વંદે સોનલ માતરમ
ભારત માતાકી જય
મુળ વવાર ના અને આપણા ગઢવી સમાજનું ગૌરવ એવા યુવાન *શ્રી સવરાજભાઈ પાલુભાઈ ગઢવી* આપણા દેશની શાન ઇન્ડિયન આર્મી માં 17 વર્ષની પોતાની સેવા આપી અને તારીખ 02/02/2020 રોજ ખોડીયાર જયંતીના દિવસે સેવાનિવૃત થઇ માદરેવતન અંજાર પધાર્યા અંજાર ગઢવી સમાજ દ્વારા ભવ્ય સન્માન નો કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો...... જય માં સોનલ
આદિકાળ થી રાષ્ટ્રભક્તિ એ ચારણો ના લોહી મા રહેલી છે. ધર્મ, દેશ અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે ચારણો એ પોતાના બલિદાનો આપ્યા છે તે ઇતિહાસ માં સુવર્ણઅક્ષરે લખાયેલા છે. રાષ્ટ્રની રક્ષા કરવા માટે જયારે જયારે જરૂર પડી છે ત્યારે ચારણો એ ક્ષત્રિયો ને દેશભકિત ના પાઠ ભણાવ્યા છે એટલું જ નહિ રણમેદાન માં ક્ષત્રિયો સાથે રહીને યુદ્ધો લડ્યા છે. ક્ષત્રિયો અને ચારણો તો આ દેશ માટે, ભારતીય સંસ્કૃતિ માટે પોતાના લીલુડા માથા માં ભારતીના ચરણો માં અર્પણ કર્યા છે. આજે પણ ભારતીય સેના માં જયારે પુરા જોશ અને હોંશ થી કચ્છના ,ચારણ તેમજ ગુજરાત ચારણ સમાજ ના યુવાનો જોડાઇ રહયા છે ત્યારે આપણે ગૌરવ અનુભવીએ છીએ.
ખુબ ખુબ અભિનંદન આ નવ યુવાન યોદ્ધાઓ ને હજુ ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી માં સોનલ આગળ પ્રાર્થના.....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો