ચારણત્વ

" આપણા ચારણ ગઢવી સમાજની કોઈપણ માહિતી,સમાચાર અથવા શુભેચ્છાઓ આપ આ બ્લોગ પર પ્રકાશિત કરવા માગતા આ વોટ્સએપ ન.9687573577 પર મોકલવા વિંનતી છે. " "આઈશ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવ તારીખ ૧૧/૧૨/૧૩ જાન્યુઆરી-૨૦૨૪"

Sponsored Ads

શનિવાર, 26 માર્ચ, 2022

આઈ મોગલ એન્ટરપ્રાઇઝ


*મહુવા તાલુકા તથા મહુવા ના આજુ બાજુ ના ગામડા ઓ માં આપણા ગઢવી સમાજ માટે સારા સમાચાર*

મહુવા માર્કેટીંગ યાર્ડ માં હવે આપણા ગઢવી સમાજ ની પેઢી એટલે *આઈશ્રી મોગલ એન્ટરપ્રાઇઝ*
(જનરલ મરચન્ટ એન્ડ કમિશન એજન્ટ)

ડુંગળી , મગફળી , કપાસ , અનાજ, કઠોળ , તેમજ  આપની દરેક ચીજ વસ્તુઓ ખરીદી કરનાર તથા વેચનાર

આવો આપણે સૌ સાથે મળીને આપણી આ પેઢી મજબૂત બનાવીએ

*સ્થળ :-*
કપાસના શેડની સામે G-3 કેરેટ કોમ્પ્લેક્સ માર્કેટિંગ યાર્ડ મહુવા

સંપર્ક :-
પ્રવીણભાઈ ગઢવી :- 7600187979
નરસંગભાઈ ગઢવી :- 9426924200

મંગળવાર, 18 જાન્યુઆરી, 2022

નાયબ સેક્શન ઑફિસર (વર્ગ-૩)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ગઢવી સમાજના તેજસ્વી તારલાઓ

*ગઢવી સમાજનું ગૌરવ*

*ગુજરાત જાહેર સેવા આયોગ*
*(G.P.S.C.) આયોજિત,*
*નાયબ સેક્શન ઑફિસર (વર્ગ-૩)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ગઢવી સમાજના તેજસ્વી તારલાઓ....*

*૧) ભીમશી દેવદાસ શાખરા

*૨) પ્રવીણ રાણાભાઈ ગઢવી*
*૩) જીગર દિલીપકુમાર રતનુ*
*૪) કુંદન ઘનશ્યામભાઈ મોડ*
*૫) રૂપલ પબુભા ગઢવી*
*૬)જયદીપસિંહ ઘનશ્યામસિંહ ઝુલા*
*૭)આશિષ જાદવ ગઢવી*
*૮) ક્રિષ્નકુમાર મનહરદાન ગઢવી*
*૯)યોગિતા ધનરાજભાઈ ગઢવી*
*૧૦) પૂનશી દેવરાજ ગીલવા*
*૧૧) સ્વેતાબા રણજિતસિંહ ગઢવી*

*ઉતિર્ણ થયેલ દરેક ને ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐*
*ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી માતાજી ને પ્રાર્થના*

મંગળવાર, 21 ડિસેમ્બર, 2021

ગઢવી સમાજનું ગૌરવ પી.આઈ.તરીકે બઢતી

રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતાં ચારણ-ગઢવી સમાજના,
હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વર્ગ-૩)ને 
હથિયારી પોલીસ ઈન્સ્પેકટર (વર્ગ-૨) તરીકે બઢતી મળેલ છે.

*(૧) રાજવીરસિંહ ઉદયસિંહ ગઢવી*
*(૨)તારકદાન જગદીશદાન મિસણ*

બઢતી મળવા બદલ ચારણત્વ બ્લોગ વતી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ 💐🌸

ઉતરોત્તર પ્રગતિ કરો અને પરિવાર સાથે સમાજનું નામ રોશન કરો તેવી માતાજી ને પ્રાર્થના....

રાજવીરસિંહ ઉદયસિંહ ગઢવી





તારકદાન જગદીશદાન મિસણ

લખનભાઈ કાગ ને ખૂબ ખૂબ અભિનંદન

લખનભાઈ કાગ આપશ્રી ને સાલોલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે જંગી બહુમતીથી વિજય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
 આપ રાજકીય ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરો અને ગામ તથા સમાજ ના સારા ઉમદા કાર્યો કરતા રહો તેવી માં વિષભુજાળીને મંગલ પ્રાર્થના



મંગળવાર, 14 ડિસેમ્બર, 2021

સોનલબીજ : ચારણોનું નવું વર્ષસોનલ બીજ ચારણોનું નવું વર્ષ...શા માટે ?


સોનલબીજ : ચારણોનું નવું વર્ષ

સોનલ બીજ ચારણોનું નવું વર્ષ...શા માટે ?

શ્રી મોરારીબાપૂ મજાદરની કથામાં ચૌદ રત્નો ગણાવે તો એમાં આઈ સોનલનું એક નામ લેવું પડે... મઢડા ને "સોનલ તીર્થ" તરીકે ઓળખાવે ત્યારે એક ચારણ તરીકે છાતી ગજ ગજ ફૂલે એ સ્વાભાવિક છે...

સમાજ જયારે અંધકારમાં ઘેરાયો હતો..ઘોર નિંદ્રામાં હતો ત્યારે આ શક્તિનું અવતરણ થયુ એ યુગશક્તિનું જ અવતરણ છે. 

"ચારણો એક બનો નેક બનો"  નો સંદેશ આપી અદેખાઈ અને ઈર્ષાના , વાડા અને પહડાનાં ભેદનાં છેદ ઉડાડવાની અને એકતા જગાડવાની જહેમત ઉઠાવી.  અને આજે જૂનાગઢ,ભાવનાગર,રાજકોટ, કચ્છ, અમદાવાદ, જામનગર લગભગ તમામ જગ્યાએ સમૂહ લગ્ન કે ચારણ બોર્ડિંગ છે .  જે સંગઠનનાં સંસ્કારનું ખાતમુહર્ત આઈમાંએ કર્યું હતું.     

વ્યસન અને પરમાટી જેવા રજવાડી શોખની ખાઈમાં કેટલાયની જમીન જાગીર તળિયા જાટક થતી જતી હતી... તો કેટલાક ની દીકરીના રૂપીયા આપવામાં, તો કેટલાકની જુગારની જપટે ચડી જતી હતી .. તો કેટલાકની કાવા કસુંબાની ખરલે ઘોળાઈ ને ચોપટ થઈ રહી હતી... તો કેટલાકે તો  દારૂની કોથળીમાં ફળી સુધી વહેંચી માર્યું.  આવા તો કેટલા દુષણો મધ્યયુગથી ઘર કરી ગયા હતા. જેને જડમૂળથી કાઢવા ઘરે ઘરે નેહડે નેહડે જવું અને પાણા ને માણહ   બનાવવાનું અને જ્ઞાનની ગંગા ઉતારવાનું ભગીરથ કાર્ય  યુગશક્તિ સિવાય અશક્ય હતું.

આટ આટલા અંધકારમાં જીવતા લોકોને સુધારવા જવું લોઢાના ચણા ચાવવા જેવું અઘરું.. આ બધા દુષણો ડામવા આઈમાં એ શિક્ષણ જેવું વેધક હથિયાર હાથમાં ધારણ કર્યું... આઈમાની દીર્ઘ દ્રષ્ટિ અને સમાયાનુકુલિત દ્રષ્ટિકોણમા રહેલી સુઝબુઝ ને સમજવામાં આજેય આપણી દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ ટૂંકા પડે.. 

આઝાદી પછી જે કામ સરકારે કરવાનું હતું એ કામ આઇમાં એ કર્યું કદાચ આ નોંધ સરકારે લીધી નથી. રવીશંકર મહારજ જેવા ધુરંધર આઈમાંનાં અભિયાનની નોંધ લીધી હતી અને કન્યા કેળવણી માટે ભલામણ કરી હતી. મધર ટેરેસા ને એવોર્ડ મળે તો આઈમાંને કેમ નાં મળે સહજ રીતે મનને સવાલ થાય.. આ અભિયાનની અસર માત્ર ચારણ સમાજ ઉપર જ નહિ પણ મેર,મૈયા, કાઠી, આહીર, રબારી,સોની,ખારવા, ક્ષત્રિય જેવા બધા સૌરાષ્ટ્ર અને કચ્છના સમાજ ઉપર થઈ હતી.

એટલું જ નહી પણ સમાજમાં રહેલી અંધશ્રદ્ધાઓ  દોરા,ધાગા ,ધૂણવું જેવી કેટલીય ખોટી માન્યતાનો વિરોધ કર્યો. સમાજના લોકો ને શિક્ષણના માર્ગે દોડતો કરવા ઘરે ઘરે જઈને સૌરાષ્ટ્ર કચ્છ અને નિમાડ સુધી યાત્રા કરી સીધો વ્યક્તિગત સંપરક કર્યો. સંમેલન કરીને છૂટો છવાયો અને વેરવિખેર સમાજ એક મંડપ નીચે બેસાડી દીધો. 

કેટલાય કુરિવાજો ઉધઈની જેમ કોરી ખાતા હતા ..લાજ, વિધવાવિવાહ, કન્યા કેળવણી , દીકરીના રૂપીયા લેવા, અપઇયા, જેવા ઘણા કુરીવાજ સામે સવાલ ઉઠાવ્યા... 

આ કાર્યમાં સમાજનો સમજદાર વર્ગ દુલાભાયા કાગ,મેરુભા, પિગલશી ભાઈ, કાનજીભાઈ, લાખાભાઈ ,મનુભાઈ વગેરે જોડાયા..તેમને સાથે લીધા અને આમ એકવીસમી સદીમાં જીવન જીવવા માટેની તાલીમ કહો કે સંસ્કાર શીખવાડી સમાજને સભ્ય બનાવ્યો...સ્વમાન જગાડ્યું.... સરસ્વતીના ઉપાસકો ને ખરા અર્થમાં ઉપાસના શીખવાડી.. જીવન જીવવાની તરાહ બદલી નાખી... સમય થમ્ભી ગયો હતો. ચારણો  ઘોર નિંદ્રામાથી જગાડી આજના સમય સાથે ચાલતા શીખવ્યું.. એટલા માટે  આઇમાં નો જન્મ દિવસ એ ચારણો નવું વર્ષ છે. કારણ કે ત્યાંથી સમાજનાં ઇતિહાસે વળાંક લઈને સોનલ ચીંધ્યા માર્ગે ભણી પગલા માંડ્યા છે... એટલું જ નહિ પણ સમૃદ્ધિનાં શિખર સર કર્યા છે...માટે  મને ગમતો એક દુહો કઈ વિરમું છું .. જય સોનલ...સોનલ સ્મરણ, સોનલ શરણ.

પાખો આપી પરમેંશ્વરી, 
તે ઉડતા કર્યા આઈ,
સાથે રઈ સાચી દિશા 
સુચવજે હવે સોનબાઇ.
- અજ્ઞાત

- ગઢવી જયદીપ કે

બુધવાર, 8 ડિસેમ્બર, 2021

श्री चारण ( गढवी ) सेवा सदन , हरिद्वार का लोकार्पण एवं श्री करणी माता मन्दिर मूर्ति प्राण - प्रतिष्ठा समारोह

जयश्री करणीमाँ जयश्री सोनलमाँ 

*श्री चारण ( गढवी ) सेवा सदन , हरिद्वार का लोकार्पण एवं श्री करणी माता मन्दिर मूर्ति प्राण - प्रतिष्ठा समारोह*

 सभी स्वजातीय बंधुओं को सूचित करते हुए अपार प्रसन्नता हो रही है कि माँ गंगा के पावन आँचल में चारण समाज के ऐतिहासिक एवं चिर - प्रतीक्षित प्रकल्प श्री चारण (गढवी) सेवा सदन हरिद्वार उत्तराखण्ड का लोकार्पण एवं श्री करणी माता मन्दिर मूर्ति प्राण - प्रतिष्ठा का कार्यक्रम समाज की सगतियों एवं संतो के सानिध्य में होने जा रहा है इस भव्य आयोजन में आपकी सपरिवार गरिमामय उपस्थिति सादर प्रार्थनीय है
 
*कार्यक्रम विवरण :-*
रात्रि जागरण ( चिरजाएं ) :- दिनाँक 9-12-2021 गुरुवार
रात्रि 8:00 ( भोजन

*हवन एवं मूर्ति प्राण - प्रतिष्ठा :-* दिनाँक 10-12-2021 शुक्रवार प्रातः 7:30 से 10:15 तक

*सेवा सदन लोकार्पण :-* दिनाँक 10-12-2021 प्रातः 11:00 बजे

संतो एवं संगतियों के आशीर्वचन :- दिनाँक 10-12-2021 दोपहर 11:15 से 2:00 बजे तक
 महाप्रसादी :- दिनाँक 10-12-2021 दोपहर 02:00 बजे से

 *निमंत्रक :-*
 श्री केसरीसिंह बारहठ चारण सेवा संस्थान श्री चारण ( गढवी ) सेवा सदन , हरिद्वार , उत्तराखण्ड 
3 , उमा विहार , सप्तऋषि आश्रम मार्ग , हरिपुर कलां , हरिद्वार

 *सम्पर्क सूत्र :-*
   9414301051 , 9414438966 ,
   9413002733 9460008501 ,
   9460768666

સોમવાર, 29 નવેમ્બર, 2021

वीर शहिद देवपाल सिंह


शहीद 2 / लेफ्टिनेंट Kr . देवपाल सिंह बी . देवल , वीर चक्र ( मरणोपरांत ) का संक्षिप्त जीवन परिचय | उनका जन्म 5 मई 1948 को जोधपुर में हुआ था । वे बासनी दधवाड़ियान ( जिला पाली , राज . ) के ठाकुर भवानी दानजी देवल एवं उजलां ( जिला जैसलमेर , राज . ) की श्रीमती प्रकाश कंवर उज्वल के ज्येष्ठ पुत्र थे । अंग्रेजी साहित्य में डूंगर महाविद्यालय , बीकानेर से स्नातक होने के बाद वे भारतीय सेना में एनसीसी के माध्यम से एक कमीशन अधिकारी के रूप में शामिल हो गए । उन्होंने मध्य प्रदेश में महू से कमांडो कोर्स एवं हिमालय पर्वतारोहण संस्थान के पाठ्यक्रमों को एक छोटी उम्र में सफलतापूर्वक पूरा किया । उन्हें भारत के पूर्व में पूर्वी पाकिस्तान की सीमा पर नियुक्त किया गया । उन्होंने बांग्लादेश की स्वतंत्रता के लिए मुक्ति - वाहिनी के साथ मिलकर 1971 में दुश्मन देश पाकिस्तान से युद्ध लड़ा । में 26 नवंबर 1971 को वह दुश्मन सेना के साथ लड़ते समय उन्हें गोली लगी एवं वे आंशिक रूप से घायल हो गए थे । उन्हें उनके कमांडिंग ऑफिसर ने सीमा से दूर अस्पताल जाकर आराम करने के लिए कहा , लेकिन उन्होंने अस्पताल जाने से विनम्रतापूर्वक इनकार कर दिया और प्राथमिक चिकित्सा के बाद युद्ध लड़ना जारी रखा । 28 नवंबर 1971 को , उनकी रेजिमेंट की एक और कंपनी ' ए ' , दुश्मन की मशीन गन की सीधी गोलीबारी की जद्द में आई थी । इस ' ए ' कंपनी से उठकर और मशीन गन पोस्ट पर हमला करने के लिए उनके किसी भी व्यक्ति के लिए कोई गुंजाइश नहीं थी और ' ए ' कंपनी के हमारे सभी सैनिकों की मौत का ज़बरदस्त खतरा था । ' ए ' कंपनी के सैनिकों की जान बचाने के लिए 2 / लेफ़्टिनेंट देवपाल देवल ने ' बी ' कंपनी से स्वयं को प्रस्तुत किया । अपने सुरक्षित स्थान से देवपाल देव हाथ में हथगोलों के साथ बाहर आए और उन्हें दुश्मन की मशीन गन पोस्ट पर लॉब किया पाकिस्तानियों ने मशीनगन की गोलीबारी की दिशा बहादुर देवपाल की तरफ़ कर दी और उनके शरीर को छलनी कर दिया । लेकिन उनके हाथों द्वारा फेंके गए हथगोले ने अपना निशान पाया और दुश्मन की पोस्ट को तबाह करके मशीन गन को चुप करा दिया । ' ए ' कंपनी के कई सैनिकों का जीवन इस बहादुर अधिकारी द्वारा वीरता के इस कारनामे से बच गया और उनका मृत शरीर युद्ध में जीते हुए मैदान ( hallowed ground ) पर गिरा , दुश्मन के क़ब्ज़े के मैदान पर नहीं । इस प्रकार 2 / लेफ्टिनेंट कुंवर देवपाल सिंह ने 28 नवंबर 1971 के दिन , 23 साल की छोटी सी उम्र में अपनी मातृभूमि की सेवा में युद्ध में वीर गती प्राप्त की । उनके इस अप्रतिम बलिदान और स्वयं का जीवन जानबूझकर मौत के मुँह में डाल कर साथी सैनिकों की दांव पर लगी ज़िंदगियों को बचाने के लिए , उनकी • रेजिमेंट द्वारा उन्हें " महावीर चक्र " के देने लिए सिफारिश की गई । कर्तव्य की पुकार से बढ़कर जीवन का सर्वोच्च बलिदान देने के उनके कार्य से उनके साथी एवं अधिकारी अभिभूत थे । परंतु यहाँ एक राजनीतिक अड़चन थी । उनकी शहादत भारत - पाक युद्ध 1971 की आधिकारिक तौर पर भारत द्वारा घोषणा तीसरी दिसंबर 1971 से पहले हो गई थी । भारत युद्ध की आधिकारिक घोषणा से पहले अंतरराष्ट्रीय मंच पर
अपनी भारतीय सेना के लड़ने की भागीदारी को उजागर नहीं करना चाहता था , इसलिए उन्हें प्रत्यक्षदर्शियों की " महावीर चक्र " की अनुशंसा के बावजूद केवल ' वीर - चक्र ' देकर महीनों बाद सम्मानित किया गया था । चारण वीर कुं देवपाल सिंह देवल ने खुद की चारण जाति के बहादुर समुदाय की महान परंपरा को बरकरार रखा और अपने देवल परिवार की गौरवशाली प्रथा को आगे बढ़ाया , जिसमें 14 वीं शताब्दी में राजपूताने पर सम्राट अल्ला उद - दीन खिलजी के हमलों से लेकर अब तक उनके 7 योद्धा पूर्वजों ने युद्ध के मैदान में वीरगति प्राप्त करने का सम्मान पाया था । दधवाड़िया ( देवलों का गोत्र ) मेहाजी और महाकाव्य रामरासो के कवि शहीद दधवाड़िया माधव दासजी के नाम उनमें से उल्लेखनीय हैं । इस जाँबाज़ सेनाअधिकारी ने अपने जीवन को तत्कालीन पश्चिमी पाकिस्तानियों द्वारा पूर्वी पाकिस्तानियों पर उत्पीड़न , दमन और तानाशाही के शासन से लड़ते हुए और मां भारत की सेवा में सर्वोच्च बलिदान के रूप में अर्पित कर दिया । पश्चिमी पाक सैनिकों की नागरिकों की लूटमार और ढाका विश्वविद्यालय में बलात्कारों से आज के बांग्लादेश को देवपाल और उसके जैसे अन्य भारतीय जवानों और पूर्वी पाकिस्तान के लोगों ने मिलकर मुक्त करने में मदद की और इस प्रक्रिया में पाकिस्तानियों की शरारत से हमेशा के लिए अपनी भारत देश की पूर्वी सीमा सुरक्षित कर दी । -कमल देवल 1 शेर लाउड अरो 10 kwell aul .... O श्रोभेट रो शेर रो पोस्ट से Devidas Vaishnav भारत माता के परमवीर सुपुत्र बलिदानी सेकंड लेफ्टिनेंट देवपाल सिंह देवल जी के श्री चरणों मे मेरा कोटि कोटि नमन और सादर भावपूर्ण श्रद्धांजलि अर्पित कर्ता हू । 12 महिना पसंह रो नवाज आयो वधु Chhel Singh Udawat Karmawas परमवीर शहीद देवपाल सिंह जी देवल के चरणों मे सादर नमन || 

Featured Post

ચારણ સમાજનું ગૌરવ શ્રીજયરાજદાન ગઢવી સાહેબ

અભિનંદન સંદેશ "સમગ્ર ચારણ-ગઢવી સમાજનું ગૌરવ અને કર્મનિષ્ઠ પોલીસ અધિકારી, આદરણીય જયરાજસિંહ ગઢવી સાહેબને પી.એસ.આઈ. (PSI) થી પ...