આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટને મળ્યુ રૂા.૫૦ લાખનું અનુદાન.
દાતા ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટનો આભાર માનતા સોનલમા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ.
એજયુકેશન-સ્કોલરશીપ, જરૂરિયાત મંદ પરિવારોના સહયોગ માટે ભંડોળનો સદ્ઉપયોગ થશે
આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ વર્ષોથી નિયમિતપણે એજયુકેશનલ, મેડિકલ, બ્લડ ડોનેશન કેમ્પ, જરૂરિયાત મંદ પરિવારોને અનાજકિટ સહાય, કારકિર્દી સેમિનાર, હરિરસ પાઠ, સમાજનું ત્રિમાસિક મુખપત્ર 'ચારણ સંસ્કૃતિ'નું નિયમિત પ્રકાશન, સમાજની ડિરેકટરી, લાયબ્રેરી અને સમાજ વાડીના સંચાલન જેવા વિવિધ સમાજ અને રાષ્ટ્ર ઉપયોગી કાર્યથી પ્રભાવિત થઈને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટના ટ્રસ્ટીઓએ રૂા.૫૦ લાખ આપવાનું નકકી થતાં આજરોજ(તા.૧૫/૯/૨૪) સમાજ વાડીએ બન્ને ટ્રસ્ટની મિટીંગ યોજાઈ હતી. જેમાં ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, રાજકોટના પ્રમુખ શ્રી ચંદુભાઈ સાબાએ આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ ટ્રસ્ટના પ્રમુખશ્રી બાબભાઈ પાલિયાને બન્ને ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી રામભાઈ જામંગની ઉપસ્થિતિમાં રૂા.૫૦ લાખની માતબર રકમનો ચેક અર્પણ કર્યો હતો. જેને ઉપરોકત મહાનુભાવો ઉપરાંત ઉપસ્થિત ટ્રસ્ટીશ્રીઓ રમેશભાઈ જાળગ, હરેશભાઈ આલગા, હેમુભાઈ બાવડા, મેહુલભાઈ જામંગે સહર્ષ શુભકાર્યને વધાવીને ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ, શ્રી ચંદુભાઈ સાબાનો આભાર માન્યો હતો.
સંજોગોવસાત બહાર ગામ હોવાથી ઉપસ્થિત નહીં રહી શકેલ. સોનલમાના ટ્રસ્ટી અને ફૂલછાબ જનરલ મેનેજરે ફોન દ્વારા નિર્ણયને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.
હવેથી બન્ને ટ્રસ્ટ એક થઈ જતા બધી જ પ્રવૃતિઓ સમાજ વાડીએથી થશે એટલે ઉકત ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો આ ટ્રસ્ટમાં સમાવેશ કરતા આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વિશેષ આનંદ અને ખુશી વ્યકત કરે છે. ટ્રસ્ટીઓની ટીમ મોટી થતાં સમાજ ઉપયોગી કાર્યો વધારે સારી રીતે આગળ વધારી શકાશે અને ભવિષ્યમાં વધુ વિસ્તારી શકાશે.
(ભાબભાઈ પાલિયા)
પ્રમુખ
(રામભાઈ જામંગ)
મેનેજીંગ ટ્રસ્ટ
આઈશ્રી સોનલમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ