કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિ ને યથાર્થ ઠેરવી છે મોરબીના ડો. મનોજ ફતેહસિંહ બારહટ્ટ (ગઢવી) એ. ગુજરાત ની નંબર ૧ મેડિકલ કોલેજ એવી બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદ માંથી MBBS નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી સિવિલ સર્વિસીસ માં પોતાની કારકિર્દી બનાવવા યુ.પી.એસ.સી. ની પરીક્ષા ની તનતોડ મહેનત આરંભી દીધી. ઈશ્વર જાણે એના ધૈર્ય ની કસોટી કરતો હોય એમ ચાર-ચાર વખત પર્સનાલિટી ટેસ્ટ(ઈન્ટરવ્યુ) સ્ટેજ સુધી પહોંચીને થોડા જ અંતરથી મેરિટ લિસ્ટ માં નામ રહી જતું હતું, પણ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અભ્યાર્થી ના પરિશ્રમ ની સાથે એના ધૈર્ય ની પણ આકરી કસોટી કરતી હોય છે. આવી આકરી તપતી ભઠ્ઠી માંથી જ્યારે કંચન બની ને કોઈ બહાર નીકળે છે ત્યારે એ સફળતાનો સ્વાદ ખરેખર બેજોડ હોય છે. ડો. મનોજ બારહટ્ટ હાલ માં ભારતીય રેલસેવાઓ માં ક્લાસ-૧ ઓફિસર ની સેવા આપી રહ્યા છે.
આવા મેધાવી અને ધૈર્યવાન મિત્ર એવા ડો.બારહટ્ટ ને અંતર ના ઊંડાણ થી ખોબલે ખોબલે શુભેચ્છાઓ 💐💐
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો