ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 2 જાન્યુઆરી, 2019

નિ:શુલ્ક માર્ગદર્શન સેમિનાર

રાજકોટમાં આઈ શ્રી સોનલમાં કેરીયર ડેવલોપમેન્ટ એકેડમી દ્વારા શુક્રવારે નિ:શુલ્ક માર્ગદર્શન સેમિનાર

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને “સમ્રાટ” સામતભાઈ ગઢવી સાહેબ આપશે માર્ગદર્શન

ગઢવી સમાજ દ્વારા તમામ જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક સેમિનારનું આયોજન

1100થી વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે

મણીયાર હોલમાં શુક્રવારે 9:30 કલાકથી સેમિનાર શરૂ થશે

આઈ શ્રી સોનલમાં કેરીયર ડેવલોપ મેન્ટ એકેડમી રાજકોટ દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન  સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી  કરતા ચારણ ગઢવી સમાજના યુવક-યુવતીઓ માટે આઈ શ્રી કંકુકેશમાંની પ્રેરણાથી અને સોનલ માતાજીનું સપનુ સાકાર થાય તેવા શુભ હેતુથી પોલીસ કોન્સ્ટબલની પરીક્ષાની પૂર્વ તૈયારી કરવા અંગે આ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં ગાંધીનગરની જાણીતી એંજલ એકેડમીની સ્થાપક “સમ્રાટ” સામતભાઈ ગઢવી સાહેબ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ અરવિંદભાઈ મણિયાર હોલ, જ્યુબેલી ચોક,  રાજકોટ ખાતે 4 જાન્યુઆરીને શુક્રવારના રોજ સવારે 9:30 કલાકથી શરૂ થશે.

માર્ગદર્શન સેમિનારમાં 1100 થી વધારે ઉમેદવારોનું અગાઉથી જ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. લાખો યુવાનો માટે પ્રેરણારૂપ એવા “સમ્રાટ” સામતભાઈ ગઢવી પાસેથી માર્ગદર્શન મેળવવા માટે યુવાનોની સંખ્યા વધી જતા ન છૂટકે રજીસ્ટ્રેશન બંધ કરવાની ફરજ પડી છે. ચારણ ગઢવી સમાજની સાથે અન્ય સમાજના વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં લઈ તમામ સમાજના સ્પર્ધાત્મક તૈયરી કરતા યુવાઓ આ સેમિનારમાં જોડાવાના છે. 6 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં લોકરક્ષક દળની પરીક્ષા યોજાવા જઈ રહી છે તે પહેલા જ યુવાનોને જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુ અને કંકુકેશરમાંના આદેશથી શાંતનુભાઈ ગઢવી  તેમજ જયવીરભાઈ ગઢવી સહિતના યુવાનો આ સેમિનારને સફળ બનાવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

ગાંધીનગરની જાણીતી સંસ્થા એંજલ એકેડમીની સંચાલક અને સ્થાપક “સમ્રાટ” સામતભાઈ ગઢવી પાસેથી લાખો યુવાનો દરરોજ યુ ટ્યૂબ અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાય છે. ત્યારે ખુદ સામતભાઈ ગઢવી ખુદ રાજકોટના આંગણે માર્ગદર્શન આપવા આવતા હોવાથી લોકરક્ષક દળની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ખુદ મદદરૂપ થશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...