ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. "

Sponsored Ads

ગુરુવાર, 14 સપ્ટેમ્બર, 2017

मा मोगल स्तुती : रचना :- कवि श्री दिलजीतभाई बाटी ढसा जं,

✍🏻....   *જય માઁ મોગલ*
                *સ્તુતી*

                   *દુહો*
કબરાઉ થી કૃપા કરી, આવજો વેગે આઈ,
અરજ કરૂ છૂ આપને, માઁ મોગલ રૂપ મહમાઈ,

                    *છંદ*
કબરાઉ ધામે થડોં માં નો, દિવ્ય દણી સર દિપતો,
મણીધર મોગલ માત, વડવાળી હરે છે વિપતો,
આશા લઈ જે આવતા, એની બુઢી ઝાલે બાવડી,
કબરાઉ વાળી કૃપા કરી દે, માં તું મોગલ માવડી,....૧

અમૃત ભરેલી નજર થી માં, કૈક કષ્ટો કાપતી,
શરણુ સ્વીકારે એને સ્નેહે, આઈ શાતા આપતી,
મ્હાતમ મોટુ માં તણું , રૂદિયાની સૂણો રાવડી,
કબરાઉ વાળી કૃપા કરી દે, માં તું મોગલ માવડી,....૨

શુધ્ધ કુળ આદી ચારણો નું, એની' સાચી છે સરકાર તું,
સેવક સમરે માં આવતી, અઢારે વ્રણ આધાર તું,
કફરા સમયમા વારૂ કરજો, પાયે ધરિયે પાઘડી,
કબરાઉ વાળી કૃપા કરી દે, માં તું મોગલ માવડી,.....૩

બીજુ નથી માં કોઈ બેલી, આરાધે વેલી આવજે,
તારા છી એ ને તું જ આવી, છોરૂ ને સંભાળજે,
જગદંબ આખા જગતમા, વડહથ માં તું છો વડી,
કબરાઉ વાળી કૃપા કરી દે,માં તું મોગલ માવડી,......૪

વહમા વખતની વેદના, કેની કને જઈ ને કહું,
માઁ વિણ નથી કોઈ મારૂ, ચંડી ચરણરી રજ ચહુ,
*દિલજીત બાટી*ની દિલથી, નોધારી તારો નાવડી,
કબરાઉ વાળી કૃપા કરી દે, માં તું મોગલ માવડી,......૫

*કબરાઉ કચ્છ  મોગલ વંદના*

*દિલજીત બાટી ના*જય મોગલ માં

*ઢસા જં.*🙏🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Featured Post

આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, ભૂમિ પૂજન, સામાજિક ચિંતન સભા આઈ આરાધના

આઈશ્રી સોનલ માઁ ચારણ સભા સંચાલિત શ્રી કાનજીભાઈ નાગૈયા કુમાર છાત્રાલય, ભૂમિ પૂજન, સામાજિક ચિંતન સભા આઈ આર...