ગઢવીના સાથે કેન્સરને કર્યુ મહાત
ડોકટર પાસે સારવાર લેવા ગયેલ દર્દીને તપાસ્યા બાદ ડૉકટર કહે કે દર્દીને બહાર બેસાડો અને દર્દીની નજીકની વ્યક્તિ ને મારી ચેમ્બરમાં મોકલો. એટલે સમજી જવાનુ કે દર્દીને કોઈ જીવલેણ બિમારી છે તેની જાણ દર્દીને થવા દેવાની નથી.
આવુ જ કઈક બન્યુ મહુવામા રહેતા એક સામાન્ય ખેડૂત એવા ઘોરાજીયા પરિવારમા. હસતા ખેલતા અને ક્રિકેટ અને મોબાઇલ ગેમના શોખીન એવા પુત્ર સુખદેવને બ્લડ કેન્સર ડીટેક્ટ થયુ. પરિવારના માથે આભ અને નીચે ધરતી એવી પરિસ્થિતિ ઉભી થઈ. કેવી રીતે સારવાર કરાવીશુ ની ચિંતા મા પરિવાર ગરકાવ થઈ ગયો. પણ ત્યા થયો કુદરત નો ચમત્કાર અને ભાવનગર HCG ના એડમિનીસ્ટ્રેટ હેડ એવા રાહુલ ગઢવી જઈ ચડ્યા આ પરિવારની વ્હારે.
નાના એવા બાળક સુખદેવના દર્દને રાહુલ ગઢવીએ પોતાનુ દર્દ સમજી HCG મા ડૉ. મનન વાધેલા સાહેબ દ્વારા સારવાર ચાલુ કરાવી.
HCG ના ડૉ. મનન વાધેલાની સારવાર , સુખદેવની હિમ્મત અને રાહુલ ગઢવીની દિલેરીએ કેન્સર પર વિજય મેળવ્યો અને આખરે પહેલા જેવો જ હસતો ખેલતો સુખદેવનો ચહેરો ઉભરી આવ્યો.
HCG ની ટીમે આટલેથી ન અટકતા કેન્સરને મહાત કરનાર સુખદેવના અતિપ્રિય શોખને પૂર્ણ કરવા અને એનો કાયમી જોશ અને ઉમંગ બરકરાર રહે તે માટે ક્રિકેટની ટાઈટેન ટીમના ખેલાડીઓ દ્વારા સુખદેવને ટ્રોફી એનાયત કરવામાં આવી.
એક પરિવારના બુઝાતા દિપકમા દિવેલ પુરીને રાહુલ ગઢવી એ સારવારરૂપી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ HCG પરિવાર માટે ગૌરવ લેવા જેવી વાત છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો