ગત તા.૧૬.૧૨.૨૦૧૮ને રવિવાર ના રોજ ધોકાવાડા ખાતે અખિલ બ્રહ્માડનું સંચાલન કરનાર માં ભગવતી આઈ શ્રી વરેખણમાં ના મંદિર ખાતે કુળદેવી ના મંદિર નવનિર્માણ હેતુ સબબ એક મિટિંગનું આયોજન ચારણ સમાજની આઈ પરંપરા ના વાહક પરમ વંદનીય આઈશ્રી કંકુકેશરમાં (રાજસ્થાન) તથા સૃહદમૂર્તિ સ્વરૂપા આઈ શ્રી જાલુઆઈમાં (ખોડાસર) ના પાવન સાનિધ્યમાં રાખવા માં આવેલ જેમાં વરેખણમાં ને કુલદેવી માનતા ચારણ તેમજ ચારણોતર સમાજ જેમાં આહીર , સુબળ સાખ ના રાજગોર સમાજના વડીલો ઉપસ્થિત રહયા હતા અને આઈશ્રી વરેખણ માં ના ધોકાવાડા ખાતે એક ભવ્યાતિભવ્ય અને આઈ પરંપરાગત ભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય લેવા માં આવ્યો..... માતાજી દયા થી હાજર રહેલ વરેખણ છોરું દ્વારા મંદિર ના ભવ્ય નવનિર્માણ માટે ફાડો નોંધાયો હતો અને 68000000(
આશરે અડસઠ લાખ જેટલી માતબર ફાળો નોંધાયો માં આવ્યો હતો.... સમગ્ર ફાળા ની માહિતી નામ સાથે ગ્રુપ માં રજુ કરવામાં આવશે... સમગ્ર વરેખણ છોરુંને નોંધ લેવા વિનંતી.....જય માં વરેખણ વીશભુજાળી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો