ભગુડામાં .. .....ભાળી,
ઓખામાં ...ઓળખાણી........(ટેક)
મોગલ મોગલ કરતાં કરતાં રૂદીયામાં દરસાણી....
1.ભકતો ની ભીડે દોડીને મા આવતાં...
કષ્ટ કાપી મા મુખ મલકાવતાં...
મોગલ વારે એવી દોડે,સઘળા કામો મુકી કોરે.
મોગલ છોરુને મા હરખાવતાં.....ભગુડામાં....ભાળી...
2.કરે દિવો ..દીવેટ ગણી એકનો...
રાખે લાજુ મોગલ તેની ટેકનો..
કોઈ ભૂલે મોગલ બોલે,સામે ઊદો..ઊદો જીલે...
આપે હિંમત હારેલાને જીતાડતાં...ભગુડામા ..ભાળી..
3.નવખંડે નવરાત મા ખેલતાં..,
ત્રિતાલે ચરજ મા બોલતાં...
મોગલ ગરબી એવા ધુમે,જાણે નવખંડ ચડયું હિલ્લોળે..
દેવી-દેવો જોવાને દોડી આવતાં...ભગુડામાં...ભાળી...
4.માને રુડો લાગે છે.માથે ભેળીયો..,
રત્ન હીરા માણેક હાર પેરીયો...
હાથે કંકણ પાયે ઝાંઝર,નાકે નથડી આભે ટીલડી..
કાને કુંડળ તરવાળે રૂડા શોભતાં....ભગુડામાં...ભાળી
5.મોગલ મંદિર મોજથી બિરાજતાં...
બાળક દૂર-દૂરથી દોડી ત્યાં આવતાં .
ત્યાં ના મોગલ કાળો નાગ,મોગલ છોરુડાં નો બાપ.
ધાનડો રચના ગાઇ ને પાય લાગતો...ભગુડામાં..ભાળી
___________તાજી રચના છે. ભૂલ ચુક માફ કરશો...
Sponsored Ads
ગુરુવાર, 7 ડિસેમ્બર, 2017
भगुडामां भाळी : रचना :- घनश्यामदान गढवी (धानडा)
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
Featured Post
ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ
અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...
-
આઈ નાગબાઈ ના દોહા ગંગાજળીયા ગઢેચા, (તું) જૂને પાછો જા (મારૂં) માન ને મોદળ રા' ! (નીકે) મું સાંભરીશ માંડળિક॥૧॥ ગંગાજળિયા ગઢેચા વાતુ...
-
आजे(ता.25-11-2016) ऐटले पद्म श्री दुला भाया काग (भगत बापु)नी जन्म जयंती छे आजे काग बापु ना टुंकमां परिचय साथे तेमना स्वरमां अप...
-
મુસાફિર હું મુસાફિર છું II ગઝલ || મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે , મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે ... ટેક ગવનના ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો