મરણ હર હથ્થ ........14
છંદ નિશાણી છપયો,બાબી જેઠવા બથ્થ,
લાગીદાસ જુધે લખ્યો, ગણ બાબીરો ગ્રથ્થ.........15
રામવાણી રસણાં રચી, રામદાન કવ રાણ,
છંદા દુહા થી છજ્યા, રસ કવિત રસલ્હાણ,.......16
રતનાકર જેસો રચ્યો  ,ભક્તવત્સલ ગ્રંથ ભાણ,
મુક્ત કવિ યું મહકતો  ,  પારસ સિધ્ધ પ્રમાણ  .....17
સત્ય વાત નિતિ સભર,  કરે ભક્તિ કલ્યાણ,
મુક્ત કહ્યો નિજ મુખથી,દેવ કવિ દહેવાણ ........18
ઙુગરસિંહ વટ ઙિણસી, થળા જાગિરે થઙ્ઙ,
છતરશાલ ઝાલા છવ્યો,દેગામ થાપ્યો દ્રઢ્ઢ ,........19
મહેઙુ કવિજન મોજથી, રટ્યા ગ્રંથ નવ રંગ,
જગદંબા તું જેતબાઈ  , ગઢવી  આંગણ ગંગ.......20
સામરખા ગામે સબળ ,કાનદાસ જસ  કુળ,
મુરાદ સમ ચેલો મળ્યો, મહેઙુ  ચારણ  મુળ........21
રુપ ધરી રણચંઙિકા ,  બેઠી ગાઙે બાઈ ,
ચોવીસી દઈ ચંઙિકા , જેતી લાખા જાઈ,............22
આ ધરતિની ઉપરે  , કૈક રતન કવરાજ ,
કાનદાસ આ કળયુગે ,લેખી ભક્તિ લાજ,..,.......23
રાજ દરબારે રખિયુ, રુઙી ચારણ રીત,
લાંગીદાસ વ્રજમાલ લે,કહાન મહેઙુ ક્રિત..........24
સુજસ મહેઙુ સાંભર્યો,રાજ સમારંભ રંગ,
કવિ "દાન " કિર્તિ કહી,સત્ય કવિતા સંગ,........25

ઙોલરદાન ભગુભાઈ રોહઙિયા
  ધુનાનાગામ તા.પઙધરી
જિ. રાજકોટ

                       
                            *વંદે સોનલ માતરમ્

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો