ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 1 મે, 2018

ચારણ સમાજનુ ગૌરવ

 .                   *ચારણ સમાજનુ ગૌરવ*

રાજસ્થાનના જેસલમેરમાં રહેનારા દેશલદાને IASમાં 82મી રેન્ક મેળવી પોતાના પરિવાર, સમાજ અને જિલ્લાનું નામ રોશન કર્યું. દેશલદાનના પિતા ચા વેચવાનું કામ કરે છે. 
તેમણે સાબિત કરી બતાવ્યું કે ભલે તે પોતે એક સંપન્ન પરિવારમાંથી નથી, પરંતુ સફળતા માટે પૈસાની નહીં જુનૂનની જરૂર હોય છે.

બાળપણથી જ દેશલદાન અભ્યાસમાં હોશિયાર હતાં અને તેના પિતાએ પણ દરેક સમયે તેમના દીકરાને સહયોગ આપ્યો. પિતાને વિશ્વાસ હતો કે દેશલદાન તેમનું અને સમગ્ર ચારણ સમાજનું  નામ રોશન કરશે અને દીકરાએ સપનું સાકાર કર્યું.

*વ્યાજ પર પૈસા લઈને દીકરાને ભણાવ્યો*

દેશલદાનનાજી ના  અભ્યાસ દરમિયાન તેના પિતાજીએ વ્યાજ પર પૈસા લઈને સતત તેનો અભ્યાસ ચાલુ રાખ્યો અને હવે તેની મહેનત સફળ થઈ ગઈ. બાળપણથી જ દેશલદાન અભ્યાસમાં હોંશિયાર હતાં અને તેના પિતાએ પણ દરેક સમયે પોતાના દીકરાનો સાથ આપ્યો

યૂપીએસસી સિવિલ સર્વિસ ના પરિણામોમાં જેસલમેર નિવાસી દેશલદાનની પસંદગી થઈ છે. તેણે 82મી રેન્ક મેળવી છે. આ પહેલા તેનું સિલેક્શન IFSમાં પણ થઈ ચૂક્યું છે.દેશલદાનના IASમાં પસંદગીની ખબર મળતા જ તેના પૈતૃક ઘરમાં ખુશીની લહેર છવાઈ ગઈ અને ઉત્સવ જેવો માહોલ થઈ ગયો. જેસલમેરના ચુંગી નાકા પર ચાનો સ્ટોલ ચલાવનારા કુશલદાને સખત મહેનત કરીને પોતાના દીકરાનો ઉછેર કર્યો. 

જોકે આ પહેલીવાર નથી જ્યારે દેશલદાને પોતાના જિલ્લાને ગૌરવ અપાવ્યું હોય. આ પહેલા તે IFS માટે પસંદ થઈ ચૂક્યા છે. તેનું લક્ષ્ય અને સપનું IAS બનવાનું અને પરિવારનું નામ રોશન કરવાનું હતં. આજે આ ઉપલબ્ધિ માટે સમગ્ર પરિવાર અને ચારણ સમાજ અને ગામ ખુશ છે.

*વીડિયો જોવા માટે નિચેની લિંક ઓપન કરો :-*
https://youtu.be/_LObZ92CBnw


               *વંદે સોનલ માતરમ્*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...