ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

રવિવાર, 26 જુલાઈ, 2020

હે ચારણી


હે ચારણી ! સુખ કારિણી ! બ્રહ્મ ચારિણી ! આયે શરણ ,
સચ્ચિદાનંદે ! શારદે ! મંગલમયી ! પ્રણમેં ચરણ.

અંબિકે ! આવડ ! આશપૂર્ણે ! હે તુમ્હારે બાલ હમ ,
જગતારિણી ! અધહારિણી કુરુ પ્રણતકી પ્રતિપાલ તુમ .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......

પૂર્વજ સદશ નીતિ પથિક હો , માતૃભુમિ કે ભક્ત હમ ,
શૂરે ઉદાર રૂ સત્યવક્તા અમૃતમયી અનુરકત હમ .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......

દ્રઢ વીર વ્રતી સેવક બને અરુ પઢે શમ દમ પાઠ હમ ,
અગ્નિ પરીક્ષા મેં અડિગ બન બઢે સંયમ બાટ હમ .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......

યમ યાતના હો નર્ક દુઃખ કર્તવ્ય પથ છોડે ના હમ ,
દમ દમ તિહારા જપ જપે મર મિટે મુખ મોડે ના હમ .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......

આશિષ ઉચ્ચારો અન્નપુર્ણે શ્રીચરણ મેં લીન હો મન ,
હમ હ્યદય સીંચો અમૃત 'સોનલ' પ્રેમમયી લાગી લગન .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......


અર્થ :- 

અમને શુભ - મંગલમય પંથે ગતિ કરાવનારા હે ચારણી દેવી ! અમને સુખ શાંતિ આપવાવાળા તથા બ્રહ્મ પ્રાપ્તિના માર્ગે પ્રેરનારા હે પરમાત્મ શક્તિ દેવી ! અમે આપને શરણે આવ્યા છીએ . હે સત્ય ચૈતન્ય આનંદ સ્વરૂપિણી જગદંબા ! હે મંગળ સ્વરૂપી શારદા ! વિધા દેવી ! અમે આપના ચરણોમાં પ્રણામ કરીએ છીએ -ધ્રુવ હે મા અંબા ! હે જગદંબા આવડ - આશાપુરા ! અમે આપના બાળકો છીએ આપ અમારા સાચા મા છો . જગતના સર્વે પ્રાણી ભૂતમાત્રને તારનારાં , અમારા પાપોનો નાશ કરનારા હે જગજનની ! આપના ચરણોમાં પ્રણામ કરનારાં અમો સૌનું આપ પાલનું રક્ષણ કરો -૧ હે મા ! અમે અમારા પૂર્વજો - અમારા વડવાઓ જેવા નીતિ માર્ગ પર ચાલનારા બનીએ , માતૃભૂમિ ભરતવર્ષના સાચા ભક્ત – સેવક બનીએ . અમારા એ પૂર્વજો જેવા
શુરવીર , ઉદાર વિચાર અને આચરણવાળા , સત્યધર્મનું પાલન કરનારા અને પરમામૃત સ્વરૂપ એવા આપના માં પ્રેમભક્તિ રાખનારા બનીએ , એવી કૃપા આપ અમારા પર કરો . - ર હે જગદંબા ચારણી દેવી ! અમે દ્રઢ શરીર અને મનોબળવાળા બનીએ , આંનદ અને ઉત્સાહપૂર્વક ધર્મવ્રતને ધારણ કરનારા , એનું પાલન કરનારા વીર સેવક બનીએ , મનો નિગ્રહ તથા ઈન્દ્રિય નિગ્રહ પ્રાપ્ત કરવાનું ભણતર ભણીએ , અને અગ્નિ સ્નાન જેવી ભયંકર કસોટીઓ આવે , આકરી તાવણી થાય , તો તેમાં પણ અડગ રહીએ અને સત્ય શુદ્ધ સંયમનો આત્મનિગ્રહના – મનીષિઓના વીરોચિત માર્ગ ૫૨ આત્મકલ્યાણ ના પંથે આગળ વધીએ , એવું બળ અમને આપો -૩ હે મંગળમયી મા ! અમારા પર આપત્તિ નાં પહાડ તૂટી પડે , યમરાજા પાસેના સર્વ દુ :ખો અમારા પર આવે , શૈરવ નર્કની વિપત્તિઓ સહન કરવાનો વખત આવે, તો પણ અમે અમારૂ કર્તવ્ય , અમારો માનવોચિત માર્ગ ન છોડીએ , અને શ્વાસે શ્વાસે આપનું સ્મરણ કરતા કરતા , મુખ પર પીડાની રેખાઓ દેખાડ્યા વિના પાછા ન હટીએ , મરી મટીએ , એવી શક્તિ - એવું સામર્થ્ય અમને આપવા કૃપા કરો - ૪ હે અન્નપૂર્ણા મા હું આઈ સોનલ વીનવું છે કે અમારા હૃદયમાં આપનું દિવ્ય અમૃત સીંચો આપના શ્રી ચરણોમાં , આપના શુભ કલ્યાણમય સ્વરૂપમાં અમારાં મન લીન થઈ જાય , પરમ પવિત્ર પ્રેમની સાચી ભક્તિની લગની અમને લાગે એવા આશીર્વાદ આપ અમારા ૫૨ વરસાવો.


સંદર્ભ :- ચારણ અસ્મિતા માસિક મુખપત્ર અંક ૩
વર્ષ :-૧ 
પાના નંબર :-૧

4 ટિપ્પણીઓ:

Featured Post

શ્રીમતી વિણાબેન દિલીપદાન ગઢવી (MSC, MED)ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડસ મા સ્થાન પામવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ઈડર ની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિર, ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં રસાયણ વિજ્ઞાનના શિક્ષક તરીકે...