રાજકોટ શહેરમાં વસવાટ કરતાં ચારણ ગઢવી સમાજ જોગ સૂચના
આપણા જ્ઞાતિજનોની અધતન ડીરેક્ટરી પ્રસિધ્ધ થશે માહિતી મોકલવા અનુરોધ
આઇશ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ , રાજકોટ દ્વારા રાજકોટ શહેરમાં વસવાટ કરતા , ચારણ ( ગઢવી ) સમાજના જ્ઞાતિજનોની ડીરેક્ટરી માર્ચ -૨૦૦૯ માં પ્રસિધ્ધ કરેલ હતી . આ ડીરેક્ટરીમાં પુરાનામ , સરનામા તથા મોબાઇલ નંબર દર્શાવેલ છે . તે સિવાય | ગુજરાતમાં કાર્યરત છાત્રાલયો , જ્ઞાતિની વાડીઓ , મંડળો , ટ્રસ્ટ , સંસ્થાઓ વિગેરેની પણ માહિતી આપવામાં આવેલ છે . ડીરેક્ટરીની અદ્યતન બીજી | આવૃત્તિ પ્રસિધ્ધ કરવાનું નક્કી કરેલ છે . જેના | અનુસંધાને રાજકોટમાં વસવાટ કરતા તમામ જ્ઞાતિજનોને જણાવવાનું કે , આ ડીરેક્ટરીમાં સરનામાં કે મોબાઇલ નંબરમાં ફેરફાર હોય કે છેલ્લા ૧૨ વર્ષમાં રાજકોટ ખાતે નવા લોકો વસવાટ કરેલ હોય તેમના નામ પણ ઉમેરી શકાય છે . રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર - કચ્છ , ગુજરાત , ભારત અને વિદેશમાં કાર્યરત સંસ્થા , છાત્રાલય , જ્ઞાતિની વાડીના અદ્યતન એડ્રેસ ટ્રસ્ટની ઓફિસમાં લેખિતમાં આપવા જણાવવામાં આવે છે . આ બાબતે કોઇપણ જાણકારી અથવા પૂછપરછ | માટે
વિનુભાઇ મકવાણા
મો .૯૪૨૭૨ ૦૦૦૯૬ સમય સાંજના પ થી ૭
અથવા વોટ્સએપ દ્વારા સંપર્ક કરી શકે છે .
આ માટે પત્ર - વ્યવહારનું સરનામું ઇન્દુબેન ધીરૂભાઇ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ જયુબીલી ટ્રેડ સેન્ટર , શ્રીનાથ ટ્રાવેલ્સની સામે , ભાવેશ મેડિક્લ સ્ટોર ની બાજુમાં રાજકોટ છે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો