ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 17 ડિસેમ્બર, 2019

સોનલબીજ જશોદનગર

જય માઁ સોનબાઈ 
જશોદાનગર સોનલ યુવક મંડળ દ્વારા અમદાવાદ ખાતે સમાજ ને સંગઠિત કરવાના હેતુ થી આઈ સોનલમાં ના જન્મ દિવસ ઉજવણી થી પ્રારંભ કર્યો હતો જેમાં અમદાવાદ ચારણ સમાજ ના વડીલ તેમજ સમાજ ને યોગ્ય રાહ ચીંધી શકે તેવા મુરરબી શ્રી સામતભાઈ વરસડા,માધવસિંહ બારહટ ના આશીર્વાદ થી શરૂવાત કરી હતી આ સંગઠન બને તે માટે પ્રારંભે સમાજ ને એકત્રિત કરવા માટે ડાયરો એ યોગ્ય પ્રવૃત્તિ હતી પરંતુ તેની સાથે સાથે અન્ય રચનાત્મક પ્રવૃત્તિ પણ જરૂરી હતી જેમાં તેજસ્વીવિધાર્થીઓ ના સન્માન ,સમાજ ના ગૌરવશાળી વ્યક્તિઓ ના સન્માન તેમજ ચારણત્વ ને આજના યુગમાં પણ કદમ મિલાવી આવનાર પેઢી ને રાહ ચીંધી શકે તેવા મૂલ્યવાન વ્યક્તિઓ ના સન્માનવાનો પ્રયત્ન શરૂ થયો હતો જેની શરૂવાત થતા તેમાં સમગ્ર સમાજ નો જોમ જુસ્સો વધતો ગયો હતો પરંતુ ધીરે ધીરે આ પ્રવૃત્તિઓ ની જગ્યા એ ડાયરો એ પ્રધાન પ્રવૃત્તિ બની જતા તે માત્ર ચુંટણી રેલી ની એક સભા જેવો મંચ બની રહ્યો જ્યાં નેતા અને જનતા વચ્ચે માત્ર ટૂંકો સંવાદ હોય છે જેના મથનમાં કીર્તિ,પ્રસિદ્ધિ,આચરણ શુદ્ધિ ની વાતો કે ટૂંક સમય ની શિસ્તબ્ધતા જોવા મળતી હોય છે જે લાંબા ગાળે સમાજ ને ઉપયોગી ના હોય તેમાં સુધાર થાય તો સમાજ વચ્ચે ચોક્કસ સંવાદિતા સાધવામાં તેમજ  સમાજ માં નૈતિકમુલ્યો,શિક્ષણ અને એકતા માટે ઉપયોગી પ્રવૃત્તિ  બની શકે તેમ ઇચ્છીત છે  બાકી પૈસા વાળા ની પૂજા અને મનોરંજન માટે થતી ક્રિયા આઇ માઁ ને નો ગમે.
 જય સોનબાઇ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો