ડૉકટર હોય તો આવા....... આજે આખી દુનિયામાં કોરોના ની મહામારી ચાલી રહી છે અને કળિયુગ એની ચરમસીમા પર છે ત્યારે સમાજ માં દયા, માનવતા. લાગણી. સંવેદના વિગેરે શોધવા નીકળવું પડે એવા હાલ દેખાય છે.
આ સમયમાં અમદાવાદમાં આવેલી એસ વિ પી હોસ્પિટલ માં ડૉ. જયદેવ એસ મોડ (એમ ડી મેડીસીન) તથા ડૉ ઉદીત આઇ મહેડુ,(કાર્ડીયોસજૅન) અને શારદાબેન હોસ્પિટલમાં ડૉ મીલન એન મોડ (આર એમ ઓ) પુરી નિષ્ઠાથી અને ખંત થી રાત-દિવસ કોરોના ના દર્દીઓની સારવાર કરે છે. આ સમયમાં આપણું અંગત પણ નજીક નથી આવતું ત્યારે આ ત્રણેય તબીબો પોતાનો તબીબી ધર્મ ખૂબ જ સારી રીતે બજાવે છે .એસ વિ પી હોસ્પિટલ ખાતે તથા શારદાબેન હોસ્પિટલ અને કોઠીયા હોસ્પિટલ માં કોવિઙ મા દાખલ થયેલા સમાજ ના દરેક વ્યક્તિ એ આ ત્રણેય ડોક્ટરો ની સારવાર નો લાભ મેળવેલ છે.આ ઉપરાંત અમદાવાદ અને અન્ય શહેરોમાં તેમજ ગામડાઓમાં હોમ કવોરેનટાઇન થયેલા સમાજના અનેક દર્દીઓએ પણ મોબાઇલ ફોન મારફત આ ત્રણેય ડોક્ટરો ની સલાહ,સુચન અને સારવાર - માર્ગદર્શન નો લાભ મેળવેલ છે.આમ આ ત્રણેય તબીબો
સરળ સ્વભાવ, સાદગી, અને સમાજ પ્રત્યે ની તેમની લાગણી તેમજ કોઈપણ પ્રકારના માન-સન્માન, મોટપ કે સામાજિક પ્રતિષ્ઠા ની લાલસા વગર ફક્ત સમાજ પ્રત્યેની તેમની ફરજ સમજી સેવાકાર્ય માં સતત લાગેલા હોય છે. ડૉ.જયદેવભાઈ , ડૉ ઉદીતભાઇ અને ડૉ મીલનભાઇ ને જોઈ એમ લાગે કે ખરા અર્થમાં આઈ સોનલમા ના સંદેશ ને તેમને આત્મસાત કરી લીધો છે. ..
ડો.જયદેવભાઇ મોડ સાહેબ તથા ડૉ ઉદીતભાઇ મહેડુ સાહેબ તથા ડૉ મીલનભાઇ મોડ સાહેબ આપ હંમેશા સ્વસ્થ, નિરોગી રહો અને આપના સેવાકાર્ય થકી ઘણા ચારણ સમાજના યુવાનો માટે આપ પ્રેરણા સ્ત્રોત બની રહો અને માતાજી સદાય આપની ચઙતીકળા રાખે એવી મોગલમાં, સોનલમાં તથા કુળદેવી ચાળકનેચીમા ના ચરણો માં પ્રાર્થના...... જય માતાજી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો