ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

મંગળવાર, 21 ફેબ્રુઆરી, 2023

હરપાલસિંહ મનહરસિંહ ગઢવી (FMGE) એમ.બી.બી.એસ ની પરીક્ષા પાસ કરી ડોક્ટર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.


🏆 અભિનંદન🏆

હરપાલસિંહ મનહરસિંહ ગઢવી (FMGE) એમ.બી.બી.એસ ની પરીક્ષા પાસ કરી ડોક્ટર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.*

માં મોગલ ના તેમના ઉપર આશીર્વાદ ઉતરે અને તેઓ એક સફળ ડોક્ટર બને તેવી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ.* 💐💐💐

સોમવાર, 20 ફેબ્રુઆરી, 2023

સુવર્ણજડિત શિવજીની સંપૂણ પ્રતિમા અંતરીક્ષ ગઢવી અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાઈ


વડોદરા શહેરના મધ્યબિંદુ સુરસાગરના મધ્યમાં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી વડોદરાની ઓળખસમી ભવ્ય પ્રતિમાને 17.5 કિલોગ્રામ સોનાથી તૈયાર કરવામાં આવી છે. વિશ્વમાં પ્રથમ વડોદરામાં ખુલ્લા આકાશ નીચે તૈયાર કરવામાં આવેલી આ સુવર્ણજડિત શિવજીની પ્રતિમા 18 ફેબ્રુઆરી-2023ના રોજ દેવાધિદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિના પાવન દિવસે લોકાર્પિત થઈ હતી. દેશમાં જેમ સુવર્ણ મંદિર અને ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની આગવી ઓળખ છે, તેમાં વડોદરાના સુરસાગર મધ્યે આકાર લેનારી સુવર્ણજડિત શિવજીની પ્રતિમાનો ઉમેરો થયો છે. જે રીતે દેશ-વિદેશના લોકો જે રીતે સુવર્ણ મંદિર અને‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ જોવા માટે જાય છે એ રીતે સુવર્ણજડિત શિવજીની પ્રતિમા જોવા માટે આવશે.

આ પ્રતિમા ઉપર પ્રથમ ઝિંક અને કોપરના Powder coating બે-બે ઢોળ ચઢાવવામાં આવ્યા છે. 
બાદમાં એના પર કોપરનું પતરું આકાર અને નક્સી પ્રમાણે મઢવામાં આવ્યું છે અને ત્યારબાદ કોપર કામ તૈયાર થયા બાદ તેના ઉપર સોનું મઢવામાં આવ્યું છે. મૂર્તિમાં 700 કિલો ઝિંક અને 1500 કિલો કોપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તથા ૧૭.૫ કિલો સોનું વપરાયું છે . જ્યારે મૂર્તિનું કુલ વજન 2500 મેટ્રિક ટન છે. આ કામગીરી ૨૦૨૧ મા શરૂ કરાઈ અને ૨ વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કામગીરી માટે પતરા , વેલડીગ , લાપિકામ અને સોના વગેરે ૧૮ કારીગરોએ રાત-દિવસ મહેનત કરી છે. સમયાંતરે દરેક સ્ટેજ પર કેવી રીતે આગળ નું કામ ધપાવું તથા કોઈ ટેકનિકલ ઇસ્યૂ આવે તો તેનું સોલુષન લાવી આગળ કેમ કામ વધારવું તેમ અવાર નવાર વડોદરા પ્રતિમાનું નિરીક્ષણ કરતો હતો અને જરૂર જણાય ત્યાં કારીગરોને માર્ગદર્શન આપતો હતો.

અંતરીક્ષ ગઢવી (મુળી જયેશ ભાઈ ધનશ્યામભાઈ ઝીબ્બા ના પુત્ર , હાલ અમદાવાદ)જેમણે શીરડી,વડતાલ,ગઢડા,જુનાગઢ અને દેશ વીદેશ ના ઘણા મંદીરો સોના થી મઢેલા છે એેવા આપણા ચારણ સમાજ ના ગૌરવ અંતરીક્ષ ગઢવી એ મૂર્તિ બનાવવામાં લાગેલા સમય, વજન, કોપર, ઝિંકના ઉપયોગ તથા કારીગરો અંગે વાત કરતાં કહ્યું હતું કે સુરસાગર સ્થિત શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવાનું કામ હાથ ઉપર લીધું ત્યારે હું બહુ ઉત્સાહી હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય ના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અંતરીક્ષ ગઢવી અને તેમની સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવેલ છે.

અંતરીક્ષ ગઢવી અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

જે.આર.ભાચકન (ગઢવી) સાહેબ ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐

મૂળ ગામ પરોડીયા, તાલુકો જામખંભાળિયા,જીલો.દેવભુમિ દ્વારકા અને હાલ
પાલીતાણા ખાતે પોલીસ ઇન્સપેક્ટર(PI) તરીકે ફરજ બજાવતા નિર્મળ સ્વાભાવ ,મળવા જેવા માણસ , સમાજ પ્રેમી અધિકારી .પરમ આદરણીય સ્નેહી તેમજ મારા માટે ઋષિતુલ્ય ચારણ કહેવાઈ તેવા સાહેબ શ્રી જે.આર.ભાચકન (ગઢવી) સાહેબ ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐💐

 પવિત્રતા, સાદાઇ, સત્ય અને સાત્વિકતા જેમનો સ્વભાવ છે જેમણે સેવાકીય કાર્યો વડે ચારણ સમાજની ઉત્કૃષ્ટ સેવા કરી પ્રેરણા પૂરી પાડે છે એવા આદરણીય શ્રી જે.આર ભાચકન સાહેબ ને ફરી ફરી જન્મ દિવસ ની અનંતગણી શુભેચ્છાઓ 🌸

માં જગદંબા ના આશિર્વાદ કાયમ આપના પર વરસતા રહે અને આપ આપના ક્ષેત્રમાં અવિરત પ્રગતિ કરતા રહો તેવી પ્રાર્થના 🙏🏻🙏🏻🙏🏻

રવિવાર, 19 ફેબ્રુઆરી, 2023

ગઢવી સમાજનું ગૌરવ :- ડો.કિરણ અંબાદાન પાચક MDS


ગઢવી સમાજનું ગૌરવ

ડો.કિરણ અંબાદાન પાચક MDS

ભુજ પાયક પરિવારની દિકરીએ ઓલ ઈન્ડીયા મેડીકલ ડેન્ટલ સેમીનાર ધારવાડ યુનિવર્સીટી કર્ણાટક મધ્યે ક્ષેષ્ટ વૈજ્ઞાનિક પેપર પ્રેઝન્ટેશન માટે ડૉ. EGR સોલોમન પુરસ્કાર પ્રથમ નંબરે પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધારેલ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ 💐💐💐
માં જગદંબા ઉતરોતર પ્રગતિ કરાવે તેવી શુભકામના

મંગળવાર, 14 ફેબ્રુઆરી, 2023

ગઢવીઓ એ તો રેકોર્ડ તોડ્યો.એક સાથે એક જિલ્લા માં એક સાથે આટલા પોસ્ટીંગ

ગઢવીઓ એ તો રેકોર્ડ તોડ્યો.
એક સાથે એક જિલ્લા માં એક સાથે આટલા પોસ્ટીંગ 


લીસ્ટ જોવા માટે અહીંયા ક્લિક કરો


પોસ્ટીંગ મેળવનાર દરેક ભાઈઓ બેનો ને ખૂબ ખૂબ અભિનંદન 💐🌸

સોમવાર, 13 ફેબ્રુઆરી, 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા બદલ મયુરભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન ઉતરોત્તર પ્રગતિ ના સોપાન સર કરો એવી શુભકામનાઓ.... 💐

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખનો તાજ મયુરભાઇ ગઢવીના શિરે

અખિલ ભારતીય ચારણ - ગઢવી મહાસભા (યુવા) ના રાષ્ટ્રીય મહામંત્રી અને મારા પરમ સ્નેહી મિત્ર શ્રી મયુરભાઈ રામભાઈ ગઢવી ને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ દ્વારા મયુરભાઈ રામભાઈ ગઢવીની દેવભુમિ દ્વારકાના જિલ્લા પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવેલ.

 દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા બદલ મયુરભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન ઉતરોત્તર પ્રગતિ ના સોપાન સર કરો એવી શુભકામનાઓ.... 💐💐💐

શનિવાર, 28 જાન્યુઆરી, 2023

સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવતા દરેક ચારણ - ગઢવી સમાજના ભાઈઓ - બેનો માટે ભાવનગર ભગવતિ ગર્લ્સ હોસ્ટેલ ખાતે રહેવા તથા જમવા ની વ્યવસ્થા

જય માતાજી. 

આવતીકાલે તારીખ.૨૯ જાન્યુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્ક ( વહીવટ / હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવતા દરેક ચારણ - ગઢવી સમાજના ભાઈઓ - બેનો માટે ભાવનગર ભગવતિ ગર્લ્સ હોસ્ટેલ ખાતે રહેવા તથા જમવા ની વ્યવસ્થા કરવામાં આવી છે.

સરનામું :-
જ્ઞાનમંજરી સ્કૂલ થી આગળ રૂદ્રેશ્વર મહાદેવના મંદિરની સામે કાળીયાબીડ , ભાવનગર 

મોં. પ્રતાપભાઈ ગઢવી.
7201872445
7201999696

ચારણ - ગઢવી સમાજના દરેક ગ્રુપમાં મેસેજ ફોરવર્ડ કરવા વિંનતી.

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...