મહુવા પાસે અરબી સમુદ્ર તટે આવેલ ઐતિહાસિક અને પ્રાચીન ભવાની માતા મંદિર પરિસરમાં પૂ. મોરારીબાપુની ૯૦૪ મી રામકથાનો આજરોજ તા.૨૪/૯/૨૨ ના રોજથી પ્રારંભ થઇ રહ્યો છે અને તા.૨/૧૦/૨૨ના રોજ કથા વિરામ લેશે.
નવરાત્રી પર્વ દરમ્યાન આદ્યશક્તિ ભવાની માતાજીના ચરણોમાં પૂ. મોરારીબાપુના શ્રીમુખેથી ગવાનાર રામકથા પરત્વે મહુવા પંથકમાં સ્વયંભૂ ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
કથાના નિમિત્ત માત્ર (યજમાન) શ્રી ચીમનભાઈ વાઘેલા ,સ્વ.પ્રવીણભાઈ વાઘેલા તથા વી ટી. પરિવાર દ્વારા સર્વને કથા શ્રવણ અને પ્રસાદ માટે ભાવપૂર્ણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
બહારગામથી પધારનાર મહેમાનો માટે ઉતારા તથા દરેક પ્રકારની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.સ્વયં સેવકો દ્વારા સરાહનીય સેવા કરવામાં આવી રહી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો