♾♾♾♾♾♾♾
આવતી કાલે ૨૬ મી જાન્યુઆરી.આ દિવસે આપણે સૌ પ્રજાસત્તાક દિન ઉજવણી કરીએ છીંએ.
*ગુજરાત ના ચારણો માટે આ વખત નો પ્રજાસત્તાક દિવસ ખાસ વિશેષ છે, કેમકે... દિલ્હી રાજપથ પર યોજાનાર દેશ ના મુખ્ય સમારોહ મા ચારણ દિકરી કુ, હિરલબા મહેડુ તેમની કલા પ્રદર્શિત કરવાના છે.*
સમગ્ર ચારણ સમાજ માટે ગૌરવ કહી શકાય કે ગુજરાત સરકાર દ્વારા હિરલબા ને ગુજરાત ના પારંપરિક ગરબા રજુ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે.
તેઓ આવતી કાલે સવારે આઠ વાગ્યે રાજપથ પર ના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય ની ઝાંખી સાથે નીકળતા ટેબલ મા પણ આપણને પોતાની કલા રજુ કરતા જોવા મળસે. જેમા દેશ ના ગણમાન્ય નાગરિકો સહિત મોટી સંખ્યામાં દેશ તેમજ વિદેશના ના મહેમાનો ઉપસ્થિત રહેસે.
આ સિવાય રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાન ના અન્ય વિશેષ સમારોહ મા પણ બે ત્રણ દિવસ તેમના કાર્યક્રમ યોજાસે .
સાબરકાંઠા ના વડાલી તાલુકાના કંજેલી ગામના વતની અજીતસિંહ મહેડુ ના દિકરી હિરલબા ગાંધીનગર ખાતે માઇક્રો Bsc મા અભ્યાસ કરે છે. તેઓ તેમના જીવન મા સફળતા ના ઉચ્ચ શિખરો સર કરે એવી એમને હાર્દિક શુભકામનાઓ..
- દશરથદાન ગઢવી, થરાદ
♾♾♾♾♾♾♾
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો