ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

બુધવાર, 21 નવેમ્બર, 2018

પ.પૂ આઈશ્રી સોનલમાનું આજે 44 મો નિર્વાણ દિવસ


આજે કારતક સુદ 13 (તા.21-11-18) પ.પૂ. આઈશ્રી સોનલમાનું આજે 44 મો નિર્વાણ દિવસ છે.

નિચે મુજબ માહિતી આપવાનું નાનકડો પ્રયાસ કરેલ છે.


આઈમાં જે કાર્ય માટે આવ્યા તા તે કાર્ય પુરુ થયુ હોવાથી વિ.સ.2031 કારતક સુદ 13 ને તારીખ 27-11-74 ને બુધવારના વહેલી સવારે પ્રભાત 5:15 વાગ્યે આ પંચ મહાભુતના દેહનો ત્યાગ કરી પરમત્તવમાં લીન થયા હતા.

પૂ. આઈમાંના પાર્થિવ દેહનો  તેમના નિવાસસ્થાને કણેરીમાં અગ્નિદાહ આપવામાં આવ્યો.

ત્યારે હજારો નહિ બલ્કે  લાખો ભક્તોની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી.


*આઈશ્રી સોનલમાં નો સંક્ષિપ્ત પરિચય*


નામ :- સોનબાઈ હમીર મોડ

પિતાનું નામ :- હમીર માણસુર મોડ

માતાનુ઼ નામ :- રાણબાઈ માણસુર 

રાણબાઈમાં નુ મુલ નામ :- વાલબાઈ માં

કુળ :- ચારણ કુળ

ગોત્ર :- તુંબેલ ગોત્ર.

કુળ રુઋુષિ :- શિવ.

કુળદેવી :- રવેચી.

મુળ શાખા :- મવર (ગુંગડા) 

પેટા શાખા :- મોડ.

જન્મદિન :- વિ.સં. 1980 , પોષ સુદ -2 

તારીખ :- 8-1-1924, મંગળવાર. 

સમય :- સાંજે 8:30  કલાકે.

જન્મસ્થળ :- મઢડા, તા : કેશોદ , જી: જુનાગઢ

સ્વધામગમન :- વિ.સં. 2031 કારતક સુદ 13 તારીખ 27-11-1974

સમાધી સ્થળ :- કણેરી ,તા : કેશોદ


સંદર્ભ :- આઈશ્રી સોનલ કથામૃત, લેખક : આશાનંદભાઈ ગઢવી , ઝરપરા , કચ્છ


આજે  કણેરીમાં સોનલમાંનો 44 મો નિર્વાણ દિન ઉજવાશે.

પ.પૂ. આઈમાંની કર્મભૂમિ - સમાધીસ્થાને ને સવારે માતાજીની ધૂપ - દિપ પૂજન વિધી બાદ હવનયગ્ન રાખવામાં આવેલ છે.


આ પાવનકારી પ્રસંગે પૂ. આઈશ્રી બનુમાં  તથા આઈશ્રી કંકુકેશરમાં પધારી આશ્રિવાદ પાઠવશે .

બપોરના અને સાંજના બન્ને ટાઈમ મહાપ્રસાદ રાખેલ છે.

રાત્રે 10 કલાકે *શક્તિ મહિમા ગાન* સંતવાણી - લોકડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

સમસ્ત ચારણ સમાજને આ મહોત્સવનો લાભ લેવા નરહરદાનભાઈ ગઢવી દ્વારા જણાવવામાં આવે છે.



1 ટિપ્પણી:

  1. ખૂબ સરસ સોનલમાના આશીર્વાદ કાયમ સાથે રહે એવી અભિલાષા

    જવાબ આપોકાઢી નાખો

Featured Post

આજે ભાદરવા વદ -૯ એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની ૪૫૦ મી જન્મ જયંતી

આજે ભાદરવા વદ -9 એટલે નાગદમણ અને રુકમણી હરણના રચિયતા સંત શિરોમણિ સાંયાજી ઝુલાની ૪૫૦ મી જન્મ જયંતી છે. ભારતમાં સનાતન વૈદિક ધર્મન...