🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
*જય રવેચી મા*
*રાગ*- મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ...
રંગ છે તને રવેચી માવડી રે લોલ...
તારા નામથી થાયે અજબ સુખ આભાસ રે
તને નમણું કુળદેવી હજારો વાર છે રે...
જેમ પ્રસરે સુગંધ ચોમેર બાગની રે લોલ...
એમ (તારા) આશિષ તણો ધૂપ બધે પ્રસરંત રે
તને નમણું કુળદેવી હજારો વાર છે રે લોલ...
જેમ ઇચ્છે જગતમાં સૌ અમીર પણું રે લોલ...
એમ ચારણ ઈચ્છે આઈના આશિર્વાદ રે
તને નમણું કુળદેવી હજારો વાર છે રે લોલ...
માં તું સાંભળે સદાય સાદ છોરુનો રે લોલ...
(હવે) કળિયુગમાં તું નાવ નોંધારી કાઢ્ય રે
તને નમણું કુળદેવી હજારો વાર છે રે લોલ...
તારું શરણું ઈચ્છું હુ ચારણ આઈમા રે લોલ...
ભજે *યુવરાજ ચારણ* ભાવથી તોળો ભાવ રે
તને નમણું કુળદેવી હજારો વાર છે રે લોલ...
✍️ લિ. યુવરાજ ચારણ
*ગામ*- ચોટીલી(નેશ) *તા*- જેસર *જી*- ભાવનગર......🙏🙏🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો