ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી, ગાંધીનગર આયોજિત, અખિલ ભારતીય ચારણ-ગઢવી સમાજ સંયોજિત અને સમસ્ત ગોલાસણ, વજાપર અને સામરખા મહેડુ પરિવાર પ્રાયોજિત ગુજરાતના ત્રણ મધ્યકાલીન કવિરાજોના શતાબ્દી મહોત્સવમા અનેક મહાનુભાવો સાથે મારું પણ સન્માન કરવામાં આવ્યું અના માટે હું આભાર વ્યક્ત કરું છું.
મુરબ્બી પુરુષોત્તમ રૂપાલા સાહેબે આ પ્રસંગે ખૂબ સુંદર વાત કરી કે, "આ પ્રસંગ એ કોઈ કવિના સન્માનનો નથી. કાવ્યની રચના તો ઘણા બધા કરી શકે. પણ, આ પ્રસંગ એ ચારણત્વના સન્માનનો છે. કાવ્યમા અને ચારણત્વમા ફેર છે. કલમ અને કટાર બન્ને જો કોઈના હાથમા શોભે તો એ માત્ર ને માત્ર એક ચારણના હાથમા જ શોભે."
આ પ્રસંગે બીજી આનંદની વાત એ છે કે, અમારા પરિવારમાથી એક સાથે ત્રણ પેઢી એટલે કે, મારું, મારા પિતાનુ અને મારા દાદાનું સન્માન એક સાથે કરવામાં આવ્યું. આ વાતનો આનંદ અને ગૌરવ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો