ચારણ સમાજ વાડી ગાંધીધામ કચ્છ ખાતે 16 રૂમોની જાહેરાત
*નામ રહંતા ઠાકરા નાણાં નહીં રહંત*
*કિર્તી કેરા કોટડા ઇતો પાડ્યાં નહીં પડંત*
*ચારણ સમાજના ગૌરવ એવા સ્વ. નારસંગજી રવાજી અયાચી ની સ્મૃતિમાં કરછના આર્થિક પાટનગર એવા ગાંધીધામ શહેર માં સોનલધામ પરીસરમાં એમના સુપુત્રો શ્રી ચંદ્રશેખર ભાઈ અયાચી, શ્રી જગદીપભાઈ અયાચી તથા પરીવાર દ્વારા ભવ્ય સમાજવાડી નું નિર્માણ કરાવી આપવામાં આવેલ છે.*
*આજ રોજ "સ્વ. નારસંગજી રવાજી અયાચી સમાજવાડી" ના પ્રથમ માળે સોળ જેટલા સંપૂર્ણ સુવિધાસભર રુમો બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી છે( અંદાજીત 50 લાખ જેટલો ખર્ચ) અયાચી પરીવાર મોડવદર ના મોવડી અને ગાંધીધામ સોનલધામ ને વિકસાવવામાં જેમનું તન મન ધન થી અનન્ય ફાળો છે એવા આદરણીય શ્રી ભગવાનજીભાઈ ખાનજીભાઈ અયાચી દ્રારા જાહેરાત કરવામાં આવેલ.*
શ્રી ભગવાનજીભાઈ ખાનજીભાઈ અયાચી દ્રારા ચારણ સમાજવાડી મા 16 રૂમો માટે બહુ જ ઉમદા પહેલ સાથે ખૂબ જ સારી જાહેરાત
ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ
જય સોનબાઇ મા
જય માતાજી
જવાબ આપોકાઢી નાખો