કવિ દાદ ની અનમોલ રચના
કવિ દાદ ની અનમોલ રચના:
બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,
સામસામા ભળ આફળે એમા,
મરવું ઈ મરદાઈ રે,
માથળા મા ભલે ગોળીયુ વાગે,
પણ એની પીઠ ન વિંધાઇ જાઈરે,
બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,
ધુધરીયાળી વૈલ મા બેઠી,
મુખડામાં મલકાઇ રે,
એના ચોખલીયાળા ચાંદલા નું
જોજે કંકુ નો ભુસાઇ રે,
બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,
રજ લુવા રઈ જીવતી જેની ,
જુરતી જનેતા ઈ રે,
કોઈના લાડકવાયા ની ખાંભીયુ
ઉપર મહેલ નો ચણાય જાઇ રે,
બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,
બાંધેલ ભેટે એને બળવા દેજે,
જેના આતમ છે ઉજળાય રે,
'દાદ' જોજે કળીયુગ ના કરમ,
એને જોજે ન છેતરી જાઈ રે,
બગાડજે મા તું કોઈ ની બાજી અધવચે કીરતાર ,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો