ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 24 માર્ચ, 2018

યુવા વિદ્યાર્થી માટે કારકીર્દી સેમિનાર

યુવા વિદ્યાર્થી માટે કારકીર્દી સેમિનાર
ચારણ સમાજના ધોરણ ૧૨ પાસ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા ભાઈ-બહેનો તા. ૨૫ ને રવિવારે બપોરે ૪ કલાકે ઈશરધામ પહોંચી જાય, ધર્મ  સાથે કર્મ પણ થઈ શકે તે માટે આ યુવા વર્ગ માટે આવનારા દિવસોમાં સરકારી ખાતાઓ તેમજ અન્ય કઈ ભરતી છે ને તેની પરીક્ષા માટે કઈ રીતે તૈયારી કરવી તેનું મીરીયલ વગેરે મેળવવા રવિવારે ઈશરધામ પ્રોફેશનલ ટીચર્સનો ફ્રી સેમિનાર છે. રાજકોટના ટીટીસી કેરિયર કલાસના મનીસ ગઢવી અને જીતેન ઉધાસ વિવિધ પરીક્ષાની માહિતી તૈયારી અને મટીરિયલ આપશે. સાથે તાજેતરમાં ડાયરેકટ ડીવાય. એસ.પી. બનેલ રાજકોટના રૂતુબેન રાબા પણ માર્ગદર્શન આપશે. આપ આપના પરિવારમાં ભણતા વિદ્યાર્થીને કે અન્ય ને જાણ કરી ઈશરડાડાના આશીર્વાદ સાથે ફ્રી કારકીર્દી માર્ગદર્શન મેળવવા કાલે બપોરે પહોંચો ઈશરધામ, યુવા ચારણો માટે કાલે ભક્તિ અને શક્તિનો અવસર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO

પરિવારની પાંખો થકી, ચારણની દીકરીએ ઊંચી ઉડાન ભરી; GPSC ની પરીક્ષા પાસ કરી ખંભાળીયાના દેવલબેન ગઢવી બન્યા TDO ગુજરાત જાહેર સેવા આયો...