28મી માર્ચનાં રોજ ડો. પ્રતીક ગઢવીને RSSનાં (પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક) ડો. જયંતિભાઇ ભાડેસીયાની અને કુલપતિ ડો. ચેતનભાઇ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સન્માનિત કરાયા. આ મહાનિંબધમાં પ્રત્યક્ષ માર્ગદર્શન પાઠવનાર ડો. વિશાલભાઇ જોશી પણ ઉપસ્થિત રહ્યા.
આ મહા નિબંધમાં ડો. પ્રતીક ગઢવીએ આર.એસ.એસની સ્થાપના, શાખાનો પ્રારંભ, સંઘનાં વિવિધ કાર્યક્રમો અને આયામો, આર.એસ.એસનાં સેવાકાર્યો, ચીન અને પાકિસ્તાન સાથેનાં યુદ્ધ દરમિયાન આર.એસ.એસ દ્વારા પીડિતોને સહાય અને સેવા કાર્ય, કચ્છનાં ભૂકંપ વખતે હાથ ધરાયેલા સેવાકાર્યો, સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ દરમિયાન કરાયેલા કાર્યો, પૂર અને વાવાઝોડા દરમિયાન કરાયેલી લોકસેવા, કોરોનાની મહામારી દરમિયાન કરાયેલી સેવા વગેરે મહત્વનાં પાસાને આવરી લીધી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો