ડિસેમ્બર ૮, ૨૦૧૬
સર્વ ચારણ બંધુ,
રાજા રુડાચ ના જય માતાજી,
આપણે અેક વાત નકકી કરવી પડશે કે કાં તો આપણે બધા પોતાની જાત ને કોઇ અેક મકસદ માટે સર્મપિત કરિ તેને યોગ્ય કામ કરવા પોતાના તરફ થી તૈયારી બતાવિયે અથવા પોતાની જાતને મકસદ વગર ના સમુહ થી દુર કરી લઇયે.
મારી શ્રધ્ધા સકારાત્મક કામ કરવા માં છે. હું જોઇ રહ્યો છું કે આપણે વધુ પડતો સમય કોઇ મકસદ વગર પસાર કરિ રહયા છીઅે. મારી વાત કદાચ આપને કળવી લાગસે પરંતુ આ સત્ય છે અને સત્ય કહેવુ તેમજ તેનુ પાલન કરવુ તેને હું મારો ધર્મ માનું છુ.
મારો મકસદ છે CGIF ને સમાજ ના છેવાડા ના ચારણ સુધિ પહોચાડવુ જેથી ૧૦% ચારણ CGIF સાથે જોડાય. આના માટે પોતાનુ સુખ , સગવડ તેમજ સામાજિક પ્રતિષ્ઠા કે વ્યકિતગત મોભા કે માન ની પરવાહ કર્યા વગર આ કાર્ય માં સંપૂર્ણ શ્રધ્ધા થી કામ કરવુ.
મને ખબર છે કે આ કામ આસાન નથી પરંતુ ચારણે હમેંશા અસકયતા ના વિચારો ઉપર ભગવતી ના ભરોસે અમલ કર્યા છે. માં હમેંશા ચારણ ના સંકલ્પો ની લાજ રાખતી આવી છે માટે આ કાર્ય મા રાખસે, મારિ પાસે મારુ મકસદ છે , આપને પણ હું વિનંતી કરુ છું તમારો મકસદ નકકિ કરો,
જરુરિ નથી બધા નો વિચાર અેક હોય કે અેકજ મકસદ બધાને પસંદ પડે!!.
ઘણિવાર મકસદ માં કામયાબી નાં પણ ના મળે પરંતુ તે પરિસ્થિતિ માં પણ તમારિ આત્મશુધ્ધિ નકકી છે.
મકસદ વિના ના જીવન ની સફળતા કરતા અસફળ મકસદ સાથે નું જીવન વધુ સારું છે. પ્રમાણ માટે અસંખ્ય દ્રષ્ટાંત ઉપલબ્ધ છે. 🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો