અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસંગઠન દ્વારા " શ્રી અમિત જબરદાન ગઢવી મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ આદીપુર , કચ્છ નવિનતમ કન્યા છાત્રાલયની અગિયાર ચારણ કન્યાઓને દત્તક લીધેલ છે.
આ અગિયાર દિકરીઓનો તમામ ખર્ચ ઉપરોક્ત સંગઠન દ્વારા ઉઠાવવામાં આવશે.ઉપરોક્ત સંથાનું ર૧/૮/૨૦૨૦ ના રોજ ઓપનિંગ છે .
ત્યારે સામાજીક સંગઠન દ્વારા કન્યાઓને દત્તક લેવાની પ્રવૃતિ ખુબ જ સરાહનિય છે .
અખિલ ભારતીય ચારણ ગઢવી મહિલા મહાસંગઠનના પ્રમુખ બેનશ્રી નયનાબેન કે.ગઢવી અને મહિલા ટીમ દ્વારા કન્યાઓને દત્તક લઈ શિક્ષણ ક્ષેત્રે સમાજની દિકરીયું આગળ વધે એ માટેની પહેલ ધન્યવાદને પાત્ર છે.
ચારણ સમાજની ઘણી દિકરીઓ ભણવા ખુબ આતુર હોય છે પરંતુ આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી આગળ વધી શકતી નથી પરંતુ આ રીતે દિકરીઓને દત્તક લઈ ભણાવવાની અને તમામ ખર્ચની જવાબદારી આવી સંસ્થાઓ લેશે તો એમને ઘણી રાહત થાશે.અને સમાજમાં નારી સશક્તિકરણને બળ મળશે.અને આવુ કાર્ય એક મહિલા સંગઠન દ્વારા થાય એની વિશેષ નોંધ લેવાય..
ખુબ ખુબ અભિનંદન..પુરી ટીમને..
આઈ શ્રી સોનલ કૃપા સદાય રહે..
પોસ્ટ :- દિલીપભાઈ શિલગા
ચારણત્વ બ્લોગ પર જોવા માટે:-
વાહખુબ સરસ કાર્ય કરી રહ્યા છો પુરી ટીમને ધન્યવાદ મા સોનબાઈ સદાય સાથ રહે એવી પ્રાર્થના
જવાબ આપોકાઢી નાખો