ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

સોમવાર, 19 માર્ચ, 2018

આઈ સોનલમાં એ કહ્યું છે કે “દિકરી તમારી દેવ છે ,જો જો એનું દિલ દુભાયના “ ચારણો તો દેવીપુત્રો કેહવાય છે છતાં એના સમાજમાં સ્ત્રીઓનો અનાદર કેમ ?.નારી તું નારાયણી કેહવાય છે. એ આપણા સુખ માટે કેટલો ત્યાગ કરે છે પારકાંને પોતાના કરે અને આપણે ગમ્મે ત્યારે એને હડધૂત કરીને કાઢી મુકીએ. ત્યાગ શબ્દની પરિભાષા જો કોઈ સારી રીતે સમજતું હોય તો એ નારી છે .


નારી આપણ ને જન્મ આપે ,નારી માતા કે પત્નીના રૂપમાં આપણા જીવનનું ઘડતર અને ચણતર કરે છે .સ્ત્રીને તો ચારણ સમાજમાં નાનપણથી “ત્યાગ” શબ્દ કક્કો અને બારાખડીની જેમ ઘૂંટાવાય છે .પોતાના આનંદ ,આશા ,આંકાંક્ષાની દરકાર કર્યા વિના ઘરના સૌને સુખી કરવામાં મીણબતીની જેમ પોતાની જાતને પીગળાવી દે છે .


જો વિધુર થયાં પછી ૪૦ -૫૦ વર્ષનો પુરુષ વાજતે ગાજતે બે –ત્રણ સંતાનો નો પિતા હોવા છતાં ઘોડે ચડી શકતો હોય તો બિચારી નાની વયની વિધવા સ્ત્રીને આવો અધિકાર કેમ નહિ ? 


ચારણ સમાજને આવું પરિવર્તન લાવવાનો સોનલમાં આદેશ આપતા ગયા છે પણ આપણે સોનલબીજ ઉજવણીના દિવસે એ ચોપડો ખોલતા જ નથી .સ્ત્રીઓ ને પોતાની જિંદગી જીવવાનો મૌલિક ,નૈતિક અને કાનુની અધિકાર છે .સમાજે આગળ ચાલીને વિધવા વિવાહનો સૈન્ધાતિક સ્વીકાર કરવો જોઈએ તો જ સોનલબીજની ઉજવણી સાર્થક ગણાશે –પૂજા બાઈસા ગોકળભા ચારણ (ભાચાઉં –કચ્છ) –ચરજ નેટવર્ક મેગેઝીન”શક્તિ વિશેષાંક” –જાન્યુઆરી ૨૦૧૮ 


તા:ક - ચરજ નેટવર્ક મેગેઝીનના વોટ્સઅપ બ્રોડકાસ્ટ લીસ્ટ દ્વારા ચરજ નેટવર્ક મેગેઝીનના લેખો/વિચારો /માહિતીના અંશો આપની  સાથે શેર કરવામાં આવે છે. આશા છે કે આપને ગમતા હશે અને આપના માટે આ માહિતી ઉપયોગી હશે .છતાં પણ આ મેસેજ આપને ન ગમતા હોય અને આપના માટે સહેજ પણ ઉપયોગી ન હોય તો  ૯૮૨૫૫ ૪૪૨૦૧ નંબર પર વ્યકતિગત મેસેજ દ્વારા જાણ કરવા વિનંતિ.અમે આપની વ્યકતિગત સ્વતંત્રતા,પસંદગી અને પ્રાઈવસીનો આદર કરીએ છીએ અને આપની વોટ્સઅપ ફ્રીડમમાં અમારા દ્વારા કોઈ ખલેલ ન પહોંચે એની અમે કાળજી લઈશું..આભાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો